Karnataka Assembly Election 2023: કર્ણાટક ચૂંટણી માટે BJP ની પ્રથમ યાદી જાહેર, 53 નવા ચહેરાને તક, યેદિયુરપ્પાના પુત્ર અહીંથી લડશે ચૂંટણી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ ગઈ છે. કુલ 189 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. લાંબા મંથન અને અનેક ફેરફાર બાદ ભાજપે આ યાદી જાહેર કરી છે.

Karnataka Assembly Election 2023: કર્ણાટક ચૂંટણી માટે BJP ની પ્રથમ યાદી જાહેર, 53 નવા ચહેરાને તક, યેદિયુરપ્પાના પુત્ર અહીંથી લડશે ચૂંટણી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ ગઈ છે. કુલ 189 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. લાંબા મંથન અને અનેક ફેરફાર બાદ ભાજપે આ યાદી જાહેર કરી છે. આ વખતે નવી પેઢીને તક અપાઈ છે. અનેક બેઠકો પર પ્રયોગો સ્વરૂપે મોટા મોટા રાજકીય દાવ ખેલાયા છે. 

મોટી વાત એ છે કે આ વખતે ભાજપે પોતાની પહેલી યાદીમાં 8 મહિલાઓ, 32 OBC, 30 SC, 16 ST, 5 વકીલ, 9 ડોક્ટરોને તક આપી છે. અસલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન એ વાત પર ભાર મૂક્યો હતો કે નવા ચહેરાને તક આપવી જરૂરી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે દાગી નેતાઓથી અંતર જાળવવાનું છે અને પરિવારવાદને પ્રોત્સાહન આપવાનું નથી. હવે આ શિખામણ બાદ લિસ્ટમાં અનેક ફેરફાર કરાયા છે. 

— ANI (@ANI) April 11, 2023

— ANI Digital (@ani_digital) April 11, 2023

મહત્વના નેતાઓને ક્યાંથી મળી ટિકિટ
જે યાદી સામે આવી છે તે મુજબ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને એકવાર ફરીથી શિગગાંવથી ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે આર અશોકને કનકપુરથી ટિકિટ મળી છે. જેઓ કોંગ્રેસના દિગ્ગજ ડી કે શિવકુમાર સામે મુકાબલો કરસે. ચન્નાપટનામાં પૂર્વ સીએમ એચ ડી કુમારસ્વામી સામે સીપી યોગેશ્વર મેદાનમાં છે. યોગેશ્વર આ ઉપરાંત પદ્મનાભનગર સીટથી પણ ભાગ્ય અજમાવી રહ્યા છે. ડોક્ટર કે સુધાકરને પાર્ટીએ ચિકબલપુરથી તક આપી છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્રને શિકારીપુરા સીટથી ટિકિટ મળી છે. અનેક સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સવાડીને અથનીથી ટિકિટ મળી નથી. 

State Minister B Sriramulu to contest from Bellary Rural seat pic.twitter.com/jte7441c7g

— ANI (@ANI) April 11, 2023

ભાજપના નેતા અરુણ સિંહે જણાવ્યું કે પાર્ટીએ 52 નવા ચહેરાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં ભાજપ પ્રચંડ બહુમતથી ફરીથી સરકાર બનાવશે. કોંગ્રેસ ગ્રાઉન્ડ પર નથી. ત્યાં જૂથબાજી છે  જ્યારે જનતા દળ (સેક્યુલર) એક ડૂબતું જહાજ છે. 

ચૂંટણી પ્રક્રિયાની વાત કરીએ તો 13 એપ્રિલથી નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ જશે જે 20 એપ્રિલ સુધી ચાલશે. જ્યારે રાજ્યમાં 10 મેના રોજ મતદાન થશે અને 13મી મે પરિણામનો દિવસ રહેશે. આ વખતે ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટી પણ ઉતરી છે. પાર્ટીએ તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત  કરી છે. તેમના તરફથી ઉમેદવારોની એક યાદી પણ જાહેર થઈ છે. કોંગ્રેસે પણ યાદી બહાર પાડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news