ડિયર જિંદગી : આપણે જેવા છીએ !
ઇન્ટરનેટે આપણા વિચાર, સમજ અને ચેતના પર એવી રીતે કબજો કરી લીધો છે કે સહજ બુદ્ધિ, વિચાર અને ચિંતન ‘બેઘર’ થઈ ગયા છે
Trending Photos
હાલમાં આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં આપણે બે વિરોધાભાસી પરિસ્થિતિમાંથી એકસાથે પસાર થઈ રહ્યા છીએ. એક ‘સેલ્ફી’ મન અને બીજું નકલચી મન ! આદર્શ પરિસ્થિતિ તો એ છે જ્યાં અવચેતનમાં ‘સેલ્ફ’નો ભાવ પ્રબળ હોય તો નકલ તરફ આપણે જવું જ ન જોઈએ, પણ આપણે એકસાથે બે બોટની સવારી કરવામાં લાગેલા છીએ. આપણને ખબર છે કે બે બોટન સવારી કરવામાં સૌથી વધારે નુકસાન એ મનને જ થાય છે જેના માટે આપણે દિવસ-રાત દોડાદોડ કરીએ છીએ.
‘ડિયર જિંદગી’ની ઉર્જા એ સંવાદ છે જેમાં તમે અને લેખક બંને નદીના એક કિનારા પર છીએ. આપણે મન, ભાવના તેમજ ચેતના સાથે સમભાવ સાધવાના પ્રયાસમાં છીએ. આ સંજોગોમાં જ્યારે 'ડિયર જિંદગી'ના 400માં પડાવ નજીક છીએ ત્યારે સંવાદની સઘનતા તેમજ નિરંતરતાનો આગ્રહ સપ્રેમ પુનરાવર્તિત કરવામાં આવી રહ્યો છે.
તમને યાદ હશે, બાળપણમાં ઘણીવાર એક નિબંધ ચર્ચામાં રહેતો હતો - 'વિજ્ઞાન, સારો સેવક કે ખરાબ સ્વામી'. એ સમયે આપણને તે તર્ક ગોખાવવામાં આવ્યા હતા એના આધારે આપણે પરીક્ષામાં માર્ક તો મેળવી લીધા પણ એ સમયે તમારા વિચારમાં પણ નહીં હોય કે કેટલાક વર્ષોમાં આ નિબંધ જીવનમાં ઉતરી જશે.
આજે ભારતના સૌથી સારા ડોક્ટર, મનોચિકિત્સક, શિક્ષક તેમજ ચિંતકો જે વાતથી સૌથી વધારે ચિંતામાં છે એ મુદ્દો છે ઇન્ટરનેટની આપણા જીવનમાં દખલ. સ્માર્ટફોનના રસ્તે આપણા જીવનમાં દાખલ થઈ ગયેલા ઇન્ટરનેટે આપણા વિચાર, સમજ અને ચેતના પર એવી રીતે કબજો કરી લીધો છે કે સહજ બુદ્ધિ, વિચાર અને ચિંતન ‘બેઘર’ થઈ ગયા છે.
થોડા દિવસ પહેલાં અમારા કેટલાક મિત્ર તેમના એક શિક્ષકના ઘરે હતા જેમના ઘરે પુસ્તકો અને સંદર્ભ ગ્રંથોનો દુર્લભ સંગ્રહ છે. તેમણે કહ્યું કે તેમના બાળકો પોતાના પ્રોફેશનમાં સારો દેખાવ કરી રહ્યા છે પણ તેઓ ભાગ્યે જ આ પુસ્તકો તરફ ફરકે છે. તેઓ અનેક ચર્ચાઓ અને સંવાદમાં ભાગ લે છે પણ તેમનો માહિતીસ્ત્રોત માત્ર ગૂગલ છે. તેમને ગૂગલમાંથી જે મળે છે એને જ તેઓ સત્ય માને છે.
જીવન હકીકતમાં ‘ફેક ન્યૂઝ’થી આગળ વધીને ‘ફેક’ મોડ પર ચાલ્યું ગયું છે. અહીં બધું મનુષ્યની મૂળ ચેતનાથી વિરૂદ્ધ એવી ખોટી ધારણા પ્રમાણે ચાલે છે જેને માર્કેટે પોતાના ફાયદા માટે ઉભી કરી છે.
આપણા વિચારો અને સમજને આપણે બીજા (માર્કેટ)ના ભરોસે કઈ રીતે છોડી શકીએ જે એને જીવન કરતા વિરૂદ્ધ દિશામાં લઈ જાય છે. આ મુદ્દાની છણાવટ કરતું એક રસપ્રદ પુસ્તક આવ્યું છે. ઇઝરાયલના પ્રોફેસર યુવાલ નોઆ હરારીના પુસ્તક ‘સેપિયંસ’ની બહુ ચર્ચા છે. આ પુસ્તક હિંદીમાં મંજુલ પ્રકાશન પાસે ઉપલબ્ધ છે.
પ્રો. હરારી લખે છે કે, આવતા વીસ વર્ષમાં કેવી નોકરી હશે એ કોઈ નથી જણાવી શકતું. આ પછી પણ ભવિષ્યનો ડર દેખાડીને બાળકોના શિક્ષણના નામે અબજોનો વેપાર ચાલી રહ્યો છે. તેમનો દાવો છે કે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ પર રિસર્ચના નામે અબજો રૂપિયાનો ખર્ચ મનુષ્યના અસ્તિત્વ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
તેઓ ભારપૂર્વક કહે છે કે જેવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને ગુલામ બનાવ્યું છે એવી જ ખતરનાક પરિસ્થિતિ ડેટા રેવોલ્યુશનથી ઉભી થઈ શકે છે. ઇસ્ટ ઇન્ડિયાએ માર્કેટ મારફત દેશ પર કબજો કર્યો. હવે આ ખતરો બહુ મોટો છે છે કારણ કે ડેટા મારફતે આપણા જીવન અને સમજ પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આપણએ શું વિચારીએ છીએ અને આપણે કેવા છીએ એ વિશેની જાણકારી કોઈ નાની વાત નથી. હકીકતમાં આ મનુષ્યનો સૌ કિંમત ડેટા છે. આના પર રિસર્ચ કરીને આપણા માટે ચીજોનું નિર્માણ કરીને એને આપણને જ વેચવામાં આવી રહી છે.
આ સંજોગોમાં એ નક્કી કરવું બહુ જરૂરી છે કે આપણી ઓળખ શું છે. હું જે કંઈ પણ છું એની ઓળખ આપણે અંગત રાખવી પડશે. આપણે આ માર્કેટમાં જ રહેવાનું છે પણ એની સાથેસાથે એની હાનિકારક અસરથી પોતાની જાળને જાળવી રાખવવાનું કામ જ અસલી ઓળખ છે.
‘ડિયર જિંદગી’ પોતાના મન, ઓળખ અને ચેતનાને સ્વતંત્ર રાખવાનો જ વિનમ્ર પ્રયાસ છે ! આપણે મળીને એવી દુનિયા બનાવી શકીએ છીએ જે રસ્તો શોધવા માટે ગૂગલ મેપનો તો ઉપયોગ કરશે પણ પોતાની સમજ અને ચેતના માટે ગૂગલને નહીં જુએ કારણ કે આ માટે બીજાની મદદ લેવી એ પોતાની ઉપેક્ષાનો પહેલો તબક્કો છે.
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
(https://www.facebook.com/dayashankar.mishra.54)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે