સરળ શબ્દોમાં જાણો સ્વામિત્વ યોજના' વિશે, Property Card થી તમને શું ફાયદો થશે તે પણ સમજો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન માલિકોને 'સ્વામિત્વ યોજના' 'Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas' (SVAMITVA) scheme હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણની યોજનાનો શુભારંભ કર્યો
Trending Photos
નવી દિલ્હી: ગામમા રહેતા લોકોને આર્થિક રીતે શક્તિશાળી બનાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન માલિકોને 'સ્વામિત્વ યોજના' 'Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas' (SVAMITVA) scheme હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણની યોજનાનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ આ યોજનાને ગ્રામીણ ભારત માટે મોટો ફેરફાર લાવનારી યોજના ગણાવી.
હાલ આ રાજ્યોને મળ્યો લાભ
પીએમ મોદીએ બટન દબાવતા જ દેશભરના લગભગ એક લાખ પ્રોપર્ટી માલિકોને એક એસએમએસ આવ્યો અને તેમાં લિંક પર જઈને તેઓ પોતાનું પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે વ્યવસ્થા હતી. ત્યારબાદ તેમને કાર્ડની ફિઝિકલ કોપી પણ જે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના હેઠળ હાલ 6 રાજ્યોના 763 કામના લોકોને લાભ મળ્યો. જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્ય પ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામ સામેલ છે.. મહારાષ્ટ્રને બાદ કરતા બાકીના તમામ રાજ્યોના લાભાર્થી એક દિવસની અંદર ફિઝિકલ કાર્ડ પ્રાપ્ત કરશે. જ્યારે મહારાષ્ટ્રના જમીન માલિકોને પ્રોપર્ટી કાર્ડ મળવામાં એક મહિનાનો સમય લાગી શકે છે. કારણ કે મહારાષ્ટ્ર સરકાર કાર્ડ માટે સામાન્ય ચાર્જ લાગુ કરવા જઈ રહી છે.
શું છે સ્વામિત્વ યોજના
કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરાયેલી આ એક ખાસ યોજના છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી દિવસ 24 એપ્રિલ 2020ના રોજ જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને 'રેકોર્ડ ઓફ રાઈટ્સ' આપવા માટે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થવાનું છે. આ યોજનાનું અમલીકરણ 4 વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે. તેને 2020થી 2024 વચ્ચે પૂરી કરવાની છે અને દશના 6.62 ગામના લોકોને કવર કરવાના છે. તેમાંથી એક લાખ ગામને પ્રારંભિક તબક્કા (પાયલટ ફેઝ)માં 2020-2021 દરમિયાન કવર કરવામાં આવશે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, અને કર્ણાટકના ગામડાઓની સાથે સાથે પંજાબ તથા રાજસ્થાનના કેટલાક સરહદી ગામો પણ સામેલ હશે.
કેવી રીતે કામ કરશે સ્વામિત્વ યોજના?
સ્વામિત્વ યોજના 'Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas' (SVAMITVA) scheme હેઠળ ગામડાઓની આવાસીય જમીનની માપણી ડ્રોનથી થશે. ડ્રોનથી ગામડાની સરહદની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નક્શો તૈયાર કરવામાં આવશે. આ સાથે જ રેવન્યૂ બ્લોકની સીમા પણ નક્કી થશે. એટલે કે કયું ઘર કેટલા વિસ્તારમાં છે, તે ડ્રોન ટેક્નોલોજીથી સટીકતાથી માપી શકાશે. ગામડાના દરેક ઘરનું પ્રોપર્ટી કાર્ડ રાજ્ય સરકારો બનાવડાવશે.
સ્વામિત્વ યોજનાના લાભ
- ચાર વર્ષમાં (એપ્રિલ 20-માર્ચ 24) 6.2 લાખ ગામડાઓને કવર કરાશે.
- સટીક જમીન રેકોર્ડથી સંપત્તિ સંબંધિત વિવાદોને ઓછા કરવા અને નાણાકીય તરલતાને પ્રોત્સાહન મળશે.
- યોજના તથા મહેસૂલ સંગ્રહને સુવ્યવસ્થિત તથા ગ્રામીણ વિસ્તારોમાં પ્રોપર્ટી રાઈટ્સ પર સ્પષ્ટતા સુનિશ્ચિત થશે.
- દેશભરમાં લગભગ 300 Continuously Operating Reference Station (CORS)ની થશે સ્થાપના.
- ડ્રોન ટેક્નોલોજી તથા CORS દ્વારા રહેણાંક જમીનની માપણી.
- સારી સુવિધાઓ સાથે ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓનું નિર્માણ થઈ શકશે.
- પ્રોપર્ટીના માલિકને તેનો માલિકી હક સરળતાથી મળશે.
- એકવાર પ્રોપર્ટી કેટલી છે તે નક્કી થાય ત્યારબાદ તેના ભાવ સરળતાથી નક્કી થઈ શકશે.
- પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરજ લેવામાં થઈ શકશે.
- પંચાયતી સ્તરે ટેક્સ વ્યવસ્થામાં સુધારો થશે.
A landmark day for rural development! Do join the programme at 11 AM. #SampatiSeSampanta pic.twitter.com/uM15HqLMD3
— Narendra Modi (@narendramodi) October 11, 2020
કેન્દ્ર સરકારને આ યોજનાથી શું મળશે?
- ગ્રામીણ ભારતમાં નાણાકીય સ્થિરતા લાવવાની કોશિશ.
- પ્લાનિંગ માટે સટીક જમીન રેકોર્ડ્સ ઉપલબ્ધ થશે.
- પ્રોપ્રટી ટેક્સ નક્કી કરવામાં મદદ મળશે.
- સર્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને GIS મેપ્સ તૈયાર થશે જે કોઈ પણ વિભાગ યૂઝ કરી શકશે.
- ગ્રામ પંચાયત વિકાસ યોજના બનાવવામાં મદદ મળશે.
- પ્રોપર્ટી સંબંધિત વિવાદો અને કાનૂની મામલા ઓછા થશે.
ગ્રામીણ ભારતને જાણો
- દેશમાં કુલ 6 લાખ 40 હજાર 867 ગામડાઓ
- દેશમાં કુલ ગ્રામ પંચાયતો - લગભગ અઢી લાખ
- ગામડાની વસ્તી- 83 કરોડ 30 લાખ 87 હજાર 662
- કુલ વસ્તીમાં ગામડાનો હિસ્સો- 68.84%
- મહિલાઓ-પુરુષો જાતિ ગુણોત્તર- 947:1000
- સાક્ષરતા- 69%
- મહિલા સાક્ષરતાનું પ્રમાણ- 58.75%
- જનસંખ્યા વૃદ્ધિ દર- 12.2%
- સૌથી વધુ ગ્રામીણ વસ્તીવાળા 3 રાજ્યો- ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ
કેમ જરૂર પડી આ યોજનાની?
દેશની 60 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. પરંતુ મોટાભાગના ગ્રામજનો પાસે પોતાના ઘરોના માલિકી હકના દસ્તાવેજો નથી. અંગ્રેજોના સમયથી જ ગામમાં ખેતીની જમીનના રેકોર્ડ તો રખાયા પરંતુ રહેણાંક વિસ્તારો પર ધ્યાન ન અપાયું. અનેક રાજ્યોમાં ગામડાઓના રહેણાંક વિસ્તારોનો સર્વો અને મેપિંગ સંપત્તિના સત્યપણા અર્થે થયું નથી. પરિણામ એ આવ્યું કે અનેક ઘરોના સંપત્તિના દસ્તાવેજો છે જ નહીં. આ કમીને દૂર કરવા માટે 'સ્વામિત્વ યોજના' લાવવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે