ભારતના આ PM એ પાકિસ્તાનને કહ્યું હતું કે લઈ લો કાશ્મીર!, પણ શરત સાંભળીને PAK પીએમને તો પરસેવો છૂટી ગયો હતો
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશે એકથી એક ચડિયાતા કદાવર નેતાઓ આપ્યા છે. જેમણે દેશના રાજકારણ પર અમીટ છાપ છોડી છે. એટલું જ નહીં પાકિસ્તાનને પણ લોઢાના ચણા ચાવવા પર મજબૂર કર્યું હતું. આવા જ એક પૂર્વ નેતા હતા ચંદ્રશેખર. તેઓ પોતાના સમયમાં દેશમાં સમાજવાદી વિચારધારાના સૌથી મોટા નેતાઓમાંથી એક હતા. જો કે પીએમ તરીકે તેમનો કાર્યકાળ બહુ ન રહ્યો પરંતુ જેટલો પણ સમય હતો તેમાં તેમણે પાકિસ્તાનના તત્કાળ પીએમ નવાઝ શરીફની બોલતી બંધ કરી દીધી હતી.
નાના ગામથી રાયસીના હિલ્સ સુધી
ચંદ્રશેખર ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ઈબ્રાહિમપટ્ટી ગામના હતા. આ નાનકડા ગામથી દિલ્હીના રાયસીના હિલ્સ પર બનેલા પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચવાની તેમની સફર ખુબ રોમાંચક હતી. તેમનું વ્યક્તિત્વ કમાલનું અને દમદાર હતું અને આથી જ તેમને યુવા તુર્ક પણ કહેવામાં આવતા હતા. તેમની એક ખાસિયત એ પણ હતી કે તેમને ઈન્દિરા ગાંધીથી લઈને અટલ બિહારી વાજપેયી સુધીના નેતાઓ પસંદ કરતા હતા. સામાન્ય રીતે કોઈ પણ નેતા માટે વિભિન્ન પાર્ટીઓના નેતાઓના પ્રિય બનવું લગભગ અશક્ય જેવું હોય છે.
નવાઝ શરીફની બોલતી બંધ કરી હતી
ચંદ્રશેખરના વ્યક્તિત્વ અને હાજરજવાબી એટલા જબરદસ્ત હતા કે તેમની આગળ પાકિસ્તાનના પીએમની પણ બોલતી બંધ થઈ ગઈ હતી. આ ઘટના 1991ની છે જ્યારે ચંદ્રશેખરની મુલાકાત પાકિસ્તાનના તત્કાલિન પીએમ નવાઝ શરીફ સાથે થઈ હતી.
વરિષ્ફ પત્રકાર સંતોષ ભારતીયે પોતાના પુસ્તક 'વી પી સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી ઔર મે' માં આ ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે ચંદ્રશેખર કોમનવેલ્થ સંમેલનમાં ભાષણ આપવા માટે મંચ પરથી ઉતરી રહ્યા હતા અને ત્યારે જ તેમની નજર ત્યાં હાજર પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ પર પડી. તેમણે શરીફ સાથે ઔપચારિક વાતચીત બાદ કહ્યું કે તમે ખુબ બદમાશી કરો છો. જેના પર નવાઝ શરીફે કહ્યું કે બદમાશીનું કારણ જ દૂર કરી દો ને. ચંદ્રશેખરે પૂછ્યું કે બતાવો શું કારણ છે. ત્યારે નવાઝ શરીફે કહ્યું અમને કાશ્મીર આપી દો. તમામ બદમાશીઓ ખતમ થઈ જશે. જેના પર ચંદ્રશેખરે કહ્યું કે અમે તમને કાશ્મીર આપી દઈશું પરંતુ તેની સાથે તમારે ભારતના 15 કરોડ મુસલમાનોને પણ તમારી સાથે લઈ જવા પડશે. આ સાંભળતા જ શરીફ ડાફોળિયા મારવા લાગ્યા હતા. પાકિસ્તાન માટે પોતાને જ સંભાળવાનું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે એવામાં 15 કરોડ મુસલમાનોનો બોજો કેવી રીતે સંભાળી શકત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે