અંડમાન-નિકોબારથી Brahmos સુપરસોનિક મિસાઇલનો વધુ એક ટેસ્ટ, 300 KMની રેન્જ કરી હાસલ
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની સપાટીથી સપાટી સુધી વાર કરવાનો ટેસ્ટ 300 કિલોમીટરની સ્ટ્રાઇક રેન્જ સુધી સફળ રહ્યો. તો હવે ભારતીય વાયુ સેનાની પાસે મિસાઇલના લેન્ડ અને હવા સંબંધિત વાર કરનાર બંન્ને વર્ઝન હાજર છે.
Trending Photos
પોર્ટ બ્લેયરઃ કોરોના મહામારી સામે લડાઈ વચ્ચે ભારત દેશની સુરક્ષાને પણ પડકારની જેમ જોઈ રહ્યું છે. સરહદ પર ચાલી રહેલા તણાવને કારણે ભારત રક્ષા ક્ષેત્રમાં મજબૂતી હાસિલ કરી રહ્યું છે. ભારતે આજે અંડમાન-નિકોબાર દ્વીપ સમૂહથી બ્રહ્મોસ સુપસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેના દ્વારા આ દિવસોમાં ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, જ્યાં બુધવારે કરવામાં આવેલ મિસાઇલ પરીક્ષણ પણ તે પ્રોગ્રામ અંતર્ગત હતું.
જાણવા મળ્યું કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની સપાટીથી સપાટી સુધી વાર કરવાનો ટેસ્ટ 300 કિલોમીટરની સ્ટ્રાઇક રેન્જ સુધી સફળ રહ્યો. તો હવે ભારતીય વાયુ સેનાની પાસે મિસાઇલના લેન્ડ અને હવા સંબંધિત વાર કરનાર બંન્ને વર્ઝન હાજર છે.
#UPDATE | The testfiring of the surface-to-surface variant of the BrahMos supersonic cruise missile with a strike range of 300 Km was successful. The Indian Air Force has both land and air-launched versions of the missile. https://t.co/o8t2ueYO26
— ANI (@ANI) November 25, 2020
પાછલા મંગળવારે પણ ભારતે અંડમાન-નિકોબાર દ્વીપ સમૂહથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના લેન્ડ એટેક વર્ઝનનું પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ મંગળવારે સવારે 10 કલાકે કરવામાં આવ્યું, જેણે એક અન્ય દ્વીપ પર રહેલ લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યો હતો. તો આ સાથે બ્રહ્મોસ મિસાઇલની સ્ટ્રાઇક રેન્જ 400 કિમીથી વધુ થઈ ગઈ હતી. મહત્વનું છે કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ પોતાની શ્રેણીમાં વિસ્વની સૌથી ઝડપી ઓપરેટિંગ સિસ્ટમ છે. ડીઆરડીઓએ મિસાઇલ સિસ્ટમની સીમાને હાલ 298 કિલોમીટરથી વધારીને લગભગ 450 કિમી કરી દીધી છે.
કોરોનાના વધતા કેસ વચ્ચે ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન, 1 ડિસેમ્બરથી થશે લાગૂ
ડીઆરડીઓ છેલ્લા કેટલાક સમયથી ઘણી નવી અને હાલની મિસાઇલ સિસ્ટમ સહિત શૌર્ય મિસાઇલ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં સફળ રહ્યું છે. મહત્વનું છે કે ભારત, ચીન અને પાકિસ્તાનની સાથે સરહદ પર જારી તણાવ વચ્ચે પોતાની શક્તિમાં વધારો કરવામાં લાગ્યું છે. ભારત સતત ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે