મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા, અહીંથી કરો ખરીદી
Bharat Brand Wheat: ઘઉંનો લોટ પાંચ તથા 10 કિલોગ્રામના પેકમાં 30 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરથી ઉપલબ્ધ હશે. જ્યારે ચોખા 34 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી વેચવામાં આવશે.
Trending Photos
Cheap Wheat Price: કેન્દ્ર સરકારે મંગળવારે ગ્રાહકોને ઊંચા ભાવથી રાહત આપવા માટે રાહત દરે 'ભારત' બ્રાન્ડ હેઠળ ઘઉંના લોટ અને ચોખાના છૂટક વેચાણનો બીજો તબક્કો શરૂ કર્યો છે.
સહકારી મંડળીઓ નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF), નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) અને કેન્દ્રીય દ્વારા પાંચ અને 10 કિલો માટે ઘઉંનો લોટ રૂ. 30 પ્રતિ કિલો અને ચોખા રૂ. 34 પ્રતિ કિલોના દરે ભંડાર અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પેકેટમાં વેચવામાં આવશે.
ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ સહકારી મંડળીઓની 'મોબાઈલ વાન'ને લીલી ઝંડી બતાવ્યા બાદ જણાવ્યું હતું કે, "ગ્રાહકોને રાહત આપવા માટે આ એક અસ્થાયી હસ્તક્ષેપ છે."
34 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે ચોખા
સરકારે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ હેઠળ બીજા તબક્કામાં છૂટક હસ્તક્ષેપ માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) પાસેથી 3.69 લાખ ટન ઘઉં અને 2.91 લાખ ટન ચોખાની ફાળવણી કરી છે.
જોશીએ કહ્યુ- જ્યાં સુધી આ જથ્થો છે ત્યાં સુધી સસ્તા ભાવે વેચાણ ચાલુ રાખવામાં આવશે. જો વધુ જરૂર પડશે તો પણ અમારી પાસે ભંડાર છે અને અમે ફરી ફાળવણી કરીશું.
નવી કિંમતના માળખા હેઠળ, ઘઉંનો લોટ પાંચ અને 10 કિલોના પેકમાં 30 રૂપિયા પ્રતિ કિલોના દરે ઉપલબ્ધ થશે, જ્યારે ચોખા 34 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચવામાં આવશે. પ્રથમ તબક્કાના ભાવમાં અનુક્રમે રૂ. 27.5 અને રૂ. 29 પ્રતિ કિલોથી થોડો વધારો થયો છે.
બજારમાં કિંમતોને નિયંત્રિત કરવાનો ઈરાદો
પ્રથમ તબક્કામાં ચોખાના ઓછા વેચાણ પર જોશીએ કહ્યું કે સરકારનો ઈરાદો કારોબાર કરવાનો નથી. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ગ્રાહકોને રાહત આપવા અને બજારમાં કિંમતોને નિયંત્રિત કરવાનો છે. તેમણે કહ્યું કે જો માંગ કરવામાં આવી તો સરકાર નાના આકારના પેટેક લાવવા પર વિચાર કરશે.
જોશીએ ચોખાના સરપ્લસ સ્ટોક હોવા છતાં ભાવમાં સ્થિરતા સમજવા માટે અભ્યાસ કરવા જણાવ્યું હતું. જો કે, તેમણે કહ્યું કે સામાન્ય ગુણવત્તાની જાતોમાં માત્ર નજીવી વધઘટ સાથે ભાવ મોટાભાગે નિયંત્રણમાં છે.
પ્રથમ તબક્કામાં ઓક્ટોબર 2023 થી 30 જૂન 2024 સુધી 15.20 લાખ ટન ઘઉંનો લોટ અને 14.58 લાખ ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોશીએ ખાતરી આપી હતી કે ભવિષ્યમાં જરૂર પડ્યે સતત હસ્તક્ષેપ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે ખાદ્ય રાજ્ય મંત્રી બી.એલ. વર્મા અને ખાદ્ય સચિવ સંજીવ ચોપરા પણ હાજર હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે