ઉ.ભારતમાં કોલ્ડવેવનો પ્રકોપ, દિલ્હીમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી, તાપમાન 1.7 ડિગ્રી નોંધાયું
દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આજે સવારે દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો. દિલ્હીમાં તાપમાને આજે તમામ રેકોર્ડ તોડ્યાં. જો કે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ કોલ્ડવેવ (Cold Wave) ની ચપેટમાં છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આજે સવારે દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો. દિલ્હીમાં તાપમાને આજે તમામ રેકોર્ડ તોડ્યાં. જો કે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ કોલ્ડવેવ (Cold Wave) ની ચપેટમાં છે. દિલ્હીમાં આજે સવારે ન્યૂનતમ તાપમાન 2.4 ડિગ્રી નોધાયું. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 118 વર્ષમાં આ બીજો એવો ડિસેમ્બર છે કે જ્યારે દિલ્હીમાં આટલી ભયંકર ઠંડી પડી રહી છે. આટલી ઠંડી અગાઉ 1997માં પડી હતી.
Indian Meteorological Department: 8.30 am temperatures- Safdurjung enclave 2.4, Palam 3.1, Lodhi Road 1.7, Aya Nagar 1.9. Delhi's minimum temperature today will be 1.7 degrees. #Delhi pic.twitter.com/Pl5gDbTvpQ
— ANI (@ANI) December 28, 2019
દિલ્હીમાં આજે સવારે 6 વાગે ન્યૂનતમ તાપમાન 2.4 ડિગ્રી નોધાયું.પરંતુ જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ તાપમાન ઘટતું ગયું. આઈએમડીના જણાવ્યાં મુજબ સવારે 8 વાગે લોધી રોડમાં તાપમાન 1.7 નોંધાયું જ્યારે આયાનગરમાં તાપમાન 1.9 નોંધાયું. સફદરજંગ એંકલેવમાં 2.4 જ્યારે પાલમમાં તાપમાન 3.1 ડિગ્રી નોંધાયું.
India Meteorological Department (IMD): Temperature of 2.4°C recorded in Delhi at 6:10 am, today. pic.twitter.com/ijCWWArC5w
— ANI (@ANI) December 28, 2019
રાજધાનીમાં ગત રાતે ન્યૂનતમ તાપમાન 3.6 ડિગ્રી પહોંચી ગયું હતું. આ ઉપરાંત દિલ્હી નજીક નોઈડા, ગુરુગ્રામમાં પણ લોકો થથરી રહ્યાં છે. આજે સવારે દિલ્હી ધુમ્મસની ચાદરમાં લેપટાયેલી જોવા મળી. અનેક જગ્યાએ વિઝિબ્લિટી શૂન્ય થઈ ગઈ. લોકોને ડ્રાઈવિંગ કરવામાં ખુબ મુશ્કેલી નડી. યમુના નદીને જોડાયેલા વિસ્તારોમાં ધુમ્મસ વધુ જોવા મળ્યું. કાશ્મીરી ગેટ, યમુના પુલથી લઈને અક્ષરધામ સુધી ધુમ્મસના પગલે ગાડીઓ રસ્તાઓ પર ધીમે ધીમે જતી જોવા મળી.
Delhi: Dense fog at Rajpath this morning. Temperature of 2.4°C was recorded in Delhi at 6:10 am, today. pic.twitter.com/mHpEsaaUcj
— ANI (@ANI) December 28, 2019
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે દિલ્હીમાં 6:10 beis 2.4 ડિગ્રી તાપમાન હતું અને સફદરજંગમાં તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. અત્રે જણાવવાનું કે આ અગાઉ 11 જાન્યુઆરી 1997ના રોજ દિલ્હીમાં 2.2 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું હતું. દિલ્હીના પાલમમાં વિઝિબ્લિટી શૂન્ય રહી. જ્યારે સફદરજંગમાં વિઝિબ્લિટી 800 મીટર હતી. ટ્રેનોની અવરજવર ઉપર પણ અસર જોવા મળી રહી છે.
જુઓ LIVE TV
સવારે પાંચ વાગ્યાના તાપમાન પર નજર નાખીએ તો દહેરાદૂનમાં તાપમાન 5, ઉદયપુરમાં 4, જમ્મુમાં 7, હિસારમાં 2.4, અમૃતસરમાં 5.4, અંબાલામાં 6.4, અને ચંડીગઢમાં 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શુક્રવારે લદ્દાખના દ્રાસમાં તાપમાન એન્ટાર્કટિકા કરતા પણ ઓછું નોંધાયું હતું. દ્રાસમાં શુક્રવારે ન્યૂનતમ તાપમાન માઈનસ 30 ડિગ્રી નોંધાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે