ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
Ruled Out: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આગામી 19 ફેબ્રુઆરીથી એટલે કે માત્ર ત્રણ દિવસમાં શરૂ થવા જઈ રહી છે. ICCની આ મેગા ઈવેન્ટ પહેલા જ ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતનો વિસ્ફોટક બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો છે.
Trending Photos
Ruled Out: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આગામી 19 ફેબ્રુઆરીથી એટલે કે માત્ર ત્રણ દિવસમાં શરૂ થવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો આ વિસ્ફોટક બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો છે. ટીમ ઈન્ડિયા અને મુંબઈની ટીમનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સોમવારથી નાગપુરમાં શરૂ થઈ રહેલી વિદર્ભ સામેની રણજી ટ્રોફીની સેમીફાઈનલ મેચમાંથી બહાર થઈ ગયા છે. યશસ્વી જયસ્વાલને ડાબા પગની ઘૂંટીમાં દુખાવો છે અને તે હવે મોનિટરિંગ માટે NCA બેંગલુરુ જશે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ મળ્યા ખરાબ સમાચાર
નોંધનીય છે કે, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતના નોન-ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે. યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે જરૂર પડવા પર દુબઈ જઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા યશસ્વી જયસ્વાલનું ઈજાગ્રસ્ત થવું ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. 23 વર્ષીય યશસ્વી જયસ્વાલ શરૂઆતમાં ભારતની પ્રારંભિક ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં હતો, પરંતુ આખરે તેની જગ્યાએ વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતનો વિસ્ફોટક બેટ્સમેન મહત્વની મેચમાંથી બહાર
યશસ્વી જયસ્વાલ મુંબઈ માટે વિદર્ભ સામે રણજી ટ્રોફી સેમીફાઈનલ રમવાની હતી, જેમાં અજિંક્ય રહાણે, સૂર્યકુમાર કુમાર, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર જેવા નામો પહેલાથી જ સામેલ હતા. ભારતીય ટેસ્ટ ટીમના નિયમિત સભ્ય યશસ્વી જયસ્વાલે પણ તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામેની વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.
શાનદાર ફોર્મમાં ચાલી રહી છે વિદર્ભની ટીમ
યશસ્વી જયસ્વાલે 2024-25ની રણજી સિઝન દરમિયાન જમ્મુ-કાશ્મીર સામે માત્ર એક જ રણજી મેચ રમી છે, જેમાં તેમણે બે ઇનિંગ્સમાં અનુક્રમે 4 અને 26 રન બનાવ્યા છે. સેમિફાઇનલમાં મુંબઈનો સામનો ઇન-ફોર્મ વિદર્ભ સાથે થશે, જેણે ક્વાર્ટર ફાઇનલમાં તમિલનાડુ જેવી ટીમને 198 રને હરાવ્યું હતું. યશસ્વી જયસ્વાલ વિદર્ભ સામે રણજી ટ્રોફીની સેમીફાઈનલ મેચ રમી શકશે નહીં.
રણજી સેમીફાઈનલ માટે મુંબઈની ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), આયુષ મ્હાત્રે, અંગક્રૃષ રઘુવંશી, અમોઘ ભટકલ, સૂર્યકુમાર યાદવ, સિદ્ધેશ લાડ, શિવમ દુબે, આકાશ આનંદ (વિકેટકીપર), હાર્દિક તામોર (વિકેટકીપર), સુર્યાંશ શેડગે, શાર્દુલ ઠાકુર, શમ્સ મુલાની, તનુષ કોટિયાન, મોહિત અવસ્થી, સિલવેસ્ટર ડિસૂઝા, રોયસ્ટન ડાયસ, અથર્વ અંકોલેકર, હર્ષ તન્ના.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે