દર્દીના ઓપરેશનનો સમય, ટ્રાફિકમાં ફસાયેલા ડોક્ટર કાર છોડી, ત્રણ કિમી દોડીને પહોંચ્યા હોસ્પિટલ

Inspirational Story: બેંગલુરૂમાં એક ડોક્ટરે તેવું પગલું ભર્યું જે સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થઈ રહ્યું છે. ડોક્ટરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 

દર્દીના ઓપરેશનનો સમય, ટ્રાફિકમાં ફસાયેલા ડોક્ટર કાર છોડી, ત્રણ કિમી દોડીને પહોંચ્યા હોસ્પિટલ

બેંગલુરૂઃ કર્ણાટકની રાજધાની બેંગલુરૂ પોતાના ટ્રાફિક જામ માટે બદનામ છે. અહીં થોડુ અંતર કાપતા ઘણો સમય લાગે છે. તેવામાં શહેરમાં એક ડોક્ટરે દર્દી માટે એવું પગલું ભર્યું જે સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થઈ રહ્યું છે. 

બેંગલુરૂના મણિપાલ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટેરોલોજીના સર્જન ડોક્ટર ગોવિંદ નંદકુમાર એક ઇમરજન્સી સર્જરી કરવા જઈ રહ્યાં હતા. તેમણે ગોલબ્લાડરની સર્જરી કરવાની હતી. તેઓ સરજાપુર અને મરાઠાહલ્લી વચ્ચે ટ્રાફિકમાં ફસાયા હતા. 

સર્જરી જરૂરી હતી તેથી ડોક્ટર નંદકુમારે દોડવાનો નિર્ણય લીધો. તેમણે રસ્તામાં પોતાની કાર છોડી દીધી અને 3 કિલોમીટર સુધી દોડ્યા હતા. તેમની તેની એક ક્લિપ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. 

— Govind Nandakumar MD (@docgovind) September 10, 2022

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું મારા ઘરેથી સેન્ટ્રલ બેંગલુરૂથી બેંગલુરૂ દક્ષિણમાં આવેલી મણિપાલ હોસ્પિટલ માટે દરરોજ યાત્રા કરૂ છું. હું સમય પર ઘરેળી નિકળ્યો. મારી ટીમ ઓપરેશન માટે તૈયાર હતી. હું ટ્રાફિક જામમાં ફસાઈ ગયો. મેં કાર છોડવાનો નિર્ણય લીધો અને જલદી હોસ્પિટલ તરફ ભાગ્યો. 

ડોક્ટર નંદકુમારની ટીમ દર્દીને એનેસ્થીસિયા આપી રહી હતી. ઓપરેશન થિયેટરમાં પહોંચતા જ ડોક્ટરે સર્જરી ડ્રેસ પહેરીને ઓપરેશન શરૂ કરી દીધુ હતું. આ ઓપરેશન સફળ રહ્યું અને દર્દીને હવે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

નોંધનીય છે કે ભારે વરસાદને કારણે બેંગલુરૂમાં જામ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે વાહનચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં સોશિયલ મીડિયા પર આ ડોક્ટરની પ્રશંસા કરવામાં આવી રહી છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news