LJP માં બબાલ યથાવત, હવે ચિરાગે કાકા સહિત પાંચેય બળવાખોર સાંસદોને પાર્ટીમાંથી હટાવ્યા
બિહારમાં હવે કાકા ભત્રીજા વચ્ચે પાર્ટીમાં વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ છે. ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ આમને-સામને આવી ગયા છે.
Trending Photos
નવી દિલ્હી/પટનાઃ LJP માં ઉથલ-પાથળ વચ્ચે ચિરાગ પાસવાન (Chirag Paswan) પણ હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. ચિરાગે એલજેપી કાર્યસમિતિની વર્ચ્યુઅલ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. બળવાખોર પાંચ સાંસદોને પાર્ટીમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેતા પાર્ટી અધ્યક્ષ પદ પર પોતાનો દાવો કર્યો છે. તો કાકા પશુપતિ પારસ વિરૂદ્ધ ચિરાગના સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચિરાગના સમર્થકોએ પટના એલજેપી કાર્યાલયમાં હંગામો કર્યો છે.
નીતીશ અને પશુપતિ વિરૂદ્ધ રોષ
એલજેપીમાં થયેલા પરિવર્તનને લઈને આજે રાજધાની પટનાના બિહાર પ્રદેશ એલજેપી કાર્યાલયમાં નેતાઓ દ્વારા પશુપતિ પારસ, બળવાખોર સાંસદો અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની તસવીરો સળગાવવામાં આવી અને નારા લગાવી તેનો વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યાલય બાર લાગેલા પશુપતિ પારસના અધ્યક્ષ પદના બોર્ડ અને એલજેપીના પાંચેય સાંસદોના બેનરો પર શાહી ફેંકવામાં આવી હતી.
એલજેપી નેતા અમર આઝાદ અને રાકેશ કુમારે કહ્યુ- પાર્ટી ચિરાગ પાસવાનની જ રહેશે. નીતીશ કુમારે ચિરાગ પાસવાનની પીઠમાં ખંજર ભોંક્યુ છે. જો તેમને કોઈ સમસ્યા હતી તો ચિરાગ સાથે બેઠક કરી વાત કરી લેવાની જરૂર હતી.
A national executive meeting was held & decided to remove all the 5 MPs from the party: Raju Tiwari, LJP leader pic.twitter.com/Kyfre9zUT2
— ANI (@ANI) June 15, 2021
માં સાથે વિશ્વાસ ઘાત ન કરવો જોઈએ
પોતાના કાકા પશુપતિ કુમાર પારસ દ્વારા લોકસભામાં જનશક્તિ પાર્ટીના નેતા પદેથી હટાવ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં ચિરાગે પાર્ટીની તુલના માં સાથે કરી છે. તેણે કહ્યું કે, માં સાથે વિશ્વાસઘાત ન કરી શકાય. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, તેમના પિતા રામવિલાસ પાસવાન દ્વારા બનાવવામાં આવેલી પાર્ટી અને પોતાના પરિવારને એક સાથે રાખવાના પ્રયાસ કર્યા, પરંતુ તે નિષ્ફળ રહ્યાં.
આ પણ વાંચોઃ Vaccine ની કિંમત પર ભારત બાયોટેક બોલ્યું- 150 રૂપિયામાં લાંબા સમય સુધી સપ્લાય કરવી સંભવ નથી
લોકકંત્રમાં લોકો સર્વોપરિ
ચિરાગ પાસવાને કહ્યું કે, લોકતંત્રમાં લોકો સર્વોચ્ચ છે અને તેમણે પાર્ટીમાં વિશ્વાસ રાખનાર લોકોનો આભાર માન્યો. ચિરાગે માર્ચ મહિનામાં પોતાના કાકાને લખેલો પત્ર પણ ટ્વિટર પર શેર કર્યો છે.
પશુપતિ પારસે ચિરાગને પાર્ટી અધ્યક્ષ પદેથી હટાવ્યા
લોક જનશક્તિ પાર્ટી (LJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મંગળવારે સંસદીય દળના નેતા પશુપતિ કુમાર પારસના નિવાસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સર્વસંમત્તિથી ચિરાગ પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને સૂરજભાન સિંહને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને તે નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે 5 દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક હોલાવે. પાર્ટી પર પોતાનો પ્રભાવ બનાવી રાખવાના પ્રયાસ હેઠળ ચિરાગ પાસવાન સોમવારે જ્યારે દિલ્હીમાં પોતાના કાકા પશુપતિ કુમાર પારસના ઘરે પહોંચ્યા હતા ત્યારે મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તે એક પ્રસ્તાવ લઈને આવ્યા હતા જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે તેમના રાજીનામાની રજૂઆતની સાથે તેમના માતા રીના પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ સામેલ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે