Coronavirus: દેશમાં ગમે ત્યારે થઇ શકે છે કોરોના વિસ્ફોટ? કેન્દ્રએ રાજ્યોને મોકલ્યો વધુ 1 પત્ર
Coronavirus India: ચીન અને અન્ય દેશોમાં કોરોનાના વધતા જતાં કેસને જોતાં ભારત સરકાર એલર્ટ મોડમાં છે. દેશમાં કોરોનાની ગતિ હજુ ધીમી છે. પરંતુ આગામી સમયમાં સ્થિતિ કાબૂમાં રહે તેના માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
Trending Photos
Coronavirus India Update: ચીન અને અન્ય દેશોમાં કોરોના વધતા જતા કેસને જોતાં ભારત સરકાર એલર્ટ મોડમાં છે. દેશમાં કોરોનાની ગતિ હજુ ધીમી છે. પરંતુ આગામી સમયમાં કાબૂમાં રહે તે માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા દિશા નિર્દેશોની સાથે વધુ પત્ર લખ્યો છે. આ પહેલાં દેશભરના તમામ સ્વાસ્થ્ય સંસ્થાઓ (માન્યતા પ્રાપ્ત COVID-સમર્પિત સ્વાસ્થ્ય સુવિધાઓ સહિત) માં 27 ડિસેમ્બરે મોક ડ્રિલનું આયોજન કરવા માટે કહ્યું હતું.
સ્વાસ્થ્ય સચિવના પત્રમાં જરૂરી વાતો-
- રાજ્યોને હોસ્પિટલ અને beds ની તૈયારી રાખવાના નિર્દેશ આપ્યા.
- ICU, Isolation, Oxygen Supported Beds, Ventilator અને beds ની પર્પાપ્ત સંખ્યા સુનિશ્વિત કરવા માટે કહ્યું.
- હોસ્પિટલમાં પુરતા ડોક્ટર, Paramedical સ્ટાફની વ્યવસ્થાનો આગ્રહ.
- મેડિકલ ઓક્સીજન, માસ્ક, દવાઓ PPE kits સહિત તમામ જરૂરી વસ્તુઓનો પહેલાંથી જ સ્ટોક રાખવાના નિર્દેશ.
આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: કેવી છે 57 વર્ષના મિલિંદ અને 31 વર્ષની અંકિતાની સેક્સ લાઇફ, ખોલ્યા સીક્રેટ્સ!
પહેલાં પત્રમાં રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોને કોઇપણ ઇમરજન્સી સ્થિતિને પુરી કરવા માટે જરૂરી સાવર્જનિક સ્વાસ્થ્ય ઉપાય માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમાં ભાર મુકીને કહેવામાં આવ્યું કે COVID-19 સ્વાસ્થ્ય સુવિધાઓની તૈયારી મહત્વપૂર્ણ છે. સુનિશ્વિત કરે કે કેસમાં કોઇપણ ઉછાળાના કારણે નૈદાનિક દેખભાળની જરૂરિયાતોમાં વૃદ્ધિને પુરી કરવા માટે રાજ્ય/જિલ્લા તત્પરતાની સ્થિતિમાં છે.
આ પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓક્સિજન સંયંત્રો, વેંટિલેટર, રસદ અને માનવ સંસાધન પર વિશેષ ધ્યાન આપવાની સાથે માળખાગત ઢાંચાની તૈયારીનું આકલન કરવા માટે 27 ડિસેમ્બરને તમામ સ્વાસ્થ્ય સુવિધાઓમાં અભ્યાસ કરવાના નિર્દેશ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોને મળીને અને સહયોગાત્મક ભાવનાથી કામ કરવાની જરૂર છે, જેમ કે કોવિડની સારવાર અને મેનેજમેન્ટ માટે ગત ઉછાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુરૂવારે થયેલા ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનો ઉલ્લેખ કરતાં, મનસુખ માંડવિયાએ રાજ્યોને હાઇ એલર્ટ પર રહેવા, કોવિડ મેનેજમેન્ટ પુરી તૈયારી બનાવી રાખવા અને સક્રિય રણનિતી બનાવી રાખવા માટે કહ્યું.
આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે