સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, 18 ફેબ્રુઆરીએ થશે ગણતરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. સવારે સાત કલાકે શરૂ થયેલું મતદાન સાંજે 6 કલાકે સમાપ્ત થયું છે. હવે 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
Trending Photos
Election News: ગુજરાતમાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત સહિત અન્ય પેટાચૂંટણીનું મતદાન સમાપ્ત થયું છે. ગુજરાતમાં સાંજે 6 કલાક સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 56 ટકાથી વધુ મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતાં આશરે પાંચ હજારથી વધુ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં બંધ થઈ ગયું છે. હવે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
આ બેઠકો થઈ હતી બિનહરીફ
જૂનાગઢ મહાનગરપ પાલિકાના 15 બોર્ડમાં કુલ 60 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી, પરંતુ 8 બેઠકો બિનહરીફ થતાં 52 સીટો પર મતદાન થયું હતું. જ્યારે 66 નગરપાલિકાઓના કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ થયા હતા. કુલ 1884 બેઠકોમાંથી 1677 બેઠકો પર મતદાન થયું છે. રાજ્યમાં કુલ 212 ઉમેદવારો મતદાન પહેલા બિનહરીફ ચૂંટાયા હતા.
સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 52 ટકા થયું મતદાન, મતદારોને મતદાન મથક સુધી લાવવા થઈ રહ્યા છે અંતિમ પ્રયાસ #localbodyelections #localbodyelections2025 pic.twitter.com/KgqBxK3pFn
— Zee 24 Kalak (@Zee24Kalak) February 16, 2025
લોકોએ ઉત્સાહ સાથે કર્યું મતદાન
મતદાનની અત્યાર સુધી સામે આવેલી વિગતો અનુસાર 68 નગરપાલિકામાં આશરે 62 ટકા જેટલું મતદાન થયું છે. જ્યારે જૂનાગઢ મહાનગર પાલિકામાં 43 ટકા જેટલું મતદાન થયું છે. તો 3 તાલુકા પંચાયતમાં 66 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન માટે ગ્રામ્ય વિસ્તારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાનના સત્તાવાર આંકડા હવે જાહેર કરવામાં આવશે.
કરજણ પાલિકાના સાત વોર્ડ માટે થયું મતદાન
વડોદરાની કરજણ પાલિકાના કુલ સાત વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી. સાત વોર્ડની ચૂંટણી માટે કુલ 28 બુથમાં મતદાન થયું...ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે. મતદાન મથક પર મતદારોની સવારથી લાઈન લાગી હતી. મતદારોમાં પણ આ વખત ઉત્સાહ જોવા મળ્યો...ત્યારે આ મુદ્દે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયાએ ZEE 24 કલાક સાથે વાતચીત કરી અને કહ્યુ--28માંથી 20 બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..સાથે બળવાખોરો હારશે તેવી પણ વાત કરી...ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે 18 બેઠક જીતી હતી...
પોરબંદર: રાણાવાવ-કુતિયાણામાં ભાજપ-SPની ટક્કર, SPના ઉમેદવાર કાના જાડેજાએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ #localbodyelections #localbodyelections2025 #porbandar #news #zee24kalak pic.twitter.com/l8RYEW7AbB
— Zee 24 Kalak (@Zee24Kalak) February 16, 2025
વીડિયો વાયરલ થતાં વિવાદ
વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મત આપતો વીડિયો વાયરલ થયો છે. વોર્ડ નંબર-2માં મતદારે ભાજપની પેનલના તમામ ઉમેદવારેન મત આપ્યાનો વીડિયો વાયરલ થતાં વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. બુથની અંદર મોબાઈલ લઈ જઈ વીડિયો શૂટ કરાયાનો દાવો કરાયો છે. ઉલ્લેખનીય છે કે બુથમાં મોબાઈલ લઈ જવાની પરવાનગી ન હોવા છતાં મોબાઈલ લઈ જઈને મત આપતો વીડિયો શૂટ કરાયો...આ વાયરલ વીડિયોની ZEE 24 કલાક પુષ્ટિ નથી કરતું. પરંતુ આ વીડિયો વાયરલ થતાં સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે...
ખેડામાં પ્રિસાઈડીંગ ઓફીસર દારૂ પી મતદાન મથકે પહોંચ્યા, કલેક્ટરને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરાઈ#kheda #alcohol #liqorconsumption #Viralvideo #officer #Drunkonduty #LocalBodyElections #Elections2025 #ZEE24KALAK #gujarat pic.twitter.com/bPffS2N3nl
— Zee 24 Kalak (@Zee24Kalak) February 16, 2025
મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો...ફર્સ્ટ ટાઈમ વોટરથી માંડી વયોવૃદ્ધોએ પણ મતદાન કર્યું...ભાવનગરમાં વયોવૃદ્ધ માતાને લઈને પુત્ર મતદાન માટે મતદાન મથક પહોંચ્યા...માતા ચાલી શકતા ન હોવાથી પોતાના માતાના તેડીને મતદાન માટે લાવવામાં આવ્યા...તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ પોતાનના પરિવાર સાથે મતદાન કર્યું...લલિત વસોયાના 101 વર્ષના માતા પણ મતદાન મથકે મત આપવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો...લલિત વસોયાએ ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે