ઓમ નમઃ શિવાય અને જયશ્રી કૃષ્ણ
પ્રશ્ન – રાત્રે ઊંઘમાં બિહામણા સ્વપ્ન આવતા હોય તો તેને નિવારવા માટે શું કરવું.
- રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસા બોલીને સૂઈ જવું.
- 5 મુખી રુદ્રાક્ષનો એક મણકો પોતાના ઓશીકા નીચે મૂકી સૂઈ જવું.
- સૂર્યાસ્ત પહેલા સાંજનું ભોજન કરી લેવું.
- રાત્રે દૂધમાં થોડું કેસર ભેળવી તે દૂધનું પાન કરવું.
- સૂવાના ઓરડામાં શંખ-ચક્ર-ગદા સહિતના શ્રી વિષ્ણુદેવનો ફોટો રાખવો.
તારીખ
|
13 સપ્ટેમ્બર, 2018 ગુરુવાર
|
માસ
|
ભાદરવા સુદ ચોથ
|
નક્ષત્ર
|
સ્વાતિ
|
યોગ
|
ઇન્દ્ર
|
ચંદ્ર રાશી
|
તુલા (ર,ત)
|
- આજે ગુરુવાર છે. વળી, ચંદ્ર, ગુરુ અને શુક્રનો સુમેળ પણ છે.
- આજે મહત્ત્વનો દિવસ શ્રીગણેશચતુર્થી છે.
- ગણેશઅથર્વશીર્ષનો પાઠ કરી શકાય.
- કાયમ ગણેશજીનો ફોટો રાખતા હોય તો સારું પણ આ દસ દિવસ શ્રીગણેશજીનો ફોટો ખિસ્સામાં રાખજો. શુભત્વ પ્રાપ્ત થશે.
- શ્રીસૂક્તનો પાઠ પણ કરી શકાય.
રાશિ ભવિષ્ય
મેષ (અલઈ)
|
- આનંદ-પ્રમોદમાં દિવસ વિતે.
- કલાના ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે સાનુકૂળ દિવસ
- પત્ની વ્યાવસાયીક હોય તો તેણી દ્વારા આવક થાય
- કમીશનનો કારોબાર કરતા હોય તેમને સાનુકૂળતા
|
વૃષભ (બવઉ)
|
- વ્યવસાયના સંદર્ભમાં શુભ સમાચાર મળે.
- મુસાફરીના યોગ છે, ખાસ કરીને ધાર્મિક
- કેટરીંગના વ્યવસાય સાથે જોડાયેલાને લાભ
- સંધ્યા સમયે ઉશ્કેરાટ વ્યાપી જાય.
|
મિથુન (કછઘ)
|
- યુવામિત્રોને પ્રેમ સંબંધ મજબૂત થાય
- લગ્નવાંછુ યુવક-યુવતીઓ માટે વેવિશાળની વાત આવે
- બ્લડ-પ્રેશરથી પીડાતા જાતકોએ સચેત રહેવું
- પરિવારમાં થોડું વૈમનસ્ય પણ થાય.
|
કર્ક (ડહ)
|
- ઘરના સજાવટ પાછળ થોડો ખર્ચ કરો.
- માન-પાન મળે દિવસ આનંદમાં વીતે.
- નોકરીમાં દિલ દઈને કાર્ય કરો.
- પ્રફુલ્લિત મન શુભ સમાચાર અપાવે.
|
સિંહ (મટ)
|
- નોકરી બદલાઈ શકે છે.
- રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે સારુ રહેશે
- જૂના મિત્ર મળે અને લાભમાં કાર્ય થાય.
- રેસ્ટોરન્ટમાં જમવા જવાનું પણ થઈ શકે.
|
કન્યા (પઠણ)
|
- પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ
- ધર્મકાર્યમાં વિશેષ પ્રવૃત્ત રહેવાય.
- મિત્રો-પરિવાર સાથે ઉજવણી થાય.
- ગણેશચતુર્થી ઉલ્લાસપૂર્ણ વાતાવરણ અર્પે.
|
તુલા (રત)
|
- આપના માટે વિશેષ દિવસ રહેશે.
- સુખ, વૈભવ અને આનંદનો સંગમ રચાય
- નવું વાહન ખરીદવાનો યોગ છે.
- નવી જગ્યાએ મકાન લેવાના પણ યોગ છે.
|
વૃશ્ચિક (નય)
|
- વિદેશયાત્રાના યોગ છે.
- જેને કહેવાય કે રોયલ ટ્રીપ એ પણ થઈ શકે
- મેનેજમેન્ટ સાથે જોડાયેલા લાભ
- શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલાને સાનુકૂળતા
|
ધન (ભધફઢ)
|
- આરોગ્ય બળવાન બને
- પણ, ભાષા થોડી તીખી બને.
- ભાષામાં સંયમ રાખજો મિત્રોથી લાભ થશે.
- મોટાભાઈ બહેનથી લાભ થાય. ભેટસોગાદ મળે
|
મકર (ખજ)
|
- પ્રતિપક્ષ કાર્યમાં સહકાર આપે.
- ભાગીદારી પેઢીનો વિકાસમાર્ગ મોકળો બને
- વેવીશાળની વાતો ચાલતી હોય તેમને હકારમાં જવાબ આવી શકે છે.
- ગુહ્ય બિમારીથી સાવધાન
|
કુંભ (ગશષસ)
|
- માતા દ્વારા આજે લાડ પ્રેમ પ્રાપ્ત થાય
- પોતાની જ્ઞાતીથી તદ્દન ભિન્ન જ્ઞાતિના વ્યક્તિઓ સાથે વિશેષ પરિચય કેળવાય.
- નોકરીમાં થોડો અસંતોષ રહે
- વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી ભટકી શકે છે. સાવધાન
|
મીન (દચઝથ)
|
- જૂનું ધન પ્રાપ્ત થાય.
- સાસરી પક્ષમાં આનંદ-ઉત્સવનું વાતાવરણ રચાય
- નોકરીમાં યશ પ્રાપ્તિ થાય.
- કોઈની ખાનગી વાતોમાં ખૂબ રસ જાગે
- પેટની બિમારીથી સાચવવું.
|
જીવનસંદેશ – જુદા જુદા વિષયના સારા પુસ્તક વાચવાની સુટેવ આવશ્યક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે