સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ આપેલો જવાબ સાંભળી ચિંતામાં મુકાય જશે યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓ

સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કેન્દ્રએ કહ્યું કે ભારતીય વિશ્વવિદ્યાલયોમાં મેડિકલ વિદ્યાર્થીઓને રાખી શકાય નહીં. વિદ્યાર્થીઓ પોતાની યુક્રેનની કોલેજમાંથી અપ્રૂવલ લીધા બાદ અન્ય દેશોમાં ટ્રાન્સફર લેવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. 
 

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ આપેલો જવાબ સાંભળી ચિંતામાં મુકાય જશે યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓ

નવી દિલ્હીઃ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓનો કેસ કોર્ટમાં વિચારણા હેઠળ છે. કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કેન્દ્રએ કહ્યું કે ભારતીય વિશ્વવિદ્યાલયોમાં મેડિકલ વિદ્યાર્થીઓને રાખી શકાય નહીં. વિદ્યાર્થીઓ પોતાની યુક્રેનની કોલેજમાંથી અપ્રૂવલ લીધી બાદ અન્ય દેશોમાં ટ્રાન્સફર લેવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. 

સરકારે કહ્યું, ખરાબ નીટ સ્કોર કે સસ્તી કોલેજ ફીને કારણે યુક્રેનમાં મેડિકલ કોલેજોને પસંદ કરી છે. જો ઓછા નીટ સ્કોરવાળા વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવે તો પહેલાથી ભણી રહેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી શકે છે. ઓછા નીટ સ્કોરવાળા યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને ભારતીય કોલેજોમાં એડમિશન આપવું દેશના મેડિકલ શિક્ષણના માપદંડને પ્રભાવિત કરશે. 

કોર્ટમાં દાખલ કર્યું એફિડેવિડ
સુપ્રીમ કોર્ટને આપેલા એફિડેવિડમાં કેન્દ્રએ કહ્યું- આ વાત વિનમ્રતાપૂર્વક ધ્યાનમાં લાવવા ઈચ્છીએ છીએ કે જો આ વિદ્યાર્થીઓને (a) ખરાબ મેરિટ છતાં દેશની સૌથી પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન આપવામાં આવ્યું તો તે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે જે ઓછા નીટ સ્કોરને કારણે ઓ કોલેજમાં એડમિશન લઈ શક્યા નથી અને ઓછી પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન લેવું પડ્યું છે. (b) ખાનગી કોલેજોમાં એડમિશન આપવામાં આવે તો આવી કોલેજોની ફી યુક્રેનની યુનિવર્સિટીની ફી કરતા વધુ હશે, જેને ભરવા વિદ્યાર્થીઓ સક્ષમ હશે નહીં.

એફિડેવિડમાં કેન્દ્રએ કહ્યું- કોમન નીટ પરીક્ષા 2018થી આયોજીત કરવામાં આવી રહી છે અને માત્ર 50 ટકાથી વધુ સ્કોર હાસિલ કરનાર ઉમેદવારો ભારતીય સ્વાસ્થ્ય સંસ્થાઓમાં એડમિશન માટે પાત્ર છે. કેન્દ્રનું કહેવું છે કે વિદ્યાર્થીઓ નીટ પરીક્ષામાં ખરાબ સ્કોર કે સસ્તી ફીમાં અભ્યાસ માટે યુક્રેનની યુનિવર્સિટીઓમાં ગયા હતા. 

નોંધનીય છે કે યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સરકાર આ વિદ્યાર્થીઓને બીજા દેશમાં અભ્યાસ કરવાની મંજૂરી આપવાના પક્ષમાં છે પરંતુ ભારતીય કોલેજોમાં એડમિશન આપવામાં અસહમતિ વ્યક્ત કરી રહી છે. સુપ્રીમ કોર્ટ જલદી આ મામલામાં પોતાનો ચુકાદો આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news