Viral Video: ટ્રેનની અંદર બિન્દાસ્ત સિગરેટ પીતી જોવા મળી છોકરી, Video વાયરલ થયા પછી જે થયું...
Girl Smoking Cigarette In Train: એક મુસાફરે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરાયો કે એક મહિલા ટ્રેનની અંદર મારિઝુઆના અને સિગરેટ પી રહી હતી. ટાટાનગરથી કટિહાર જનારા આ મુસાફરે આ બાબતે નારાજગી વ્યક્ત કરી.
Trending Photos
Girl Smoking Cigarette In Train: એક મુસાફરે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરાયો કે એક મહિલા ટ્રેનની અંદર મારિઝુઆના અને સિગરેટ પી રહી હતી. ટાટાનગરથી કટિહાર જનારા આ મુસાફરે આ બાબતે નારાજગી વ્યક્ત કરી. મુસાફરે એક ટ્વીટમાં કહ્યું કે આ યુવતી આસનસોલમાં ટ્રેનમાં સવાર થઈ અને આખી રાત મારિઝુઆના અને સિગરેટ પીતી જોવા મળી. તેની ટ્વીટના જવાબમાં રેલવે સર્વિસે મુસાફરી વિશે વધુ જાણકારી માંગી.
ફરિયાદ બાદ રેલવેએ આપ્યો આ જવાબ
રેલવે સેવાએ તેમની અસુવિધાનો જવાબ આપ્યો અને કહ્યું કે સર અમે તમને અપીલ કરીએ છીએ કે કૃપા કરીને વિવરણ (પીએનઆર/ટ્રેન નંબર) અને મોબાઈલ નંબર મારી સાથે ડીએમના માધ્યમથી શેર કરો. તમે સીધા http://railmadad.indianrailways.gov.in પર જઈને પણ તમારી ચિંતા વ્યક્ત કરી શકો છો અથવા તો જલદી નિવારણ માટે 139 ડાયલ કરી શકો છો.
@AshwiniVaishnaw
इन लड़कियों ने रात भर गांजा और सीक्रेट करें पिया है 😡
Yah log Asansol mein chadhi thi Tata Katihar train mein pic.twitter.com/vo5YwI3DIf
— Parmanand kumar Saw (@Parmana93518260) February 27, 2023
Sir, we request you to please share the journey details (PNR/Train No.) and Mobile No. with us preferably via DM. You may also raise your concern directly on https://t.co/JNjgaq11Jl or dial 139 for speedy redressal.
- RPF India https://t.co/utEzIqAAkm
— RailwaySeva (@RailwaySeva) February 27, 2023
ટ્રેનોમાં ધુમ્રપાન અંગે કાયદો
જો તમે ટ્રેનમાં ધુમ્રપાન કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ બદલ તમારી પાસે માત્ર દંડ જ નહીં જેલ જવાની નોબત પણ આવી શકે છે. ભારતીય રેલવે ટ્રેનોમાં ધુમ્રપાન કરતા પકડાયેલા મુસાફરો સામે કડક પગલાં લેવાનું વિચારી રહી છે. જેમાં તેમની ધરપકડ કરવાનું પણ સામેલ છે. રેલવે અધિનિયમની કલમ 167 સ્પષ્ટ કરે છે કે સહમુસાફરની મનાઈ કે આપત્તિ છતા ડબ્બામાં ધુમ્રપાન કરતા મુસાફર પકડાય તો 100 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે