Earthquake: નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી, ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી, 53 લોકોના મોત

નેપાળમાં 7.1ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે ભારતના પણ અનેક ભાગોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. બિહાર, પશ્ચિમ બંગાળ સહિત અનેક ભાગોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

Earthquake: નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી, ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી, 53 લોકોના મોત

નેપાળની સરહદ નજીક તિબ્બતના પહાડી વિસ્તાર શિજાંગમાં મંગળવારે સવારે એક કલાકની અંદર 6 જેટલા ભૂકંપ આવ્યા. જેમાં રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂંકપ પણ સામેલ હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ ભૂકંપના કારણે તિબ્બતમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. લગભગ 53 લોકોના જીવ ગયા છે. ભૂકંપે તિબ્બતના શિગાત્સે શહેરમાં ભારે તબાહી મચાવી છે. અનેક ઈમારતો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે. 

ભારતમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા
નેપાળ સહિત ત્રણ દેશોમાં મંગળવારે સવાર સવારમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1ની જોવા મળી. બિહાર, સિક્કિમ, અસમ અને પશ્ચિમ બંગાળ સહિત ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. તિબ્બતમાં પણ 6-8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હોવાનું મીડિયા રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે. 

53 લોકોના મોત
ચીનની સરકારી એજન્સી સિન્હુઆએ જણાવ્યું છે કે શિજાંગ સ્વાયત્ત ક્ષેત્ર (તિબ્બતના શિગાત્સે શહેર)ના ડિંગરી કાઉન્ટીમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપમાં 53 લોકોના મોત થયા છે જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ભારત, નેપાળ, બાંગ્લાદેશ, અને ભૂટાનના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. 

— ANI (@ANI) January 7, 2025

બિહારના અનેક જિલ્લાઓ મોતિહારી, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, સિવાન, અરરિયા, સુપૌલ અને મુઝફ્ફરપુરમાં સવારે 6.40 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. માલ્દા સહિત બંગાળના કેટલાક ભાગો અને સિક્કિમમાં પણ ધરતી ધ્રુજતી રહી. એવું કહેવાય છે કે પાંચ સેકન્ડ સુધી ધરતી ધ્રુજી. લોકો ભૂકંપના ઝટકા મહેસૂસ થતા ડરીને ઘરમાંથી બહાર આવી ગયા. યુએસજીએસ અર્થક્વેવક્સના જણાવ્યાં મુજબ નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1ની જોવા મળી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર નેપાળ-તિબ્બત સરહદ પાસે શિજાંગમાં રહ્યું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 7, 2025

ચીની મીડિયા મુજબ ભૂકંપના કેન્દ્ર પાસે અનેક ઈમારતો તૂટી પડી. ચીનના પબ્લિક બ્રોડકાસ્ટર સીસીટીવીએ કહ્યું કે, ડિંગરી કાઉન્ટી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ખુબ ઝટકા મહેસૂસ થયા અને ભૂકંપના કેન્દ્ર પાસે અનેક ઈમારતો તૂટી પડી. નેપાળની રાજધાની કાઠમંડુમાં ભારે ઝટકા મહેસૂસ થયા બાદ લોકો ઘરોમાંથી બહાર આવી ગયા. કાઠમંડુની મીરા અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે હું સૂતી હતી અને અચાનક બેડ હલવા લાગ્યો. મને લાગ્યું કે મારું બાળક બેડ હલાવે છે. મે એટલું ધ્યાન ન આપ્યું. પરંતુ બારી હલતા મને લાગ્યું કે ભારે ભૂકંપ આવ્યો છે. હું જલદી બાળકને લઈને ઘરની બહાર  ભાગી અને ખુલ્લા મેદાનમાં જતી રહી. 

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ 7.1ની તીવ્રતાનો પહેલો ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 6.35 વાગે નેપાળ-તિબ્બત સરહદ પાસે શિજાંગમાં આવ્યો. આટલી તીવ્રતાનો ભૂકંપ શક્તિશાળી ગણાય છે અને ગંભીર નુકસાન પહોંચાડવા માટે સક્ષમ હોય છે. ચીની અધિકારીઓએ તિબ્બતના બીજા સૌથી મોટા શિગાત્સે શહેરમાં ભૂકંપની તીવ્રતા 6.8 નોંધી. તે શિજાંગ ક્ષેત્રથી એક કલાકની  અંદર ભૂકંપના 5 વધુ ઝટકા મહેસૂસ થયા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 અને 4.9 માપવામાં આવી. ભૂકંપનું કેન્દર્ ત્યાં હતું જ્યાં ભારત અને યુરેશિયાની ટેક્ટોનિક પ્લેટ અથડાય છે. 

આ ટેક્ટોનિક પ્લેટોના અથડાવવાથી હિમાલયનું નિર્માણ થયેલું છે. આ પ્લેટોની ટક્કરથી હિમાલયન રેન્જના પહાડોમાં આટલો મજબૂત ઉભાર પેદા થાય છે કે દુનિયાી કેટલીક સૌથી ઊંચી ટોચની ઊંચાઈ બદલાઈ શકે છે.

હવે થોડું આ  ભૂકંપ વિશે અને ભારતમાં કયા વિસ્તારોમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા છે તે પણ જાણો. 

ભૂકંપ કેમ અને કેવી રીતે આવે છે
વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની સંરચનાને સમજવી પડશે. પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે તરળ પદાર્થ લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટ્સ તરતી રહે છે. અનેકવાર આ પ્લેટ્સ પરસ્પર ટકરાય છે. વારંવાર ટકરાવવાથી અનેકવાર પ્લેટ્સના ખૂણા વળી જાય છે અને વધુ દબાણ પડતા આ પ્લેટ્સ તૂટવા લાગે છે. આવામાં નીચેથી નીકળેલી ઉર્જા બહાર તરફ જવા માટે રસ્તો શોધે છે. જ્યારે આ ડિસ્ટર્બન્સ બને છે તો ત્યારબાદ ભૂકંપ આવે છે.

ભારતમાં ભૂકંપના ક્ષેત્રોને ઝોનમાં વહેંચવામાં આવ્યા છે
અહીં એ જાણવું જરૂરી છે કે રિંગ ઓફ ફાયરમાં હોવાના કારણે દુનિયામાં સૌથી વધુ ભૂકંપ ઈન્ડોનેશિયામાં આવે છે. જાવા અને સુમાત્રા પણ આ વિસ્તારમાં આવે છે. જો ભારતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારત પણ ભૂકંપનું કેન્દ્ર બનતું ગયું છે. એક રિસર્ચ મુજબ ભૂકંપનું જોખમ દેશમાં દરેક જગ્યાએ અલગ અલગ છે અને આ જોખમ પ્રમાણે દેશને અનેક ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમ કે ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 4, ઝોન 5. ઝોન 2 એટલે સૌથી ઓછું જોખમ અને ઝોન 5 એટલે સૌથી વધુ ખતરો. ભૂકંપની રીતે ઝોન 5 એ સૌથી ખતરનાક વિસ્તાર છે. 

ભારતના આ વિસ્તારો ઝોન-5માં
ઝોન-5 માં સમગ્ર પૂર્વોત્તર ભારત, જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગ, હિમાચલ પ્રદેશનો કેટલોક ભાગ, ઉત્તરાખંડનો અમુક હિસ્સો, ગુજરાતમાં કચ્છનું રણ, ઉત્તર બિહારનો કેટલોક ભાગ અને આંદમાન અને નિકોબર ટાપુઓ સામેલ છે. આ વિસ્તારમાં ભૂકંપ આવતા રહે છે. 

ઝોન-4માં જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશના બાકી ભાગ, દિલ્હી, સિક્કિમ, ઉત્તર પ્રદેશનો ઉત્તરી ભાગ, સિંધુ-ગંગા થાલા, બિહાર અને પશ્ચિમ બંગાળ, ગુજરાતના કેટલાક ભાગ અને પશ્ચિમ તટ નજીક મહારાષ્ટ્રનો કેટલોક ભાગ અને રાજસ્થાન સામેલ છે. 

ઝોન-3માં કેરળ, બિહાર, પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પૂર્વ ગુજરાત અને મધ્ય પ્રદેશનો કેટલોક  ભાગ આવે છે. 

ઝોન-2માં રાજસ્થાનનો કેટલોક  ભાગ, તમિલનાડુ, મધ્ય પ્રદેશનો કેટલોક હિસ્સો, પશ્ચિમ બંગાળ, અને હરિયાણાને સામેલ કરાયા છે. 

ઝોન-1 ભૂકંપની રીતે સૌથી ઓછા જોખમવાળો છે જેમાં પશ્ચિમી મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પૂર્વ મહારાષ્ટ્ર અને ઓડિશાના ભાગ આવે છે. 

ભૂકંપનું કેન્દ્ર શું હોય છે?
ધરતીની સપાટી નીચેની એ જગ્યા જ્યાં ખડકો પરસ્પર ટકરાય છે કે તૂટે છે. ભૂકંપનું કેન્દ્ર કે ફોકસ કહેવાય છે. તેને હાઈપોસેન્ટર પણ કહે છે. આ કેન્દ્રથી જ ઉર્જા તરંગો સ્વરૂપે કંપન ફેલાવે છે અને ભૂકંપ આવે છે. આ કંપન બરાબર એ રીતના હોય છે જે રીતે શાંત તળાવના પાણીમાં પથ્થર ફેંકવાથી જે તરંગો પેદા થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news