Sushant Case માં જબરદસ્ત મોટો વળાંક, રિયાની વોટ્સએપ ચેટે ભાંડો ફોડી નાખ્યો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput death case) મોત કેસ મામલે મોટો ટ્વિસ્ટ આવ્યો છે. આ કેસમાં હવે એવા પુરાવા સામે આવ્યાં છે કે જે તપાસમાં ખુબ જ મહત્વની કડી સાબિત થઈ શકે છે. રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટથી ડ્રગ કનેક્શન (Drug Connection) સામે આવી રહ્યું છે. ZEE MEDIA પાસે રિયા ચક્રવર્તીની તે વોટ્સએપ ચેટ છે જેમાં તે ડ્રગ્સ અંગે વાત કરી રહી છે. 
Sushant Case માં જબરદસ્ત મોટો વળાંક, રિયાની વોટ્સએપ ચેટે ભાંડો ફોડી નાખ્યો

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput death case) મોત કેસ મામલે મોટો ટ્વિસ્ટ આવ્યો છે. આ કેસમાં હવે એવા પુરાવા સામે આવ્યાં છે કે જે તપાસમાં ખુબ જ મહત્વની કડી સાબિત થઈ શકે છે. રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટથી ડ્રગ કનેક્શન (Drug Connection) સામે આવી રહ્યું છે. ZEE MEDIA પાસે રિયા ચક્રવર્તીની તે વોટ્સએપ ચેટ છે જેમાં તે ડ્રગ્સ અંગે વાત કરી રહી છે. 

આ ચેટ્સ (Whatsapp Chat) અંગે એવું કહેવાય છે કે તે રિટ્રીવ ચેટ્સ છે. જેને રિયાએ ડિલિટ મારી હતી. પહેલી ચેટ રિયા અને ગૌરવ આર્ય વચ્ચે છે. ગૌરવને ડ્રગ્સ ડિલર ગણાવાઈ રહ્યો છે. આ ચેટમાં લખ્યું છે કે 'જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો મે વધુ  ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી.' આ મેસેજ રિયાએ 8 માર્ચ 2017ના રોજ ગૌરવને મોકલ્યો હતો. બીજી ચેટ પણ રિયા અને ગૌરવ વચ્ચે છે. જેમાં રિયાએ ગૌરવને પૂછ્યું છે કે તારી પાસે MD છે? આ MDનો અર્થ Methylene dioxy methamphetamine માનવામાં આવી રહ્યો છે. જે એક એવા પ્રકારની ડ્રગ છે જે ખુબ સ્ટ્રોંગ હોય છે. 

બીજી એક ચેટ મિરાન્ડા અને રિયા વચ્ચે છે, જેમાં મિરાન્ડા કહે છે કે 'હાય રિયા, સ્ટફ (Stuff) લગભગ ખતમ થઈ ગયો છે.' આ ચેટ 17 એપ્રિલ 2020ની છે. ત્યારબાદ મિરાન્ડા રિયાને પૂછે છે કે 'શું આપણે તે શોવિકના મિત્ર પાસેથી લઈ શકીએ? પરંતુ તેની પાસે ફક્ત હેશ અને બડ (bud) છે.' અહીં hash અને budને ઓછી તિવ્રતાવાળી ડ્રગ્સ ગણવામાં આવી રહી છે. 

સુશાંત કેસમાં ઈડીની તપાસમાં રિયાની વોટ્સએપ ચેટને લઈને આ વાતચીતનો ખુલાસો થયો છે. સીબીઆઈની ટીમ ઈડીની સાથે મળીને રિયાના ફોનના ડેટાનું વિશ્લેષણ કરી શકે છે. ઈડીની પૂછપરછ દરમિયાન રિયા ચક્રવર્તી અને તેના પરિવારના ફોન અને લેપટોપ જપ્ત થયા હતાં. આ અગાઉ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે સુશાંતના મોત અગાઉ દુબઈના કોઈ ડ્રગ ડીલર સાથે મુલાકાત થઈ હતી. મંગળવારે સુશાંત સિંહના ઘરમાં રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ સીબીઆઈએ ડીઆરડીઓ (DRDO) ગેસ્ટ હાઉસમાં લગભગ 14 કલાક લાંબી પૂછપરછ કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ CBIની 5 દિવસની અત્યાર સુધીની તપાસમાં સિદ્ધાર્થ પિઠાની સૌથી મોટી શંકાસ્પદ વ્યક્તિ છે. સીબીઆઈ તપાસમાં સિદ્ધાર્થ પિઠાનીની અનેકવાર પૂછપરછ કરી રહી છે. 

(ઈનપુટ અંકૂર ત્યાગી અને નિત્યાનંદ શર્મા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news