સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ : પળે પળની અપડેટ માટે જોતા રહો

Local Body Elections Voting : સ્થાનિક સ્વરાજના જંગને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ... જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 68 પાલિકાઓ અને 3 તાલુકા પંચાયત માટે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન... ZEE 24 કલાક પર વહેલી સવારથી જુઓ સ્થાનિક સ્વરાજનો સંગ્રામ લાઈવ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ : પળે પળની અપડેટ માટે જોતા રહો

Gujarat Elections : આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી તથા 68 નગરપાલિકાઓની પણ ચૂંટણી થઈ રહી છે. ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં કુલ 5084 ઉમેદવારો મેદાનમાં છે. તો 213 બેઠકો બિનહરીફ થઈ છે. 

જુનાગઢ મહાનગરપાલિકા માટે જંગ
જૂનાગઢમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ચૂંટણી જંગ શરૂ થઈ ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠક માટે મતદાન ચાલુ થયું છે. મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી 8 બેઠક બિનહરીફ થઈ ગઈ છે. વહેલી સવારથી મતદાન શરૂ થયું, તો મતદાતાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. જૂનાગઢની છ નગરપાલિકા વિસાવદર, માણાવદર, બાંટવા, વંથલી, માંગરોળ અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. છ નગરપાલિકાની 160 બેઠકો માટે 378 ઉમેદવારો મેદાને છે. 

વલસાડનો ભાજપને મત આપતો વીડિયો વાયરલ
વલસાડમાં મતદાન સમયનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2નો વીડિયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ભાજપની પેનલને કોઈ મત આપતું હોય તેવો વીડિયો સામે આવ્યો છે. બુથની અંદર મોબાઈલ લઈ જઈ વીડિયો શૂટ કરાયો છે. જોકે, ZEE 24 કલાક વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news