Ghee Side Effects: આ 4 બીમારીમાં વ્યક્તિએ ન ખાવું ઘી, ખાવાથી વધી જાય છે સાઈડ ઈફેક્ટ્સ

Ghee Side Effects: ઘી મિનરલ્સ, વિટામિન્સ અને હેલ્ધી ફેટથી ભરપુર હોય છે. પરંતુ તેમ છતાં દેશી ઘી ખાવાથી કેટલીક હેલ્થ પ્રોબ્લેમ વધી શકે છે. તો ચાલો તમને જણાવીએ કોણે કોણે ઘી ન ખાવું.

Ghee Side Effects: આ 4 બીમારીમાં વ્યક્તિએ ન ખાવું ઘી, ખાવાથી વધી જાય છે સાઈડ ઈફેક્ટ્સ

Ghee Side Effects: ગરમાગરમ રોટલી અને દાળ-ભાત સાથે ઘી ખાવું સૌને ગમે છે. ઘીનો ઉપયોગ અલગ અલગ વાનગીમાં કરવામાં આવે છે. ઘીથી બનેલી વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. ઘીનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. ગરમ દૂધમાં ઘી ઉમેરીને પીવાથી પેટની તકલીફો દૂર થાય છે અને શરીરમાં હેલ્ધી ફેટ વધે છે. ઘી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી નાના બાળકોથી લઈને વડીલોએ દેશી ઘી ખાવું જોઈએ તેવી સલાહ લોકો આપતા હોય છે. જોકે અનેક ગુણોથી ભરપૂર ઘી કેટલા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

કેટલીક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે ઘીનું સેવન કેટલાક લોકો માટે યોગ્ય નથી. કેટલીક બીમારીમાં જો વ્યક્તિ ઘીનું સેવન કરે તો તેની તકલીફ વધી શકે છે. કેટલીક જૂની બીમારીઓ એવી છે જેમાં ઘી ન ખાવાની સલાહ નિષ્ણાંતો આપે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે કયા લોકોએ ઘીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. 

નબળું પાચન 

જે લોકોની પાચનશક્તિ નબળી હોય એટલે કે જેમને ઝડપથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ જતી હોય તેમને દેશી ઘીનું સેવન કરવું નહીં. ઘીમાં એવા ફેટ હોય છે જે ડાઈજેસ્ટિવ સિસ્ટમ પર અસર કરે છે. તેનાથી પેટ ખરાબ થઈ શકે છે અને પેટમાં ગેસની તકલીફ પણ વધી શકે છે. 

હાર્ટ પેશન્ટ 

જે લોકોને હૃદય સંબંધિત બીમારીઓ હોય તેમણે પણ ઘીનું સેવન કરવું નહીં. ઘીનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. માં રહેલા ફેટ કોલેસ્ટ્રોલનું સ્તર અસંતુલિત કરી શકે છે. જેના કારણે હાર્ટને નુકસાન થઈ શકે છે. 

લીવરની બીમારી 

એમાં કેટલાક સેચ્યુરેટેડ ફેટ હોય છે જે લીવર પર પ્રેશર બનાવી શકે છે. જે લોકોને લીવર સંબંધિત સમસ્યા હોય તેમણે ઘીનું સેવન ન કરવું. ઘી ખાવાથી લીવર સંબંધિત સમસ્યા વધી શકે છે. 

લેક્ટોસ 

કેટલાક લોકોને દૂધ અને ડેરી પ્રોડક્ટથી એલર્જી હોય છે. આવા લોકોને ઘી ખાવાથી પણ તકલીફ થઈ શકે છે. લેક્ટોસ ઇનટોલરન્સ ની તકલીફમાં ઘી ખાવાથી એલર્જી રીએક્શન થઈ શકે છે જેના કારણે ઉલટી અને બ્લોટીંગ થઈ શકે છે. તેથી દૂધની એલર્જી હોય તે લોકોએ ઘીનું સેવન પણ ટાળવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news