Gold-Silver price: સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
એક તરફ શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બીજીતરફ સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ 90000 રૂપિયા નજીક પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયા પર પહોંચ્યો છે.
Trending Photos
Gold-Silver: જ્વેલર્સ અને રિટેલરોની ભારે ખરીદી વચ્ચે સોનાનો ભાવ રૂ. 1,300 વધીને રૂ. 89,400 પ્રતિ 10 ગ્રામ (Gold Price Today)ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ગુરુવારે 99.9 ટકા શુદ્ધતાના સોનાની કિંમત 88,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 99.5 ટકા શુદ્ધતાનું સોનું રૂ. 1,300 વધીને રૂ. 89,000 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે અગાઉનો બંધ ભાવ રૂ. 87,700 પ્રતિ 10 ગ્રામ હતો.
ચાંદીની કિંમત પણ શુક્રવારે 2000 રૂપિયાની તેજી સાથે ચાર મહિનાના ઉચ્ચ સ્તર એક લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "નબળા ડૉલર ઇન્ડેક્સ અને યુએસ ટેરિફ પોલિસીના સતત સમર્થનને કારણે સોનાના ભાવમાં સતત વધારો થયો છે."
ત્રિવેદીએ જણાવ્યું હતું કે હવે અમેરિકાના રિટેલ વેચાણના આગામી આંકડાઓ પર ફોકસ છે. આ સોનાની આગામી મુવમેન્ટને અસર કરી શકે છે. વૈશ્વિક સ્તરે, એપ્રિલ ડિલિવરી માટે કોમેક્સ સોનાનો વાયદો ઔંસ દીઠ $6.49 વધીને $2,951.89 પ્રતિ ઔંસ થયો હતો. દરમિયાન, હાજર સોનું વધીને $2,929.79 પ્રતિ ઔંસ થયું હતું.
કોટક સિક્યોરિટીઝ અનુસાર કોમેક્સ સોના વાયદાએ સતત ત્રીજા દિવસે પોતાની તેજી યથાવત રાખી હતી. તે 2960 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું. આ સતત સાતમાં સપ્તાહમાં તેજી રહી. ઓગસ્ટ 2020 બાદ આ સૌથી લાંબો સમય છે, જ્યારે તેજીનો સિલસિલો યથાવત છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્દેશિત ઘણા દેશો સામે પારસ્પરિક ટેરિફની શક્યતાએ વૈશ્વિક વેપાર અને આર્થિક દૃષ્ટિકોણમાં અનિશ્ચિતતા લાવી છે. આ પરિબળોની સંયુક્ત અસરથી સુરક્ષિત રોકાણ તરીકે સોનાનું આકર્ષણ વધી રહ્યું છે અને તેની કિંમત મજબૂત થઈ રહી છે. એશિયન ટ્રેડિંગમાં, કોમેક્સ સિલ્વર ફ્યુચર્સ લગભગ ચાર ટકા વધીને $34 પ્રતિ ઔંસ પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે