હવે છેડતી કરનારાઓની ખૈર નથી, 'ઇલેક્ટ્રિક જેકેટ' રોમિયોને શિખવાડશે પાઠ

મહિલાઓ વિરૂદ્ધ થઇ રહેલા અપરાધ હાલમાં મોટી પરેશાની છે. પરંતુ મુરાદાબાદ ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીએ તેનું સમાધાન શોધી કાઢ્યું છે. એન્જીનિયરિંગના પાંચ વિદ્યાર્થીઓએ મળીને મહિલાઓ માટે એક જેકેટ તૈયાર કર્યું છે. આ જેકેટને પહેરનાર મહિલાઓને જો કોઇ ખોટી રીતે અડકવાનો પ્રયત્ન કરશે.

હવે છેડતી કરનારાઓની ખૈર નથી, 'ઇલેક્ટ્રિક જેકેટ' રોમિયોને શિખવાડશે પાઠ

નવી દિલ્હી/મુરાદાબાદ: મહિલાઓ વિરૂદ્ધ થઇ રહેલા અપરાધ હાલમાં મોટી પરેશાની છે. પરંતુ મુરાદાબાદ ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીએ તેનું સમાધાન શોધી કાઢ્યું છે. એન્જીનિયરિંગના પાંચ વિદ્યાર્થીઓએ મળીને મહિલાઓ માટે એક જેકેટ તૈયાર કર્યું છે. આ જેકેટને પહેરનાર મહિલાઓને જો કોઇ ખોટી રીતે અડકવાનો પ્રયત્ન કરશે, તો તેને કરંટ લાગશે. સાથે જ એક મેસેજ અને લોકેશન મહિલાના પરિચીતો પાસે પહોંચી જશે. આ ઉપરાંત છેડતી કરનાર વ્યક્તિનો ફોટો પણ પડી જશે. ત્યારબાદ તેને પકડવામાં સરળતા રહેશે. ખાસ વાત એ છે કે આ જેકેટ સામાન્ય રીતે પહેરાતા જેકેટની માફક જ હશે અને તેની કિંમત પણ સાધારણ જેકેટ જેટલી જ છે. 

બટન દબાવતાં લાગશે આંચકો
મુરાબાદ ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઇલેકટ્રિકલ એંજીનિયરિંગના પાંચ વિદ્યાર્થીઓ શિવમ શ્રીવાસ્તવ, રાજીવ મૌર્યા, નિતિન કુમાર, નિખિલ કુમાર, ઋષભ ભટનાગરે મહિલાઓની સુરક્ષા માટે એક જેકેટ તૈયાર કર્યું છે. મહિલાઓને જેકેટ પહેર્યા બાદ જો મહિલાને કોઇ ખોટી રીતે અડકવાનો પ્રયત્ન કરશે તો બટન દબાવતાં જ 24 વોલ્ટનો કરંટ લાગશે. 

જેકેટમાં લાગેલો છે કેમેરો
જેકેટને તૈયાર કરનાર વિદ્યાર્થી શિવમે જણાવ્યું હતું કે જેકેટના કોલર નજીક કેમેરો ફિટ કરવામાં આવ્યો છે. તેનાથી છેડતી કરનારનો ફોટો પણ કેમેરામાં કેદ થઇ જશે. જેથી મહિલાની છેડતી કરનાર વ્યક્તિ સુધી તાત્કાલિક પહોંચી શકશે. જેથી મહિલા સાથે છેડતી કરનાર વ્યક્તિને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લઇ શકાશે. વિદ્યાર્થીનું કહેવું છે કે જેકેટ મહિલાઓની સુરક્ષા માટે જેટલું કારગર છે, એટલું જ પોલીસ માટે પણ કારગર સાબિત થશે. 

સામાન્ય જેકેટની માફક છે આ જેકેટ
એંજીનિયરિંગના વિદ્યાર્થી શિવમે જણાવ્યું હતું કે જેકેટની કિંમત પણ સામાન્ય જેકેટોની માફક છે. શિવમે કહ્યું કે વધતાં જતાં ગુનાને જોતાં વિદ્યાર્થીઓએ મહિલાઓની સુરક્ષા માટે કંઇક નવું કરવાનો સંકલ્પ કર્યો અને જેકેટ બનાવવાનો વિચાર કર્યો. જેકેટની પેટેંટ કરવા માટે અરજી કરી દેવામાં આવી છે. જેકેટ બનાવનાર વિદ્યાર્થીઓને કોલેજમાં આયોજિત સ્પર્ધામાં ઘણા એવોર્ડ મળ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news