વૃદ્ધ 'નન'ના પેશાબથી હજારો મહિલાઓને મળ્યો ખોળાનો ખૂંદનાર! ટેન્કરોમાં ભરી ભરીને જતું યૂરિન!

Medicine Nuns of Urine: જે મહિલાઓ કેટલીક સમસ્યાઓના કારણે માતા બની શકતી નથી તેમના માટે હવે વિવિધ પ્રકારની સારવાર આવી ગઈ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે વૃદ્ધ નનોનો પેશાબ મહિલાઓના ઉજ્જડ ખોળા માટે 'અમૃત' સાબિત થતો હતો. તેમાંથી બનેલી દવાથી હજારો મહિલાઓ ગર્ભવતી બની હતી.

1/9
image

Medicine Nuns of Urine: છેલ્લા 50-60 વર્ષોમાં વિશ્વભરમાં લાખો મહિલાઓ ગર્ભવતી થઈ છે અને તેનું એક અનોખું કારણ હતું ઈટલીની વૃદ્ધ નનોની દુઆ અને તેમના પેશાબમાંથી બનેલી દવા. આ ખૂબ જ આશ્ચર્યજનક છે પરંતુ એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ઇટાલિયન વૈજ્ઞાનિક પાયરો ડોનિનીના એક રિસર્ચ બાદ કેટલાક લોકો અને કંપનીઓએ આ કરીને દેખાડી દીધું.  

2/9
image

1940ના દાયકામાં ઇટલિના વૈજ્ઞાનિક પાયરો ડોનિનીએ શોધ્યું હતું કે બે વિશેષ હોર્મોન્સ - એલએચ (LH) અને એફએસએચ (FSH) - સ્ત્રીઓને ગર્ભધારણ કરવામાં મદદ કરે છે. તેમણે રિસર્ચ કર્યું અને જાણવા મળ્યું કે જે મહિલાઓનું માસિક ધર્મ બંધ થઈ ગયું છે તેમના શરીરમાં આ હોર્મોન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આવું એટલા માટે થાય છે કારણ કે શરીર હજી પણ ઇંડા ઉત્પન્ન કરવા માટે હોર્મોન્સ છોડે છે પરંતુ અંડાશય પ્રતિક્રિયા આપતું નથી.

3/9
image

ડોનિનીએ વિચાર્યું કે જો આ હોર્મોન્સ મેનોપોઝલ સ્ત્રીઓના પેશાબમાંથી કાઢવામાં આવે તો તેનો ઉપયોગ એવી સ્ત્રીઓ માટે થઈ શકે છે જેઓ ગર્ભ ધારણ કરી શકતી નથી. ડોનિનીએ આ હોર્મોન્સમાંથી એક દવા બનાવી જેનું નામ તેમણે 'પર્ગોનલ' (Pergonal) રાખ્યું. પેરાગોનલનો મતલબ થાય છે ગોનાડ્સ (અંડાશય અને અંડકોષ) માંથી ઉદ્ભવેલું.

ક્યાંથી લાવવો આટલો પેશાબ?

4/9
image

હવે એક નવી સમસ્યા એ હતી કે આ દવા મોટા પાયા પર કેવી રીતે બનાવવી અને આટલો પેશાબ ક્યાંથી આવશે? ઘણા વર્ષો સુધી તેનો ઉકેલ મળ્યો ન હતો. પછી 1950ના દાયકામાં એક યહૂદી વૈજ્ઞાનિક બ્રુનો લુનેનફેલ્ડને ડોનિનીની આ શોધ વિશે જાણ થઈ. લુનનફેલ્ડ આ દવા પર વધુ સંશોધન કરવા માંગતા હતા, પરંતુ દવા બનાવવા માટે હજારો લિટર પેશાબની જરૂર હતી.

પોપે કરી મદદ

5/9
image

એક ફાર્માસ્યુટિકલ કંપનીએ તેમાં રસ દાખવ્યો પરંતુ તેઓ પણ આટલા મોટા પાયે પેશાબ એકત્ર કરવાનો કોઈ ઉકેલ શોધી શક્યા નહીં. પછી વેટિકન (રોમના પોપનું ધાર્મિક મુખ્ય મથક) ના સભ્ય ગિઉલિયો પેસેલીએ મદદ કરી. તેમણે કહ્યું કે તેમના કાકા પોપ પાયસ આ કામને "પવિત્ર હેતું" માનતા હતા અને ઇટલીમાં વૃદ્ધાશ્રમોમાં રહેતી વૃદ્ધ નનો પાસેથી પેશાબ એકત્રિત કરવાની પરવાનગી આપશે. ત્યારબાદ ઇટલીના અલગ અલગ વૃદ્ધાશ્રમોમાંથી ટેન્કરોમાં ભરી ભરીને વૃદ્ધ નનોનો પેશાબ સિરોનો કંપનીની લેબમાં પહોંચવાનું શરૂ થયું. ગણતરી મુજબ દવાના એક ડોઝ માટે 10 નનોનો પેશાબ 10 દિવસ માટે જરૂર હતી.

ક્યારે જન્મ્યું પ્રથમ બાળક?

6/9
image

1962માં આ દવાની મદદથી ઇઝરાયેલમાં એક મહિલા ગર્ભવતી થઈ અને તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. આ પરગોનાલમાંથી જન્મેલું આ પહેલું બાળક હતું. ટૂંક સમયમાં જ આ દવાની સફળતા એટલી વધી ગઈ કે દુનિયાભરની મહિલાઓને તેનો ફાયદો મળવા લાગ્યો. 1970 સુધીમાં આ દવા અમેરિકામાં પણ સામાન્ય બની ગઈ. લાખો મહિલાઓ તેને ગર્ભ ધારણ કરવા માટે લેવા લાગી. જોકે આ દવા સસ્તી નહોતી. એક સારવારનો ખર્ચ લગભગ 10 હજાર ડોલર હતો.

પુરુષો માટે પણ બનાવવામાં આવી દવા

7/9
image

1982માં યુએસ સરકારે પણ પુરૂષ વંધ્યત્વની સારવાર માટે આ દવાને મંજૂરી આપી હતી. ઘણા પુરુષોમાં પિટ્યૂટરી ગ્રંથિની સમસ્યાને કારણે સ્પર્મ પ્રોડક્શન બંધ થઈ જાય છે. પરગોનલે પણ આમાં મદદ કરી અને હજારો પુરુષો પિતા બનવામાં સફળ થયા.

ઘણા બધા બાળકો જન્મ્યા

8/9
image

પરગોનલને કારણે કેટલીકવાર એક જ સમયે એક કરતાં વધુ બાળકોનો જન્મ થવા લાગ્યા. 1985માં અમેરિકામાં એક મહિલાએ એક સાથે 7 બાળકોને જન્મ આપ્યો હતો. આ મામલો એટલો મોટો હતો કે તેણે ડોક્ટરો અને હોસ્પિટલ સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો અને 2.7 મિલિયન ડોલર (લગભગ 22 કરોડ રૂપિયા)નું વળતર જીત્યું. જો કે, વૈજ્ઞાનિકોએ દવાના ઉપયોગમાં સુધારો કર્યો, જેનાથી એક સાથએ વધારે બાળકો પૈદા થવાની ઘટનાઓમાં ઘટાડો થઈ ગયો.

હવે નનોના પેશાબની જરૂર નથી

9/9
image

1980 ના દાયકા સુધીમાં આ દવાની માંગ એટલી વધી ગઈ કે દરરોજ 30 હજાર લિટર પેશાબની જરૂર પડી. આ શક્ય ન હતું, તેથી વૈજ્ઞાનિકોએ લેબમાં કૃત્રિમ રીતે આ હોર્મોન્સ બનાવવાનું શરૂ કર્યું. 1995માં પહેલીવાર લેબમાં તૈયાર કરાયેલી દવા 'ગોનલ-એફ'ને પ્રથમ વખત મંજૂરી મળી હતી. પછી વૃદ્ધ નનોનો પેશાબની જરૂરિયાત ખતમ થઈ ગઈ.