Budget 2021: બજેટની મોટી વાતો, શું થયું મોંઘુ અને શું થયું સસ્તું...તમામ અપડેટ માટે કરો ક્લિક
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ સંસદ(Parliament) રજુ કર્યું. આ વખતે તેમણે ડિજિટલ રીતે બજેટ રજુ કર્યું.
Trending Photos
Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ સંસદ(Parliament) રજુ કર્યું. આ વખતનું બજેટ અન્ય બજેટ કરતા અલગ હતું કારણ કે તે અનેક પડકારો વચ્ચે રજુ થયું. નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મહત્વની જાહેરાત કરી.
બજેટની મહત્વની જાહેરાતો...
- પેટ્રોલ પર પ્રતિ લીટર 2.50 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 4 રૂપિયા કૃષિ સેસ લગાવવામાં આવ્યો. જો કે જનતા પર કોઈ અસર નહીં.
- ક્રૂડ પામ ઓઈલ પર 17.5 ટકા સેસ લગાવવામાં આવ્યો.
- ગોલ્ડ સિલ્વર પર 2.5 ટકા કૃષિ સેસ લગાવવામાં આવ્યો.
- ગોલ્ડ, સિલ્વરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીની 7.5 ટકા કરવામાં આવી.
- કપાસની આયાત પર ટેક્સ લગાવવામાં આવ્યો.
- એક ઓક્ટોબરથી નવી કસ્ટમ ડ્યૂટી લાગુ થશે.
- કોપર પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી.
- સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 7.5 ટકા કરવામાં આવી. લોખંડ અને સ્ટીલના ઉત્પાદનો સસ્તા થશે.
- મોબાઈલ ઉપકરણો પર કસ્ટમ ડ્યૂટી 2.5 ટકા વધારી, ઈલેક્ટ્રિક સામાન મોંઘો થશે. મોબાઈલ અને તેના ચાર્જર મોંઘા થશે.
- સ્ટાર્ટ અપ પર 31 માર્ચ 2022 સુધી ટેક્સ છૂટ ચાલુ રહેશે.
- સસ્તા ઘરો પર 1.5 લાખ છૂટની લિમિટ એક વર્ષ
- ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.
- 3 વર્ષ જૂના ટેક્સના પેન્ડિંગ કેસ ખોલવામાં નહીં આવે. ગંભીર મામલામાં જ 10 વર્ષ જૂના કેસ ખોલાશે.
- NRI ને ઓડિટમાં છૂટ મળશે.
- 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સ ભરવામાં રાહત, પેન્શનની આવક પર ટેક્સ નહીં આપવો પડે. આઈટી રિટર્ન ફાઈલ કરવામાં પણ મળી મુક્તિ
- નાણાકીય વર્ષ 2022માં 12 લાખ કરોડ રૂપિયા કરજ લેવામાં આવશે.
I propose to reduce the time limit for reopening of assessments (tax assessments) to 3 years from the present 6 years: FM Nirmala Sitharaman#UnionBudget pic.twitter.com/jTa53F2lPv
— ANI (@ANI) February 1, 2021
- નાણાકીય વર્ષ 2021માં નાણાકીય ખાધ જીડીપીના 9.5 ટકા રહેશે.
- ડિજિટલ વસ્તીગણતરી પર 3768 કરોડ રૂપિયા ખર્ચ કરશે
- આગામી વસ્તીગણતરી ડિજિટલ રીતે કરાશે.
- ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ
- નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પર 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે.
- મહિલાઓ હવે કોઈ પણ શિફ્ટમાં કામ કરી શકશે.
-માનવ રહિત અવકાશયાન ડિસેમ્બર 2021માં છોડવામાં આવશે.
- આદિવાસી વિસ્તારોમાં 750 એકલવ્યૂ શાળાઓ ખોલવામાં આવશે.
- દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવામાં આવશે.
- એન્જિનિયરિંગ ડિપ્લોમા પર વધુ ભાર રહેશે.
- ઉચ્ચ શિક્ષણ કમિશનની રચના અંગે આ વર્ષથી કામ શરૂ થશે.
100 new Sainik schools will be set up in partnership with NGOs, private schools, and states. We would be introducing the legislation this year to implement the setting-up of Higher Education Commission of India: FM Nirmala Sitharaman. #Budget2021 pic.twitter.com/kAwIRZBNeI
— ANI (@ANI) February 1, 2021
- 15 હજાર આદર્શ સ્કૂલ ખોલવામાં આવશે. લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ખોલવામાં આવશે.
- 5 નવા ફિશિંગ હબ ખોલવાની પણ યોજના
- APMC ના એગ્રી ઈન્ફ્રા ફંડ બનાવવાની જાહેરાત
- 1000 નવી ઈ મંડીઓ ખોલવામાં આવશે.
- ખેડૂતોને કરજ માટે 16.5 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી
- ધાન ખેડૂતોને નાણાકીય વર્ષ 2021માં 1.7 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી.
- સરકારે 7 વર્ષમાં બમણા કરતા વધુ ધાન ખરીદ્યું. ઘઉની MSP દોઢ ગણી કરવામાં આવી. ઘઉ ઉગાડનારા ખેડૂતોની સંખ્યા વધી.
- ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને તેમના પાક માટે MSP થી દોઢ ગણી કિંમત આપવાનો પ્રયત્ન. ખેડૂતોને 75 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યાં.
- IDBI નું ખાનગીકરણ કરશે.
- રોકાણના કામોમાં વધુ તેજી લાવવામાં આવશે. BPCL, CONCOR ને પણ સરકાર વેચશે.
-એર ઈન્ડિયાને વેચવામાં આવશે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનને વેચશે.
- બેન્કોની NPA ની સમસ્યાના નિવારણ માટે AMC બનાવવાની જાહેરાત.
- સરકારી બેન્કોમાં 20,000 કરોડ રૂપિયાની પૂંજી નાખવામાં આવશે.
- ઈન્ફ્રા સેક્ટર પર 5.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરાશે.
- આ વર્ષે LIC નો આઈપીઓ આવશે
- જમ્મુ અને કાશ્મીરમાં ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે.
- બેન્કોની NPA ની સમસ્યાને પહોંચી વળવા માટે 'બેડ બેન્ક'ની જાહેરાત કરવામાં આવી.
- વીમા સેક્ટરમાં 74 ટકા FDI ને મળી મંજૂરી
- ગ્રાહકો હવે મરજી પ્રમાણે પાવર ડિસ્ટ્રીબ્યૂટર પસંદ કરી શકશે.
- પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ- કોરોનાના સમયે પણ પેટ્રોલિયમ સપ્લાયમાં અડચણ આવી નથી. ઉજ્જવલા સ્કિમથી અત્યાર સુધીમાં 8 કરોડ પરિવારોને ફાયદો થયો. એક કરોડ નવા પરિવારો જોડાશે. 100 નવા શહેર સિટી ગેસ વિતરણમાં જોડવામાં આવશે.
- નેશનલ રેલ પ્લાન 2030 તૈયાર છે. ફ્યૂચર રેડી રેલ સિસ્ટમ બનાવવી સરકારનો લક્ષ્યાંક. મેક ઈન ઈન્ડિયા પર ફોકસ છે. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન ફ્રેટ કોરિડોર જૂન 2022 સુધીમાં તૈયાર થઈ જશે. સોન નગર-ગોમો સેક્શન પીપીપી મોડ પર બનશે.
- 2021-22નું બજેટ 6 સ્તંભો પર ટકેલું છે. પહેલો સ્તંભ છે સ્વાસ્થ્ય અને કલ્યાણ, બીજો ભૌતિક અને નાણાકીય પૂંજી અને અવસંરચના, ત્રીજો આકાંક્ષી ભારત માટે સમાવેશી વિકાસ, ચોથો- માનવપૂંજીમાં નવજીવનનો સંચાર કરવો, પાંચમો- નવાચાર અને અનુસંધાન તથા વિકાસ, અને 6ઠ્ઠો સ્તંભ ન્યૂનતમ સરકાર અને મહત્તમ શાસન.
- રેલવે બજેટ પર 1.1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરાશે.
The Budget proposals for 2021-12 rest on six pillars —health & well-being, physical & financial capital & infrastructure, inclusive development for aspirational India, reinvigorating human capital, innovation & R&D, Minimum Govt & Maximum Governance: FM Nirmala Sitharaman pic.twitter.com/Rno0iMc8JR
— ANI (@ANI) February 1, 2021
- ઈસ્ટર્ન, વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર 2022 સુધીમાં પૂરા થશે. રોડ મંત્રાલય 1.18 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.
- 11000 કિલોમીટરના હાઈવેનું કામ પૂરું થયું. માર્ચ 2022 સુધીમાં 8500 કિલોમીટરના હાઈવે બની જશે.
- નાણામંત્રીએ કહ્યું કે તામિલનાડુમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટ (1.03 લાખ કરોડ) જેમાં ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે. કેરળમાં પણ 65 હજાર કરોડ રૂપિયાના નેશનલ હાઈવે બનાવવામાં આવશે. મુંબઈ-કન્યાકુમારી ઈકોનોમિક કોરિડોરની પણ જાહેરાત. પશ્ચિમ બંગાળમાં પણ કોલકાતા-સિલિગુડી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત. નાણામંત્રીએ આસામમાં આગામી ત્રણ વર્ષમાં હાઈવે અને ઈકોનોમિક કોરિડોરની જાહેરાત કરી.
- ટિયર-2, ટિયર-3 શહેરોમાં ગેસ પાઈપલાઈનનો વિસ્તાર થશે. 2021-22માં 4.39 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્યાંક છે.
- ઈન્ફ્રા સેસ્ટરને મોટો બૂસ્ટ આપવાની તૈયારી, ડેવલપમેન્ટ ફાઈનાન્સ કંપની પર 20,000 કરોડનું રોકાણ કરાશે.
- દેશભરમાં 75 હજાર હેલ્થ સેન્ટર્સ બનાવવામાં આવશે.
- 17 નવા પબ્લિક હેલ્થ યુનિટ શરૂ કરાશે.
- સ્વાસ્થ્ય બજેટ 94 હજાર કરોડથી વધારીને 2.23 લાખ કરોડ કરવામાં આવ્યું.
- જળ જીવન પર 2.87 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
- 7 બાયો સેફ્ટી સ્તરના 3 લેબ, વાયરોલોજી લેબની પણ રચના કરાશે.
- 112 જિલ્લાઓમાં પોષણ અભિયાનની વ્યવસ્થાને વધુ સારી બનાવવામાં આવશે.
- 15 હેલ્થ ઈમરજન્સી સેન્ટર અને 2 મોબાઈલ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.
આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાતનાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત કરી. પ્રિવેન્ટિવ, ક્યૂરેટિવ, અને વેલ બીઈંગ પીએમ આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજના શરૂ થશે. સરકાર તરફથી 64180 કરોડ રૂપિયા આ માટે આપવામાં આવ્યા છે અને સ્વાસ્થ્યના બજેટને વધારવામાં આવ્યું છે. આ સાથે સરકાર તરફથી WHO સાથે સ્થાનિક મિશનને પણ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કોરોના રસી માટે પણ 35 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી. નાણામંત્રીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્રના બજેટને 137 ટકા વધારવામાં આવ્યું છે.
PM મોદીએ ગરીબો માટે ખજાનો ખોલ્યો
નાણામંત્રીએ કહ્યું કે પીએમ મોદીએ ગરીબ વર્ગના લોકો માટે ખજાનો ખોલ્યો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર યોજના મિની બજેટ જેવી જ છે. આત્મનિર્ભર પેકેજે રિફોર્મને આગળ વધાર્યા. વન નેશન, વન રાશન કાર્ડ, પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ, ફેસલેસ ઈન્કમ ટેક્સ, અસેસમેન્ટ જેવા સુધારા આગળ વધારવામાં આવ્યા.
The Government stretched its resources for the benefit of the poorest of the poor. The PM Garib Kalyan Yojana, the three Aatma Nirbhar Bharat packages and subsequent announcements were like five mini-budgets in themselves: FM Nirmala Sitharaman#UnionBudget2021 pic.twitter.com/ul7vIht667
— ANI (@ANI) February 1, 2021
મુશ્કેલ સમયમાં છે ગ્લોબલ ઈકોનોમી
નાણામંત્રીએ કહ્યું કે આ વખતનું બજેટ ડિજિટલ બજેટ છે અને એવા સમયે આવી રહ્યું છે કે જ્યારે દેશની જીડીપી સતત બે વાર માઈનસમાં ગઈ છે. પરંતુ આ ગ્લોબલ ઈકોનોમી સાથે આવું થયું છે. વર્ષ 2021 ઐતિહાસિક વર્ષ થવા જઈ રહ્યું છે. જેના પર દેશની નજર છે. મુશ્કેલ સમયમાં પણ મોદી સરકારનું ફોકસ ખેડૂતોની આવક બમણી કરવા, વિકાસની ઝડપ વધારવા અને લોકોને સહાયતા પહોંચાડવા પર છે.
કોરોનાકાળમાં પાંચ મિની બજેટ આવ્યા-નાણામંત્રી
નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર તરફથી આત્મનિર્ભર ભારત પેકેજ, અનેક યોજનાઓને કોરોનાકાળમાં દેશ સામે લાવવામાં આવ્યા. જેથી કરીને અર્થવ્યવસ્થાની ઝડપ વધારી શકાય. આત્મનિર્ભર ભારત પેકેજમાં કુલ 27.1 લાખ કરોડ રૂપિયાની મદદ કરાઈ. આ તમામ પાંચ મિની બજેટ સમાન હતા.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું છે.
- કેબિનેટની બેઠકમાં બજેટને ઔપચારિક મંજૂરી આપી દેવાઈ છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજુ કરશે. હવે બેઠક શરૂ થઈ છે.
- કોંગ્રેસના સાંસદો જસબીર સિંહ ગીલ અને ગુરજીત સિંહ આહૂજા કૃષિ કાયદાનો વિરોધ વ્યક્ત કરવા માટે સંસદમાં કાળા કપડાં પહેરીને આવ્યા છે.
Delhi: Congress MPs Jasbir Singh Gill and Gurjeet Singh Aujla wear a black gown to the Parliament, as a mark of their protest against the three #FarmLaws pic.twitter.com/OjzM22zOCW
— ANI (@ANI) February 1, 2021
- નાણામંત્રી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ હવે સંસદ ભવન પહોંચી ગયા છે. થોડીવારમાં મોદી કેબિનેટની બેઠક શરૂ થશે જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.
Delhi: Union Cabinet's meeting begins ahead of the presentation of #UnionBudget 2021-22 by Finance Minister Nirmala Sitharaman at the Parliament today.
— ANI (@ANI) February 1, 2021
- નાણામંત્રી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ હવે સંસદ ભવન પહોંચી ગયા છે. થોડીવારમાં મોદી કેબિનેટની બેઠક શરૂ થશે જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.
Delhi: Finance Minister Nirmala Sitharaman and MoS Finance & Corporate Affairs Anurag Thakur arrive at the Parliament. #Budget2021 pic.twitter.com/40RhaoNMUm
— ANI (@ANI) February 1, 2021
- બજેટ રજુ કરતા પહેલા નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને ત્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી.
- સંસદમાં બજેટ રજુ થતા પહેલા સેન્સેક્સમાં જબરદસ્ત ઉછાળો, 401 અંકોના વધારા સાથે 46,687 પોઈન્ટ પર ખુલ્યો સેન્સેક્સ.
- આ બજેટ સંપૂર્ણ રીતે પેપરલેસ છે. આથી નાણામંત્રી નિર્મલા સીતારમણ મેડ ઈન ઈન્ડિયા ટેબલેટમાં બજેટ વાંચશે. આ ડિઝિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપનારું પગલું છે.
- ઝી મીડિયા સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે યુનિયન બજેટ મેડ ઈન ઈન્ડિયા ટેબલેટમાં રજુ કરવામાં આવશે.
Delhi: Finance Minister Nirmala Sitharaman will present and read out the #UnionBudget 2021-22 at the Parliament through a tab, instead of the traditional 'bahi khata'. pic.twitter.com/Ir5qZYz2gy
— ANI (@ANI) February 1, 2021
- નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા
Delhi: Finance Minister Nirmala Sitharaman arrives at the Ministry of Finance. She will present the #UnionBudget 2021-22 in the Parliament today. pic.twitter.com/rtS3izUHcm
— ANI (@ANI) February 1, 2021
- નાણામંત્રી નિર્મલા સિતારમણ થોડીવારમાં પોતાના ઘરેથી નીકળશે.
- નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન, આત્મનિર્ભરવાળું બજેટ હશે.
- નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર નાણા મંત્રાલય પહોંચ્યા.
અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝની આશા
નાણામંત્રી નિર્મલા સીતારમણ ( FM Nirmala Sitharaman ) આજે સંસદમાં સામાન્ય બજેટ (Budget 2021) રજુ કરશે. કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં લોકોને બૂસ્ટર ડોઝનો ઈન્તેજાર છે. આ બધા વચ્ચે સરકારે પોતાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે ખુબ કવાયત કરવી પડશે. નાણામંત્રીએ કહ્યું છે કે બજેટ એવું હશે કે જે પહેલા ક્યારેય જોયું નહીં હોય. પરંતુ પીએમ મોદી (PM Narendra Modi) એ તેના મિની બજેટ હોવાના સંકેત આપ્યા છે. આ બાજુ આ વખતે બજેટ ( Budget 2021 ) ખેડૂતો માટે ઘણું અલગ હોઈ શકે છે. જેનું એક કારણ એ છે કે અત્યારે અનેક ખેડૂતો મોદી સરકારે પાસ કરેલા ખેતી કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એવી આશા છે કે આ વખતે બજેટમાં ખેડૂતો માટે અનેક નવી યોજનાઓ લાવવામાં આવી શકે છે. અથવા તો પછી જૂની યોજનાઓનો વિસ્તાર થઈ શકે છે. આવામાં અનેક લોકો એમ પણ વિચારે છે કે શું ખેડૂતોની આવક ઉપર પણ ટેક્સ લાગે છે. લાગે છે તો કેટલો અને નથી લાગતો કેમ નથી લાગતો?
ડિજિટલ બજેટ
આ વખતે બજેટની કોપી પ્રિન્ટ નહીં હોય. ડિજિટલ રીતે બજેટના ડોક્યૂમેન્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારે બજેટ માટે એક નવી મોબાઈલ એપ પણ ડેવલપ કરાવી છે.
પગારદારો અને મિડલ ક્લાસને ખુબ આશા
પગારદાર લોકો અને મિડલ ક્લાસને નાણામંત્રી પાસેથી ખુબ આશા છે. પગારદાર વર્ગ ઈચ્છે છે કે નાણામંત્રી આવકવેરામાં રાહત અંગે કોઈ મોટી જાહેરાત કરે. આવકવેરામાં મળી રહેલી 2.5 લાખ રૂપિયાની બેઝિક છૂટને વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે