Farmers Protest: ગુપ્ત રિપોર્ટ પર બોલ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત, 'કોઇ શંકાસ્પદ મળે તો તાત્કાલિક જેલ મોકલો'
અલ્ટ્રા-લેફ્ટ નેતાઓ અને પ્રો-લેફ્ટ વિંગના ચરમપંથી તત્વોએ ખેડૂત આંદોલનને હાઇજેક કરી લીધું છે. તો બીજી તરફ ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે ખેડૂતો વચ્ચે કોઇપણ રાષ્ટ્ર-વિરોધી તત્વ ફરી રહ્યા નથી.
Trending Photos
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા નવા કાયદા વિરૂદ્ધ દિલ્હીના સિંધુ બોર્ડર પર 17 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો સાથે ઘણીવાર વાર્તા કરી પરંતુ તે હજુ પણ દિલ્હીની સીમાઓ પર ડટેલા છે અને માંગોને લઇને પાછી પાની કરવા માટે તૈયાર નથી. ખેડૂતોએ આંદોલન તેજ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન સમાચાર છે કે અલ્ટ્રા-લેફ્ટ નેતાઓ અને પ્રો-લેફ્ટ વિંગના ચરમપંથી તત્વોએ ખેડૂત આંદોલનને હાઇજેક કરી લીધું છે. તો બીજી તરફ ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે ખેડૂતો વચ્ચે કોઇપણ રાષ્ટ્ર-વિરોધી તત્વ ફરી રહ્યા નથી.
ગુપ્તચર એજન્સીને સલાહ
રાકેશ ટિકૈતએ આંદોલન મંચ પરથી ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ આવ્યા પછી બની રહીલે સ્થિતિ પર ચર્ચા કરી. તો બીજી તરફ તેમણે એ પણ કહ્યું કે જો ગુપ્તચર એજન્સીઓને લાગે છે કે આંદોલનમાં તોફાની તત્વો જોડાઇ ગયા છે તો તેમને કોઇ પણ એવી વ્યક્તિ મળે તો તાત્કાલિક તેમની ઓળખ કરી જેલમાં નખાવી દેવો જોઇએ.
આંદોલનમાં નથી કોઇ રાષ્ટ્રવિરોધી તત્વ
રાકેશ ટિકૈતએ કહ્યું કે 'જો બૈન કરવામાં આવેલી સંસ્થાઓના લોકો અમારી આસપાસ જોવા મળી રહ્યા છે તો સેંટ્રલ ઇંટેલિજેંસને તેમને પકડીને જેલ મોકલવા જોઇએ. અમને અમારા આંદોલનકર્તાઓ વચ્ચે એવો કોઇ વ્યક્તિ દેખાતો નથી. જો અમને કોઇ મળ્યું તો અમે તેમને બહાર નિકાળી દઇશું. રાકેશ ટિકૈતએ કહ્યું કે આ માર્ચ દ્વારા અમારા મુદ્દાઓને સાંભળવા માટે સરકારે એક મેસેજ આપવા માંગીએ છીએ.
ખેડૂત આંદોલનમાં જોવા મળ્યા શરજીલ, ખાલિદના મુક્તિના પોસ્ટ
જોકે ગુપ્ત સૂત્રોના અનુસાર ખેડૂત આંદોલન સાથે જોડાયેલા એક રિપોર્ટ સરકારને મોકલી દીધો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અલ્ટ્રા-લેફ્ટ નેતાઓ અને પ્રો-લેફ્ટ વિંગના ચરમપંથી તત્વોએ ખેડૂતોના આંદોલનને હાઇજેક કરી લીધું છે. જોકે ખેડૂત આંદોલન વચ્ચે ગુરૂવારે માનવાધિકાર દિવસના અવસર પર ટિકરી બોર્ડર પર પ્રદર્શન કરવામાં આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે