અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોની ત્રીજી ફ્લાઈટનુ લિસ્ટ આવી ગયું, ગુજરાતીઓનો આંકડો જાણી ચોંકી જશો
US Flight Carrying 3nd Batch Of Indian Immigrants : અમેરિકાથી ગેરકાયદેસર માઈગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઈટ લેન્ડ થતા પહેલા તેનું લિસ્ટ આવી ગયું છે. આ ફ્લાઈટમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે... ત્રીજી ફ્લાઈટમાં 22 ગુજરાતીઓનું લિસ્ટ સામે આવ્યું છે
Trending Photos
America Deports Illegal Immigrants : ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ USAમાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને ડિપોર્ટ કરાઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં બે ફ્લાઈટ ગેરકાયદેસર ભારતીયોને લઈને ભારત આવી પહોંચી છે. હજી થોડા કલાક પહેલા જ બીજી ફ્લાઈટ આવી હતી, ત્યારે ત્રીજી ફ્લાઈટનું લિસ્ટ પણ આવી ગયું છે. ત્રીજી ફ્લાઈટમાં કુલ 157 ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યાં છે. આ ફ્લાઈટમાં 22 ગુજરાતીઓ સામેલ છે.
કઈ ફ્લાઈટમાં કેટલા ગુજરાતીઓ આવ્યા
- પહેલી ફ્લાઈટ - 37 ગુજરાતી
- બીજી ફ્લાઈટ - 8 ગુજરાતી
- ત્રીજી ફ્લાઈટ - 22 ગુજરાતી
બીજી ફ્લાઈટમાં 8 ગુજરાતી હતા
આઠ ગુજરાતી સહિત 119 ગેરકાયદે ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કરી દીધા છે. 119 ગેરકાયદે ગયેલા ભારતીયોને લઈ પ્લેન આજે અમૃતસર લેન્ડ થયું હતું. જેમાં 67 પંજાબીઓ, 33 હરિયાણાના, 8 ગુજરાતી તેમજ ઉત્તર પ્રદેશના ત્રણ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે અને હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કશ્મીરના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. ત્યારે ગુજરાતીઓની વતન વાપસી થઈ ગઈ છે. આ 8 લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તો ગુજરાતીઓને હાલ અમદાવાદ લાવીને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ 8 ગુજરાતીઓ કોણ કોણ છે તે માહિતી હજી સામે આવી નથી.
સાંકળ બાંધીને લાવવામાં આવ્યા
અમેરિકાથી 119 ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોની બીજી બેચ ભારતના અમૃતસર પહોંચી છે. અમેરિકન સૈન્ય વિમાન C-17 શનિવારે રાત્રે 11.32 કલાકે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. તેમાં પંજાબના 67, હરિયાણાના 33, ગુજરાતના 8, યુપી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને ગોવાના એક-એક લોકોનો સમાવેશ થાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવાના વચનના ભાગરૂપે ભારતીયોની આ બીજી બેચ છે જેને દેશનિકાલ કરવામાં આવ્યો છે. ગત વખતની જેમ આ વખતે પણ પરત ફરેલા ભારતીયોને હાથકડી અને બેડીઓ સાથે લાવવામાં આવ્યા હતા, જે તેઓ પ્લેનમાંથી ઉતરતા પહેલા હટાવી લેવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે