Indian Varient: દુનિયા માટે ખતરો બની રહ્યો છે કોરોનાનો B.1.617 સ્ટ્રેન? સરકારે કહ્યું- નિરાધાર વાત
કેન્દ્ર સરકારનું આ સ્પષ્ટીકરણ તે મીડિયા રિપોર્ટ બાદ આવ્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના B.1.617 સ્ટ્રેનને ઈન્ડિયન વેરિએન્ટ ગણઆવતાવ તેને વૈશ્વિક ખતરો ગણાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત (India) સરકારે કોરોના વાયરસ (Coronavirus) ના B.1.617 સ્ટ્રેન વિશે કથિત રૂપથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના હવાલાથી મીડિયામાં આવેલા સમાચારોને નકાર્યા છે. આ ખબરોમાં દાવો કરવામાં આવ્યો કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના ઈન્ડિયન વેરિએન્ટને દુનિયા માટે ખતરાની વાત ગણાવી છે.
B.1.617 સ્ટ્રેનને ગણાવ્યો હતો ઈન્ડિયન વેરિએન્ટ
સરકારે બુધવારે કહ્યું કે, ઘણા મીડિયા રિપોર્ટોમાં WHO તરફથી કોરોના (Coronavirus) ના B.1.617 સ્ટ્રેનને વૈશ્વિક ચિંતા ગણાવતા સમાચારોને કવર કર્યા છે. તેમાંથી કેટલાક રિપોર્ટમાં આ સ્ટ્રેનને ઈન્ડિયન વેરિએન્ટ (Indian Variant) ગણાવવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે આવું રિપોર્ટિંગ કોઈ આધાર વગર કરવામાં આવ્યું છે.
*ATTENTION*
➡️@WHO has not associated the term “Indian Variant” with B.1.617, now classified as Variant of Concern.https://t.co/w8plx3nIY1 pic.twitter.com/AJSUaUSxDb
— Ministry of Health (@MoHFW_INDIA) May 12, 2021
કેન્દ્ર સરકારે આપ્યું સ્પષ્ટીકરણ
કેન્દ્ર સરકારનું આ સ્પષ્ટીકરણ તે મીડિયા રિપોર્ટ બાદ આવ્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના B.1.617 સ્ટ્રેનને ઈન્ડિયન વેરિએન્ટ ગણાવતા તેને વૈશ્વિક ખતરો ગણાવ્યો છે. આ રિપોર્ટમાં તે દાવો કરવામાં આવ્યો કે, વાયરસનો આ સ્ટ્રેન પાછલા વર્ષે સૌથી પહેલા ભારતમાં મળ્યો અને ત્યારબાદ દુનિયાના 44 દેશોમાં ફેલાયો છે.
WHO એ વાયરસ પર જારી કર્યો હતો રિપોર્ટ
મહત્વનું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંગળવારે કોરોનાના B.1.617 સ્ટ્રેન પર રિપોર્ટ જારી કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું કે, આ સ્ટ્રેન પહેલાના મુકાબલે વધુ સંક્રામક અને જીવલેણ છે. આ સ્ટ્રેને કોરોના વેક્સિન વિરુદ્ધ પણ રોગપ્રતિકારક શક્તિ હાસિલ કરી લીધી છે. આ સ્ટ્રેન વિશ્વના ઘણા દેશોમાં મળ્યો છે.
બીજી લહેરની પાછળ આ સ્ટ્રેનનો હાથ?
રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ (Coronavirus) નો આ સ્ટ્રેન પ્રથમવાર ઓક્ટોબર 2020માં ભારતમાં રિપોર્ટ થયો હતો. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અને મોતની વધતી સંખ્યાએ આ સ્ટ્રેન અને અન્ય વેરિએન્ટ B.1.1.7 ની સંભવિત ભૂમિકા પર સવાલ ઉભા કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે