રાહુલ ગાંધીનો પ્રહાર- MSP વિના મુશ્કેલીમાં બિહારના કિસાન, હવે PMએ દેશને આ કુવામાં ધકેલ્યો
છેલ્લા 10 દિવસથી દિલ્હી બોર્ડરો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં રાહુલ ગાંધીએ ફરી ટ્વીટ કર્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કિસાન (Farmer Protest)ના સમર્થનમાં એકવાર ફરી ટ્વીટ કર્યું છે. રાહુલ ગંધીએ કહ્યુ કે, મિનિમમ સપોર્ટ પ્રાઇઝ અને APMC વગર બિહારના કિસાન ખુબ મુશ્કેલીમાં છે અને હવે પીએમ નરેન્દ્ર મોદી દેશને પણ આ કુવામાં ધકેલી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, 'બિહારના કિસાન MSP-APMC વગર ખુબ મુશ્કેલીમાં છે અને હવે પીએમ મોદીએ દેશને આ કુવામાં ધકેલી દીધો છે. તેવામાં દેશના અન્નદાતાનો સાથ આપવો અમારૂ કર્તવ્ય છે.'
बिहार का किसान MSP-APMC के बिना बेहद मुसीबत में है और अब PM ने पूरे देश को इसी कुएँ में धकेल दिया है।
ऐसे में देश के अन्नदाता का साथ देना हमारा कर्तव्य है। pic.twitter.com/Err20Pp0kv
— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2020
મહત્વનું છે કે નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા કિસાનોના ધરણાનો આજે 10 દિવસ છે. કિસાન દિલ્હી-હરિયાણા સરહદ પર સતત પ્રદર્શન કરી રહ્યા છે. કિસાનોએ સરકાર સાથે બેઠકો કરી પણ હજુ કંઈ પરિણામ આવ્યું નથી. તો આજે ફરી કિસાનો સરકારની સાથે બેઠક કરવાના છે.
BJPની 'સ્ટ્રાઇક'થી હૈદરાબાદ કોર્પોરેશનનું ગણિત બદલાયું, જાણો હશે શું થશે
કોંગ્રેસ પાર્ટી કિસાનોના આંદોલન પર મોદી સરકારને સતત ઘેરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે