Akshay Kumar: પ્રેમની વાતમાં ખેલાડી છે અક્ષય કુમાર, અફેરનું લિસ્ટ સૌથી લાંબુ, બોલીવુડની આ ટોચની અભિનેત્રીઓ હતી અક્કીની પ્રેમીકાઓ
Akshay Kumar love Affairs: આજે અક્ષય કુમારના બોલીવુડના સુપરસ્ટાર તરીકે જાણીતો છે. બોલીવુડમાં તેણે અનેક બ્લોકબસ્ટર હીટ ફિલ્મો આપી છે. અક્ષય કુમારને ખિલાડી કુમારના નામથી પણ ઓળખવામાં આવે છે. જો કે અક્ષય કુમાર તેની ફિલ્મોની સાથે તેના અફેરના કારણે પણ પ્રખ્યાત છે. અભિનેતાઓમાં તેના અફેરનું લીસ્ટ સૌથી લાંબુ હશે. લગ્ન પહેલા અને લગ્ન પછી તેનું નામ બોલીવુડની ટોચની અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે.
અક્ષય કુમાર-શિલ્પા શેટ્ટી
આ લિસ્ટમાં પહેલું નામ શિલ્પા શેટ્ટીનું છે. બંને વચ્ચે મેં ખિલાડી તુ અનાડી ફિલ્મના સેટ પર પ્રેમ શરુ થયો હતો. જો કે શિલ્પા સાથે અફેર દરમિયાન અક્ષય કુમારએ ટ્વિંકલ ખન્ના સાથે પણ રિલેશન શરુ કરી દીધા હતા.
અક્ષય કુમાર- રવીના ટંડન
અક્ષય કુમાર અને રવીના ટંડનના અફેરની ચર્ચા આજે પણ થાય છે. બંને વિશે એવું પણ કહેવાય છેકે તેમણે સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ પછી બંને અલગ થઈ ગયા.
અક્ષય કુમાર-રેખા
અક્ષય કુમાર અને રેખાના અફેરની ચર્ચાથી બોલીવુડમાં ખળભળાટ મચી ગયો હતો. ખિલાડીઓ કા ખિલાડી ફિલ્મ દરમિયાન બંને નજીક આવી ગયા હોવાની ચર્ચાઓ હતી. આ ફિલ્મમાં બંનેએ બોલ્ડ સીન પણ કર્યા છે.
અક્ષય કુમાર-સુષ્મિતા સેન
અક્ષય કુમારનું નામ મિસ યુનિવર્સ રહી ચુકેલી સુષ્મિતા સેન સાથે પણ જોડાયું હતું. એક મુલાકાત દરમિયાન રવીના ટંડને ખુલાસો કર્યો હતો કે તેણે અક્ષયને રેખા અને સુષ્મિતા સેન સાથે રંગે હાથ પકડ્યો હતો.
અક્ષય કુમાર-પૂજા બત્રા
અક્ષય કુમાર અને પૂજા બત્રા પણ રિલેશનશીપમાં રહી ચુક્યા છે. તેઓ એકબીજાને ડેટ કરતા હતા પરંતુ અક્ષય કુમાર બોલીવુડમાં ફેમસ થયો પછી તેણે પૂજા બત્રાને થોડી દીધી.
અક્ષય કુમાર- આયશા ઝુલ્કા
અક્ષય કુમાર અને આયશા ઝુલ્કા એકબીજાને ડેટ કરી ચુક્યા છે. ખિલાડી ફિલ્મ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
અક્ષય કુમાર-પ્રિયંકા ચોપડા
અક્ષય કુમાર લગ્ન પછી પણ પ્રિયંકા ચોપડાની સુંદરતા જોઈ લપસી ગયો હતો. પરંતુ આ વાતની ખબર ટ્વીંકલ ખન્નાને પડી ગઈ અને પછી તેણે અક્ષય કુમારને પ્રિયંકા સાથે કામ કરવાની મનાઈ કરી દીધી.
Trending Photos