કેજરીવાલને પ્રચંડ બહુમત, ભાજપે સ્વીકારી હાર, કહ્યું- અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશું

ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં થયેલી હારનો સ્વીકાર કરી લીધો છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ જનાદેશનો સ્વીકાર કરતા કહ્યું કે, તેમની પાર્ટી રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશે.

કેજરીવાલને પ્રચંડ બહુમત, ભાજપે સ્વીકારી હાર, કહ્યું- અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશું

નવી દિલ્હીઃ દિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી (આપ)એ પ્રચંડ બહુમત મેળવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટો મળી રહી છે. આ જોઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડીએ હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે, ભાજપ દિલ્હીની જનતાના જનાદેશનું સન્માન કરે છે અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશું. તો પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી મંગળવારે 
સાંજે મીડિયાની સામે આવ્યા તો તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ રીતે જોવા મળી રહી હતી. 

નડ્ડાએ મંગળવારે ટ્વીટ કર્યું, 'ભાજપ દિલ્હીની જનતાએ આપેલા જનાદેશનું સન્માન કરે છે. તમામ કાર્યકર્તાઓએ આ ચૂંટણીમાં અથાગ પ્રયત્ન કર્યો અને દિવસ રાત ચૂંટણીમાં લાગેલા હતા. તમામ કાર્યકર્તાઓને દિલથી અભિનંદન અને સાધુવાદ.

— Jagat Prakash Nadda (@JPNadda) February 11, 2020

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડીએ સીએમ કેજરીવાલને જીતની શુભેચ્છા આપી અને કહ્યું કે, વિપક્ષમાં બેસીને અમારી પાર્ટી દિલ્હીના વિકાસ સાથે જોડાયેલા દરેક મુદ્દાને ઉઠાવશે. તેણણે કહ્યું, 'ભાજપ આ જનાદેશને સ્વીકારતા રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશે અને પ્રદેશના વિકાસ સાથે જોડાયેલા તમામ મુદ્દાને મુખ્યરૂપથી ઉઠાવશે. આ વિશ્વાસની સાથે આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીનો વિકાસ કરશે, હું અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને શુભેચ્છા આપુ છું.'

Delhi Result 2020: ન ચાલ્યું ભાજપનું 'શાહીન બાગ', દિલ્હી બોલી- લગે રહો કેજરીવાલ

તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ હારનો સ્વીકાર કરતા કહ્યું કે, અમે આ પરિણામનું વિશ્લેશણ કરીશું. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું, 'કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે, તે માટે તેનો આભાર માનુ છું. દિલ્હીની જનતાના જનાદેશને માથા પર રાખતા હું કેજરીવાલ જીને શુભેચ્છા આપુ છું. મને આશા છે કે તેઓ દિલ્હીના સપનાને અનુરૂપ દિલ્હી સરકારમાં સારૂ કરતા રાજધાનીની અપેક્ષાઓ પૂરી કરશે.'

— ANI (@ANI) February 11, 2020

તેમણે કહ્યું, 'અમે સારૂ પ્રદર્શન ન કરી શક્યા, અમે તેનું વિશ્લેષમ કરીશું. ક્યારેક-ક્યારેક અમે નિરુત્સાહિત થઈ જઈએ છીએ જ્યારે પરિણામ અનુકૂળ ન હોય, પરંતુ હું કાર્યકર્તાઓને કહીશ કે નિરાશ ન થાય. 2015ની તુલનામાં અમારા જીતની ટકાવારી વધી છે.'

અત્યાર સુધી આવેલા ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીને 63 સીટો મળતી દેખાઈ રહી છે તો ભાજપના ખાતામાં 7 સીટો આવી રહી છે. કોંગ્રેસ 2015ની જેમ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news