અયોધ્યા કેસ: બંધારણીય બેન્ચમાંથી જસ્ટિસ યુ યુ લલિત બહાર, આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચ રાજકીય રીતે અતિ સંવેદનશીલ એવા અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુનાવણી શરૂ થતા જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આજે ફક્ત સુનાવણી માટેની તારીખ નક્કી કરાશે. આ દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પાંચ સભ્યોની બેંચમાં જસ્ટિસ યુ યુ લલિતના સામેલ થવા પર સવાલ ઉઠાવ્યાં હતાં. રાજીવ ધવને કહ્યું કે જસ્ટિસ ધવન 1994માં કલ્યાણ સિંહના વકીલ રહી ચૂક્યા છે.
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચ રાજકીય રીતે અતિ સંવેદનશીલ એવા અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુનાવણી શરૂ થતા જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આજે ફક્ત સુનાવણી માટેની તારીખ નક્કી કરાશે. આ દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પાંચ સભ્યોની બેંચમાં જસ્ટિસ યુ યુ લલિતના સામેલ થવા પર સવાલ ઉઠાવ્યાં હતાં. રાજીવ ધવને કહ્યું કે જસ્ટિસ ધવન 1994માં કલ્યાણ સિંહના વકીલ રહી ચૂક્યા છે. જસ્ટિસ લલિતે પોતે આ બેંચમાંથી હટવાની વાત કરતા અયોધ્યા મામલે નવી બંધારણીય બેંચનું ગઠન થશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 29 જાન્યુઆરીના રોજ થશે.
રાજીવ ધવનના સવાલ ઉઠાવ્યાં બાદ ચીફ જસ્ટિસે અન્ય જજો સાથે ચર્ચા વિચારણા કરી. આ દરમિયાન યુ યુ લલિતે સુનાવણીમાંથી પોતાને અલગ કરવાની વાત કરી. જો કે આ મુદ્દાને ઉઠાવતા રાજીવ ધવને કહ્યું કે મને અફસોસ છે કારણ કે આ પ્રકારનો મામલો ઉઠાવવો યોગ્ય લાગતો નથી. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે તમારે અફસોસ કરવાની કોઈ જરૂર નથી. તમે તો ફક્ત તથ્યોને રજુ કર્યા છે.
હવે જસ્ટિસ લલિતે પોતે આ બેંચમાંથી હટવાની વાત કરતા અયોધ્યા મામલે નવી બંધારણીય બેંચનું ગઠન થશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 29 જાન્યુઆરીના રોજ થશે. ઉલ્લેખનીય છે કે આ બેંચ અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારી રહેલી અરજીઓ પર સુનાવણી કરી રહી છે.
અત્રે જણાવવાનું કે પેનલ અલાહાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદા વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણી હાથ ધરી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ પાંચ જજોની બંધારણીય પેનલના અન્ય સભ્યોમાં જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એન વી રમણ, જસ્ટિસ ઉદય યૂ લલિત, જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડ સામેલ છે.
સુપ્રીમ કોર્ટની 3 સભ્યનોની પેનલે ગત વર્ષ 27 ડિસેમ્બરના રોજ 2:1 ના બહુમતથી મામલાને સુપ્રીમ કોર્ટના 1994ના એક ચૂકાદામાં કરાયેલી તે ટિપ્પણીને પુર્નવિચાર માટે પાંચ સભ્યોની બંધારણીય બેન્ચ પાસે મોકલવાની ના પાડી દીધી હતી જેમાં કહેવાયું હતું કે મસ્જિદ ઈસ્લામનો અભિન્ન અંગ નથી. આ મામલો અયોધ્યા ભૂમિ વિવાદ મામલે સુનાવણી દરમિયાન ઉઠ્યો હતો.
જ્યારે મામલો ચાર જાન્યુઆરીના રોજ સુનાવણી માટે આવ્યો તો તેમાં એ વાતનો કોઈ સંકેત નહતો કે ભૂમિ વિવાદ મામલાને બંધારણીય પેનલ પાસે મોકલવામાં આવશે કારણ કે સુપ્રીમ કોર્ટ બસ એટલુ જ કહ્યું હતું કે આ મામલે રચાનારી યોગ્ય પેનલ 10 જાન્યુઆરીએ આગામી આદેશ આપશે.
નવી રચાયેલી પાંચ સભ્યોની બેન્ચમાં હાલના ચીફ જસ્ટિસ સામેલ થશે. આ ઉપરાંત ચાર અન્ય જજો પણ સામેલ થશે જે ભવિષ્યમાં સીજેઆઈ બની શકે છે. જસ્ટિસ ગોગોઈના ઉત્તરાધિકારી ન્યાયમૂર્તિ બોબડે હશે. ત્યારબાદ જસ્ટિસ રમણ, જસ્ટિસ લલિત અને જસ્ટિસ ચંદ્રચૂડનો વારો આવશે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદથી સંબંધિત 2.77 એકર ભૂમિ મામલે અલાહાબાદ હાઈકોર્ટેના 30 સપ્ટેમ્બર 2010ના 2:1 બહુમતના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ થઈ છે. હાઈ કોર્ટે આ ચુકાદામાં વિવાદાસ્પદ ભૂમિ સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાન વચ્ચે બરાબર વહેંચવાનો આદેશ આપ્યો હતો.
આ ચુકાદાને પડકારવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મે2011માં હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવાની સાથે જ વિવાદાસ્પદ સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે