Budh Gochar 2025: બુધ ગ્રહે બદલી ચાલ, 5 રાશિને થશે જબરદસ્ત લાભ, ધન-સંપત્તિ સાથે વધશે પ્રતિષ્ઠા, સમય દરેક રીતે અનુકૂળ

Budh Gochar 2025: વાણી, વેપાર, બુદ્ધિના કારક બુધ ગ્રહે નક્ષત્ર પરિવર્તન કરી લીધું છે. બુધ ગ્રહે હવે રાહુના નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે 5 રાશિઓને જબરદસ્ત લાભ થવાની શરુઆત થઈ જશે. આ રાશિઓ કઈ કઈ છે ચાલો જણાવીએ તેમને. 

Budh Gochar 2025: બુધ ગ્રહે બદલી ચાલ, 5 રાશિને થશે જબરદસ્ત લાભ, ધન-સંપત્તિ સાથે વધશે પ્રતિષ્ઠા, સમય દરેક રીતે અનુકૂળ

Budh Gochar 2025: બુધ ગ્રહ વાણી, વિવેક, તર્ક શક્તિ, વેપાર, ધનલાભ મિત્રતાનો કારક ગ્રહ છે. બુધ ગ્રહે 15 ફેબ્રુઆરી અને શનિવારે નક્ષત્ર પરિવર્તન કરી લીધું છે. બુધ ગ્રહ મંગળના નક્ષત્રમાંથી નીકળી રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કર્યો છે. બુધ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિના લોકો માલામાલ થઈ જવાના છે. આ 5 રાશિના લોકો ભાગ્યશાળી એટલા માટે રહેશે કે તેમના પર બુધની સાથે રાહુની કૃપા પણ રહેશે. 

શતભિષા નક્ષત્રમાં બુધના ગોચરથી રાશિઓ પર અસર 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શતભિષા નક્ષત્રમાં રાહુના પ્રવેશથી 5 રાશિના લોકોને જબરદસ્ત લાભ મળવાના યોગ બની રહ્યા છે. શતભિષા નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે. બુધ ગ્રહના ગોચરથી રાહુ અને બુધની સકારાત્મક ઊર્જા 5 રાશિના લોકોને અસર કરશે. 5 રાશિના લોકોના જીવનમાં ધન, કારર્કિદી અને બૌદ્ધિક ક્ષમતા સંબંધિત લાભ વધશે. 

મિથુન રાશિ 

બુધ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી મિથુન રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. જે લોકો માર્કેટિંગ, મીડિયા કે ડિજિટલ ક્ષેત્ર સાથે કાર્યરત છે તેમને જબરદસ્ત પ્રગતિ થશે. વિદેશી કંપનીઓથી ઓફર અને અણધાર્યો ધન લાભ થઈ શકે છે. વેપારીઓ માટે પણ આ સમય સારો. નવા પ્રોજેક્ટ માટે સમય અનુકૂળ. 

કન્યા રાશિ 

ષતભિષા નક્ષત્રમાં બુધના ગોચરથી નોકરી કરતા લોકો અને વેપારીઓને લાભ થશે. સરકારી નોકરી મળવાના અથવા તો પ્રમોશનના યોગ બની રહ્યા છે. બેન્કિંગ અને એકાઉન્ટિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને નફો થશે. અટકેલું ધન પરત મળશે. અચાનક ધન લાભથી જૂની અટકેલી યોજના ફરીથી શરૂ થશે. સંતાન પક્ષથી સારા સમાચાર મળી શકે છે. 

તુલા રાશિ 

તુલા રાશિ માટે પણ બુધનું ગોચર આર્થિક રીતે શુભ છે. પ્રોપર્ટી શેર અને અન્ય જગ્યાએ રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. નવું ઘર કે વાહન ખરીદવાના પણ યોગ છે. વિદેશ યાત્રા કે વિદેશ સંબંધિત આર્થિક લાભ થવાના સંકેત. પારિવારિક જીવન સુખી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેવાથી મનપસંદ રહેશે. 

ધન રાશિ

ધન રાશિ માટે પણ આ ગોચર અત્યંત શુભ છે. કારકિર્દી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં લાભ થશે. રોકાણ માટે સારો સમય. નવો બિઝનેસ શરૂ કરી શકો છો. શિક્ષા યોગ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. નોકરીમાં ઉન્નતિ થશે. પારિવારિક સહયોગ વધશે. ઘરમાં માંગલિક કાર્ય થઈ શકે છે. 

કુંભ રાશિ 

કુંભ રાશિના લોકો માટે પણ બુધનું ગોચર લાભકારી રહેશે. જે લોકો ટેકનોલોજી, સાઇબર સિક્યુરિટી, ડિજિટલ માર્કેટિંગ સાથે કામ કરે છે તેમને જબરદસ્ત સફળતા મળશે. ધન લાભ સાથે પ્રસિદ્ધિ અને નવી ઓળખ પણ મળશે. સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માટે સારો સમય. ધ્યાન અને યોગ કરવાથી માનસિક સ્પષ્ટતા વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news