રાજસ્થાન સરકારનું નવું ફરમાન, CBI તપાસ માટે લેવી પડશે મંજૂરી
Trending Photos
નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) સરકારે રાજકીય સંકટ વચ્ચે CBI તપાસને લઇને મોટો નિર્ણય લીધો છે. પ્રેદશમાં હવે CBI સીધી કોઇ કેસની તપાસ કરી શકશે નહીં. કોઇપણને કેસની તપાસ પહેલા રાજ્ય સરકારની મંજુરી લેવી પડશે. પ્રદેશના ગૃહ વિભાગે આ સંબંધમાં સૂચના જારી કરી છે.
સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિના અનુસાર કોઇ કેસ પર સમંતી આપશે. સરકારે આ પહેલા પણ તમામ સામાન્ય સમંતી રદ કરી દીધી છે. જોકે વિશિષ્ટ વ્યક્તિગત કેસમાં સમંતી રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગેહલોત સરકારે સીબીઆઇને લઇને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રાજ્યમાં કોંગ્રેસ સરકારને લઇને રાજકીય ખેચતાણ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે, દબાણ બનાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, રાજસ્થાનમાં થોડા દિવસ પહેલા અશોક ગેહલોતના કથિત નજીકના મિત્રોના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. સાથે જ આવકવિભાગે સીએમ ગેહલોતના ચાર કથિત નજીકના લોકોની પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. આ તમામને આવાકવેરાની કલમ 131 અંતર્ગત નોટિસ મોકલી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે