Russia-Ukraine War Live Updates: યુક્રેનના રાષ્ટ્રપતિનો મોટો દાવો, યુદ્ધના 6 દિવસમાં 6000 રશિયન સૈનિકોના મોત

Russia Ukraine War LIVE Updates: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર સતત બોમ્બમારો કરી રહી છે. મિસાઈલો છોડી રહી છે. કિવમાં સામાન્ય નાગરિકોને બંકરો કે ઘરના ભોયરામાં જતા રહેવા જણાવવામાં આવ્યું છે. 

Russia-Ukraine War Live Updates: યુક્રેનના રાષ્ટ્રપતિનો મોટો દાવો, યુદ્ધના 6 દિવસમાં 6000 રશિયન સૈનિકોના મોત

Russia Ukraine War LIVE Updates: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર સતત બોમ્બમારો કરી રહી છે. મિસાઈલો છોડી રહી છે. કિવમાં સામાન્ય નાગરિકોને બંકરો કે ઘરના ભોયરામાં જતા રહેવા જણાવવામાં આવ્યું છે. યુક્રેને ચેચન્યા ફોર્સ તરફથી રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને નિશાન બનાવવાની કોશિશ નિષ્ફળ કરી હોવાનો દાવો કર્યો છે. જેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર રક્ષા સહયોગ અંગે વાતચીત કરી છે. આ બધા વચ્ચે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં યુક્રેન સંકટ પર 7 અને 8 માર્ચના રોજ સુનાવણી થશે. યુક્રેન અને રશિયા યુદ્ધ સંલગ્ન તમામ અપડેટ્સ અહીં વાંચો......

રશિયાના 6000 સૈનિકો માર્યા ગયા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે યુદ્ધના 6 દિવસમાં રશિયાના 6000 જેટલા સૈનિકો માર્યા ગયા છે. 

— Zee News (@ZeeNews) March 2, 2022

યુક્રેનના ખારકિવમાં તબાહી, મિલિટ્રી એકેડેમી અને એરફોર્સ યુનિવર્સિટી પર હુમલો
યુક્રેનના અનેક શહેરોમાં રશિયાએ એક સાથે હુમલા તેજ કર્યા છે. ખારકિવ અને કિવને ખાસ કરીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખારકિવમાં મચેલી તબાહીના વીડિયો પણ સામે આવી રહ્યા છે. યુક્રેનની સેનાનું કહેવું છે કે રશિયાના પેરાટ્રુપર્સ ખારકિવમાં ઉતરી ગયા છે. તાજા હુમલામાં યુક્રેનના નાગરિકોના માર્યા જવાના રિપોર્ટ્સ પણ છે. યુક્રેની સેનાના જણાવ્યાં મુજબ રશિયન સૈનિકોએ ફાયરિંગ તેજ કર્યું છે. ખારકિવ સ્થિત પોલીસ હેડક્વાર્ટર પર રશિયાએ હુમલો કર્યો છે. મિલિટ્રી એકેડેમી ઉપર મિસાઈલ એટેક કરવામાં આવ્યો. ખારકિવમાં તબાહીના વીડિયો પણ સામે આવ્યા છે. ખારકિવની એરફોર્સ યુનિવર્સિટીને પણ નિશાન બનાવવામાં આવી છે. આ હુમલા દરમિયાન એક ઓયલસ ટેન્કરમાં વિસ્ફોટ થયો છે. ખારસોન એરપોર્ટ પાસે જોરદાર વિસ્ફોટ થયો છે. 

— ANI (@ANI) March 2, 2022

ખારકિવમાં રશિયાના હુમલામાં 21 લોકોના મોત
યુક્રેનના શહેર ખારકિવમાં રશિયાના હુમલા સતત ચાલુ છે. શહેરના ગવર્નરનો દાવો છે કે આ હવાઈ હુમલામાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 112 ઘાયલ છે. આ ઉપરાંત ખારકિવમાં જ સ્થિત મિલિટ્રી એકેડેમી પર પણ રોકેટથી હુમલો થયો હતો. ત્યાં છેલ્લા 9 કલાકથી આગ બૂઝાઈ નથી. યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર તરફથી એક વીડિયો જારી કરાયો છે. તેમના જણાવ્યાં મુજબ આ વીડિયોમાં જોવા મળ્યું છે કે કઈ રીતે ત્યાં પોલીસ વિભાગના બિલ્ડિંગ પર રશિયાએ હુમલો કર્યો. 

— NEXTA (@nexta_tv) March 2, 2022

યુક્રેનનો દાવો- રશિયાની સેનાએ પ્રસૂતિ ગૃહ બાળ્યું
યુક્રેનના વિદેશ મંત્રાલય તરફથી એક ટ્વીટ કરાયું છે જેમાં લખ્યું છે કે રશિયાની સેનાએ Zhytomyr સ્થિત પ્રસૂતિ ગૃહ તબાહ કરી નાખ્યું છે. શું આ નરસંહાર નથી તો શું હશે? બીજી બાજુ યુક્રેની મીડિયાનો દાવો છે કે ખારકિવમાં હજુ પણ સતત ધડાકા થઈ રહ્યા છે. કેટલાક રોકેટ ખારકિવ સ્થિત મિલિટ્રી એકેડેમી પર પડ્યા હતા. ત્યાં છેલ્લા 9 કલાકથી આગ લાગી છે. 

If it’s not a genocide, what is that? pic.twitter.com/1zoMUywgf7

— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 2, 2022

લગભગ 7 લાખ લોકોએ યુક્રેન છોડ્યું
શરણાર્થીઓ માટે જે સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચાયુક્ત છે તેમના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં યુક્રેનથી 6 લાખ 77 હજાર લોકો પડોશી દેશોમાં જઈને રહેવા લાગ્યા છે. યુએનને આશંકા છે કે રેફ્યૂજીની સંખ્યામાં વધારો થઈ શકે છે. 

પેરાટ્રુપર્સે ખારકિવમાં હોસ્પિટલને બનાવી નિશાન
ખારકિવમાં આજે સવારે હવાઈ હુમલાના અવાજો સંભળાયા છે. પરંતુ આ બધા વચ્ચે ત્યાં રશિયન પેરાટ્રુપર્સ ઉતર્યા છે જેમણે હોસ્પિટલને નિશાન બનાવી છે. ફાયરિંગ ચાલુ છે. 

Kherson પર કબજો
રશિયાની સેનાએ Kherson પર કબજો કર્યો છે. બીજી બાજુ કિવ-ખારકિવમાં બોમ્બમારો તેજ થયો છે. 

અમેરિકાની મોટી કાર્યવાહી
અમેરિકી મીડિયાના હવાલે ખબર આવી છે કે રશિયન વિમાનો માટે અમેરિકા પોતાનો એર સ્પેસ બંધ કરશે. આ પગલું ગમે ત્યારે અમલમાં આવી શકે છે.

રશિયા યુક્રેન વચ્ચે ચોથા તબક્કાની વાતચીત
યુદ્ધને ખતમ કરવા માટે રશિયા અને યુક્રેન વચ્ચે આજે ચોથા તબક્કાની વાતચીત થશે. આ બધા વચ્ચે ક્રેમલિને કહ્યું કે હાલ ગત વાતચીતથી પરિણામ કાઢવું ઉતાવળ રહેશે. વાતચીત અગાઉ રશિયન ફોર્સે કિવ, ખારકિવ અને ચેર્નિહાઈવમાં આર્ટિલરીથી હુમલા તેજ કર્યા છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

પુતિને વિદેશી મુદ્રા કાઢવા પર લગાવ્યો પ્રતિબંધ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને દેશમાં વિદેશી મુદ્રા કાઢવા પર હાલ પ્રતિબંધ લગાવ્યો છે. આદેશ મુજબ 10 હજાર ડોલરથી વધુના ઉપાડ પર તત્કાળ પ્રભાવથી રોક લગાવવામાં આવી છે. 

ભારતીય વિદ્યાર્થીઓને લેવા માટે રવાના થયું C-17
મંગળવારે પીએમ મોદીએ વિદેશ મંત્રાલયને કહ્યું કે ઓપરેશન ગંગામાં વાયુસેનાની પણ મદદ લેવામાં આવે. જેથી કરીને ભારતીયોની વાપસીનું અભિયાન તેજ થાય. અત્યાર સુધી એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન જ આ કાર્યમાં લાગ્યા હતા. પીએમના નિર્દેશ બાદ વાયુસેનાએ પોતાનું સી-17 વિમાન યુક્રેનમાં ફસાયેલા લોકોને લેવા માટે મોકલ્યું છે. વિમાન હિંડન એરબેસથી રોમાનિયા જવા માટે રવાના થયું છે. 

— ANI (@ANI) March 1, 2022

ગ્લોબમાસ્ટરની ખાસિયત
યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે વાયુસેનાએ મોરચો સંભાળી લીધો છે. સી-17 ગ્લોબમાસ્ટરે રોમાનિયા માટે  બુધવારે વહેલી સવારે ઉડાણ ભરી. ગ્લોબમાસ્ટરની ખાસિયત એ છે કે એક જ વારમાં તે વધુ લોકોને પાછા લાવી શકે છે. ગ્લોબમાસ્ટરમાં એક વારમાં 300થી 400 લોકોને લાવવાની ક્ષમતા છે. છેલ્લે જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવવા માટે હુમલો કર્યો હતો ત્યારે પણ ગ્લોબમાસ્ટરે મોરચો સંભાળ્યો હતો. 

— ANI (@ANI) March 1, 2022

બુચારેસ્ટ પહોંચ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયાની રાજધાની બુચારેસ્ટ પહોંચી ગયા છે. તેમણે રોમાનિયામાં યુક્રેનથી ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી પ્રક્રિયા પર એરપોર્ટ પર જ અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી. 

બાઈડેનનું પહેલું સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન આજે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારતીય સમય અનુસાર સવારે 7.30 વાગે પોતાનું પહેલું સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન કરશે. જેમાં યુક્રેન-રશિયા યુદ્ધ ઉપર પણ વાત કરી શકે છે.

એક ભારતીય વિદ્યાર્થીએ ગુમાવ્યો  છે જીવ
અત્રે જણાવવાનું કે મંગળવારે યુક્રેનમાં ફસાયેલા કર્ણાટકના એક વિદ્યાર્થીનું રશિયાના હુમલામાં મોત થયું છે. તેનો એક સાથે ઘાયલ પણ થયો છે. જ્યારે બીજો સુરક્ષિત છે. તમામ ભોજન લેવા માટે બહાર નીકળ્યા હતા. ત્યારે જ અચાનક હુમલો થયો. જેમાં કર્ણાટકના વિદ્યાર્થીનું મોત થયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news