Delhi: સુપ્રીમ કોર્ટની લપડાક બાદ કેજરીવાલ સરકારનો નિર્ણય, આગામી આદેશ સુધી શાળાઓ બંધ
સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે તમે તમારા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગૂ કર્યું છે તો પછી બાળકોને શાળાએ જવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હી (Delhi) માં પ્રદૂષણની સ્થિતિ પર ગુરુવારે સુનાવણી કરતા દિલ્હી સરકારને ખુબ ફટકાર લગાવી અને સવાલ પૂછ્યો કે તમે તમારા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગૂ કર્યું છે તો પછી બાળકોને શાળાએ જવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ દિલ્હી સરકારે શાળાએ જતા બાળકોને રાહત આપી છે અને શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. હવે બાળકોએ ખતરનાક પ્રદૂષણ વચ્ચે શાળાએ જવું નહીં પડે.
આગામી આદેશ સુધી દિલ્હીમાં શાળાઓ બંધ
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિ જોતા સરકારે દિલ્હીની તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ગોપાલ રાયને પૂછવામાં આવ્યું કે શાળાઓ ક્યારે બંધ થશે તો તેમણે કહ્યું કે તમામ શાળાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે.
દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ
અધિકારીઓએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કરાણે હવાની ગતિ ધીમી હોવાથી પ્રદૂષણ તત્વો જમા થશે, જેનાથી આવનારા 1-2 દિવસ વાયુ પ્રદૂષણનું સ્તર વધી શકે છે. દિલ્હીમાં આજે (2 ડિસેમ્બર) સવારે AQI 342 હતો જ્યારે નોઈડામાં 543 અને ગુરુગ્રામમાં 339 નોંધાયો. આ અગાઉ બુધવારે સવારે 9 વાગ્યે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 357 રહ્યો. જ્યારે મંગળવારે 24 કલાકનો સરેરાશ AQI 328 રહ્યો હતો.
All schools in Delhi to be closed from tomorrow till further orders, due to current air pollution levels in the city: Environment Minister Gopal Rai pic.twitter.com/k9NY7KL3SL
— ANI (@ANI) December 2, 2021
ક્યારે કેટલી ખરાબ ગણાય છે હવા
અત્રે જણાવવાનું કે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) શૂન્યથી 50 વચ્ચે રહવા પર હવાને સારી ગણવામાં આવે છે. જ્યારે 51થી 100ની વચ્ચે AQI સંતોષજનકની શ્રેણીમાં આવે છે. AQI જ્યારે 101થી 200 વચ્ચે રહે તો પ્રદૂષણને મધ્યમ, જ્યારે 201થી 300 વચ્ચે ખરાબ ગણાય છે. 301થી 400 વચ્ચે હવાને ખુબ જ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે 401થી 500 વચ્ચે AQI ને ગંભીર શ્રેણીમાં માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે