UP માં કઈંક નવું રંધાઈ રહ્યું છે!, કેન્દ્રીયમંત્રી રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા
કિસાન આંદોલનમાં ટિકૈત પરિવારે મહત્વની ભૂમિકા ભજવી છે.
Trending Photos
મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો ગરમાવો છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતને મળવા માટે પહોંચ્યા. જો કે કહેવાય છે કે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન નરેશ ટિકૈતની તબિયતના હાલ જાણવા માટે તેમના ઘરે પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે કિસાન આંદોલનમાં ટિકૈત પરિવારે મહત્વની ભૂમિકા ભજવી છે.
આજે દિલ્હીમાં ભાજપ કોર ગ્રુપની બેઠક થઈ રહી છે. જેમાં 231 વિધાનસભા બેઠકો પર ટિકિટ આપવા અંગનો નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા, યુપી ભાજપ સંગઠન મહામંત્રી સુનીલ બંસલ અને અન્ય મોટા નેતાઓ પણ સામેલ થશે.
અત્રે જણાવવાનું કે ભાજપ યુપી વિધાનસભા ચૂંટણી માટે 107 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂક્યો છે. ભાજપે 63 વિધાયકોને ફરીથી તક આપી છે. જ્યારે 20 વિધાયકોની ટિકિટ કપાઈ છે. ભાજપે 21 નવા ચહેરાને તક આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે