LAC પર આર્મી ચીફ નરવણેએ કરી સુરક્ષા તૈયારીઓની સમીક્ષા, આપ્યું મોટું નિવેદન
ભારત-ચીન સરહદ પર તણાવ વચ્ચે આર્મી ચીફ એમ એમ નરવણે બે દિવસના પ્રવાસે લદાખ પહોંચ્યા. સેનાધ્યક્ષ આ પ્રવાસ દરમિયાન ભારત અને ચીનની સરહદ LAC પર સેનાની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. સેનાધ્યક્ષે ચુશુલમાં ફોરવર્ડ ચોકીઓની પણ મુલાકાત લીધી.
Trending Photos
લદાખ: ભારત-ચીન (India-China) સરહદ પર તણાવ વચ્ચે આર્મી ચીફ એમ એમ નરવણે (Army Chief General MM Naravane) બે દિવસના પ્રવાસે લદાખ (Ladakh) પહોંચ્યા. સેનાધ્યક્ષ આ પ્રવાસ દરમિયાન ભારત અને ચીન (China) ની સરહદ LAC પર સેનાની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. સેનાધ્યક્ષે ચુશુલમાં ફોરવર્ડ ચોકીઓની પણ મુલાકાત લીધી.
સેનાધ્યક્ષ એમ એમ નરવણેએ કહ્યું કે LAC પર હાલત ખુબ તણાવપૂર્ણ છે. અહીં સ્થિતિ ખુબ નાજુક છે. આપણી સુરક્ષા માટે જે પગલાં લેવાના હતાં તે અમે ઉઠાવ્યા છે. ભારતીય સૈનિકોમાં ઉત્સાહ છે.
એમ એમ નરવણેએ વધુમાં કહ્યું કે અમે LAC પર યથાસ્થિતિ જાળવી રાખીશું. સૈન્ય અને કૂટનીતિક બંને રીતે ચીન સાથે વાતચીત ચાલુ છે. આ સમસ્યાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.
#WATCH: Army Chief says to ANI, "They (the jawans) are highly motivated. Their morale is high and they are fully prepared to deal with any situation that may arise. Our officers and men are the finest in the world and will make not only the Army but also the nation proud." pic.twitter.com/EFMZ3j77VO
— ANI (@ANI) September 4, 2020
નોંધનીય છે કે સેનાધ્યક્ષ એમ એમ નરવણેનો લદાખ પ્રવાસ એવા સમયે થયોછે કે જ્યારે ભારતીય સેના છેલ્લા એક અઠવાડિયામાં ચીનને અનેકવાર પછડાટ આપી ચૂકી છે. પેન્ગોંગમાં ચીને અતિક્રમણની કોશિશ કરી જે નિષ્ફળ સાબિત થઈ. બ્લેક ટોપ પર ભારતીય સેનાએ કબ્જો જમાવી લીધો. આ ઉપરાંત 1962માં રેકિન લા અને રિજિંગ લા પર ચીને કબ્જો જમાવ્યો હતો જેને ભારતે ફરીથી મેળવી લીધા છે.
લદાખની પેન્ગોંગ ઝીલના કિનારે પહેલીવાર ચીન યુદ્ધ લડતા પહેલા જ અનેક મોરચે હારવા લાગ્યું છે. લદાખમાં પેન્ગોંગ લેકનો દક્ષિણ હિસ્સો સંપૂર્ણપણે ભારતના કબ્જામાં છે. અહીં અનેક પહાડીઓની ટોચ પર ભારતનું નિયંત્રણ થયું છે. ચીને સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેના વિસ્તારવાદ પર હિન્દુસ્તાન આટલો મોટો પ્રહાર કરશે.
અત્રે જણાવવાનું કે હિન્દુસ્તાનના ઓપરેશન બ્લેક ટોપનો પંચ એટલો તગડો છે કે ચીન ધૂંધવાયું છે. ઓપરેશન બ્લેક ટોપ એક એવું ઓપરેશન હતું કે જેણે ચીનને સ્તબ્ધ કરી દીધુ.
ભારતે આ કાર્યવાહીની શરૂઆત 29/30 ઓગસ્ટની રાતે કરી. જ્યારે પેન્ગોંગ લેકના દક્ષિણ ભાગમાં એક ટોચ બ્લેક ટોપ પર ચીનના ઓબ્ઝરવેશન પોઈન્ટ તરફ 25-30 ચીની સૈનિકો આગળ વધતા જોવા મળ્યાં. ચીનની સેનાની આર્મ્ડ રેજિમેન્ટ અને બખ્તરબંધ ગાડીઓની એક બટાલિયન પણ જોવા મળી.
ત્યારબાદ ભારતીય સૈનિકો એક્શન મોડમાં આવી ગયાં અને બ્લેક ટોપ પર પહોંચીને પોસ્ટ પર નિયંત્રણ કરી લીધુ. આ દરમિયાન ઝપાઝપીના પણ અહેવાલ હતાં જો કે ભારતીય સેના તેને ફગાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે