IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર

IPL 2025 Schedule: વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની આગામી સિઝનનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સને IPL 2025ની શરૂઆતની અને અંતિમ મેચોની યજમાની સોંપવામાં આવી છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે થશે. 

IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર

IPL 2025 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની આગામી સિઝનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ મેચમાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) કરશે. આનો અર્થ એ થયો કે ઉદ્ઘાટન મેચમાં બે નવા કેપ્ટનો સામ-સામે આવશે. RCBએ રજત પાટીદારને કેપ્ટન બનાવ્યો છે. જ્યારે કોલકાતાએ હજુ સુધી તેના કેમ્ટનની જાહેરાત કરી નથી. 

IPL 2025માં રમાશે 74 મેચો
આઇપીએલ 2025માં ગયા વર્ષની જેમ જ ફોર્મેટ રહેશે. IPLની 10 ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બે મહિના સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં ખિતાબ માટે સખત પ્રયાસ કરશે. આ વખતે કુલ 74 મેચ રમાશે.

ઓપનિંગ મેચ 22 માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે. 18 મે સુધી 70 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 12 ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે 1 દિવસમાં 2 મેચ 12 વખત રમાશે. ફાઈનલ 25 મેના રોજ કોલકાતામાં યોજાશે.

BCCIએ જાહેરાત કરી છે કે, ભારતમાં 13 મેદાનો પર કુલ 74 મેચો રમાશે. આ વખતે આઈપીએલ ઈતિહાસની બે સૌથી સફળ ટીમો ટૂર્નામેન્ટના બીજા દિવસે આમને-સામને જોવા મળશે. જી હા... 23 માર્ચે ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ટક્કર થશે.

પ્લેઓફ મેચો યોજાશે
ઓપનર અને ફાઈનલ મેચો સિવાય કોલકત્તાને ક્વોલિફાયર 2 માટે હોસ્ટિંગ અધિકારો પણ આપવામાં આવ્યા છે. ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ હૈદરાબાદમાં રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તેની પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ (RR) સામે 23 માર્ચે હૈદરાબાદમાં જ રમશે.

ટુર્નામેન્ટ ફોર્મેટ
IPL લીગ તબક્કામાં દરેક ટીમ 14 મેચ રમશે. પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો પ્રથમ ક્વોલિફાયરમાં ટકરાશે, જ્યારે ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો એલિમિનેટર રમશે. પ્રથમ ક્વોલિફાયરની હારેલી ટીમ અને એલિમિનેટરની વિજેતા ટીમ બીજા ક્વોલિફાયરમાં એકબીજાનો સામનો કરશે. અહીંની વિજેતા ટીમ પ્રથમ ક્વોલિફાયરની વિજેતા ટીમ સામે ફાઇનલમાં પ્રવેશ કરશે.

IPLની તમામ 10 ટીમો
ચેન્નાઈ સુપર કિંગ્સ

રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મથીશા પથિરાના, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, રવિચંદ્રન અશ્વિન, ખલીલ અહેમદ, નૂર અહેમદ, વિજય શંકર, સેમ કુરન, શેખ રશીદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, દીપક હુડ્ડા, ગુરજપનીત સિંહ, નાથન એલિસ, જેમી ઓવર્ટનસ, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણ ઘોષ, શ્રેયસ ગોપાલ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ.

કોલકાતા નાઈટ રાઈડર્સ
રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમણદીપ સિંહ, વેંકટેશ અય્યર, ક્વિન્ટન ડીકોક, રહેમાનુલ્લા ગુરબાઝ, એનરિચ નોર્ખિયા અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોનસન, લવનિથ સિસૌદિયાસ  અજિંક્ય રહાણે, અનુકુલ રોય, મોઈન અલી, ઉમરાન મલિક.

સનરાઇઝર્સ હૈદરાબાદ
પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, ઈશાન કિશન, રાહુલ ચહર, એડમ ઝમ્પા, અથર્વ તાયડે, અભિનવ મનોહર, સિમરજીત સિંહ, ઝીશાન અંસારી, જયદેવ ઉનડકટ, બ્રાયડન કાર્સે, કામિન્ડુ મેન્ડિસ, અનિકેત વર્મા, ઈશાન મલિંગા, સચિન બેબી.

પંજાબ કિંગ્સ
શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ, અરશદીપ સિંહ, શ્રેયસ અય્યર (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, નેહલ વઢેરા, હરપ્રીત બરાડ, વિષ્ણુ વિનોદ, વિજ્યકુમાર વિશક, યશ ઠાકુર, માર્કો જાનસન, જોશ ઈંગ્લિસ, લોકી ફર્ગ્યુસન, અજમતુલ્લાહ ઉમરજાઈ, હરનૂર પન્નુ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પાઈલા અવિનાશ, પ્રવીણ દુબે.

દિલ્હી કેપિટલ્સ
અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, મિશેલ સ્ટાર્ક, કેએલ રાહુલ, હેરી બ્રૂક, જેક ફ્રેઝર-મેકગર્ક, ટી નટરાજન, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા, ફાફ ડુ પ્લેસિસ, મુકેશ કુમાર, દર્શન નાલકંડે, વિપ્રજ નિગમ, દુષ્મંથા ચમીરા, ડોનોવન ફરેરા, અજય મંડલ, માનવંત કુમાર, ત્રિપુરાના વિજય, માધવ તિવારી.

લખનૌ સુપર જાયન્ટ્સ
નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસિન ખાન, આયુષ બદોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, એડન માર્કરામ, મિશેલ માર્શ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુયાલ, આકાશ દીપ, હિમ્મત સિંહ, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ, શાહબાઝ સિંહ, આકાશ સિંહ, શમર જોસેફ પ્રિંસ યાદવ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, અર્શિન કુલકર્ણી, મેથ્યુ બ્રિટ્ઝકે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), યશ દયાલ, લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવૂડ, રસિક ડાર, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, નુવાન તુષારા, મનોજ ભંડાગે, જૈકબ બેથેલ, દેવદત્ત પાડિક્કલ, સ્વાસ્તિક છિકારા, લુંગી એન્ગિડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી.

રાજસ્થાન રોયલ્સ
સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્મા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષ્ણા, વાનિન્દુ હસરંગા, આકાશ મધવાલ, કુમાર કાર્તિકેય, નીતીશ રાણા, તુષાર દેશપાંડે, શુભમ દુબે, યુદ્ધવીર સિંહ, ફજલહક ફારૂકીસ વૈભવ સૂર્યવંશી, ક્વેના મફાકા, કુણાલ રાઠોડ, અશોક શર્મા.

મુંબઈ ઈન્ડિયન્સ
જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિંજે, કર્ણ શર્મા, રયાન રિકેલટન, દીપક ચહર, મુજીબ ઉર રહેમાન, વિલ જેક્સ, અશ્વિની કુમાર, મિશેલ સેન્ટનર, રીસ ટોપલે, કૃષ્ણન શ્રીજીત, રાજ અંગદ બાવા, સત્યનારાયણ રાજૂ, બેવોન જેરબ્સ, અર્જૂન તેંડુલકર, લિઝાદ વિલિયમ્સ, વિગ્નેશ પુથુર.

ગુજરાત ટાઇટન્સ
રાશિદ ખાન, શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, કગિસો રબાડા, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોઈત્જી, અરશદ ખાન, ગુરનૂર બરાર, શેરફેન રદરફોર્ડ, સાઈ કિશોર, ઈશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનત, કુલવંત ખેજરોલિયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news