સમાજની ભલાઈ માટે અનામતને સંપૂર્ણ રીતે ખતમ કરવી જોઈએ, જાણો કોણે કહ્યું?

તેમણે કહ્યું કે "અનામત સંપૂર્ણ રીતે ખતમ થવી જોઈએ. બધાને ઉન્નતિની સમાન તક આપીને સમાજ સેવા યોગ્ય બનાવવા જોઈએ. જો કોઈ યોગ્યતા વગર અનામતના આધારે ડોક્ટર બનશે તો પેટમાં તે કાતર જ છોડશે.

સમાજની ભલાઈ માટે અનામતને સંપૂર્ણ રીતે ખતમ કરવી જોઈએ, જાણો કોણે કહ્યું?

મથુરા: અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ વિરુદ્ધ બોલનારા દ્વારકા શારદાપીઠ તથા જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રવિવારે કહ્યું કે અનામતને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે તેના કરતા સમાજના દરેક વર્ગને ઉન્નતિની સમાન તકો આપીને સમાજ સેવાને યોગ્ય બનાવવી જોઈએ. ત્યારે જ બધાની ભલાઈ શક્ય છે. 

તેમના નિવેદન મુજબ સ્વામીએ કહ્યું કે જેમને શિક્ષણ, નોકરી, પ્રગતિ બધામાં અનામતની વિશેષ સુવિધા મળી રહી હોય, તેમને કોઈ કેવી રીતે હેરાન કરે? તેમણે પ્રતિપ્રશ્ન કર્યો છે કે જ્યારે તેઓ અનામતનો લાભ ઉઠાવીને ઊંચા પદો પર બેઠેલા છે, તો શું તેમની સતામણી શક્ય છે. તેમના પર કોઈ કેવી રીતે અત્યાચાર કરશે. નેતાઓએ દરેક વ્યક્તિ, દરેક વર્ગના કલ્યાણ માટે વિચારવું જોઈએ. માત્ર કોઈ એક વર્ગ વિશેષ માટે નહીં. 

swroopanand saraswati

તેમણે કહ્યું કે "અનામત સંપૂર્ણ રીતે ખતમ થવી જોઈએ. બધાને ઉન્નતિની સમાન તક આપીને સમાજ સેવા યોગ્ય બનાવવા જોઈએ. જો કોઈ યોગ્યતા વગર અનામતના આધારે ડોક્ટર બનશે તો પેટમાં તે કાતર જ છોડશે, જો કોઈ પ્રોફેસર બનશે તો તે ભણાવી શકશે જ નહીં. આ જ પ્રકારે એન્જિનિયર બનશે તો તે પૂલ પાડશે. આવું ન કરો. તેમણે પણ યોગ્ય બનવા દો, પ્રતિસ્પર્ધામાં આવવા દો. ત્યારે તેમની પ્રગતિ થશે. તેમને ફક્ત વોટ બેંક બનાવીને રાખવા એ તેમના પ્રત્યે અત્યાચાર સમાન છે."

વિરોધનો વંટોળ : ભારત બંધ અને ગુજરાત બંધ શું છે અસર? વાંચો

(ઈનપુટ-  એજન્સી) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news