રિક્ષા ચલાવવા માટે ત્રણ પૈડાંની પણ જરૂર નથી, 2.2 કિલોમીટર સુધી બે પૈડાં પર ચલાવી ઓટોરિક્ષા
સોશિયલ મીડિયા પર હાલ એક ઓટોરિક્ષા ચાલકની ડ્રાઈવિંગ સ્કિલ ચર્ચામાં છે. ચેન્નઈમાં એક ઓટોચાલકે સૌથી વધુ સમય સુધી 2 પૈડાં પર ઓટો ચલાવીને અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો કેવી છે ઓટોચાલકની અદભુત ડ્રાઈવિંગ સ્કિલ, વાંચો આ રિપોર્ટ...
Trending Photos
નવી દિલ્લીઃ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે લોકો અદભુત અને અવિશ્વસનીય કારનામાઓ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલ એક ઓટોચાલકે તેની અદભુત ડ્રાઈવિંગ સ્કિલથી લોકોને આશ્રર્યમાં મુકી દીધા છે. આ છે ચેન્નઈના જગથિશ મણિ. તમે ઘણા સ્ટંટબાજોને બાઈક અને કારથી સ્ટંટ કરતાં જોયા હશે પણ હાલ સોશિયલ મીડિયા પર આ ઓટોચાલકના સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઓટોરિક્ષા ચાલકને જુઓ.. તમને અંદાજો આવી જશે કે ઓટોરિક્ષાથી પણ અદભુત સ્ટંટ થઈ શકે છે. જ્યાં લોકો બાઈક અને કારથી સ્ટંટ કરતા હોય ત્યારે આ શખ્સ તેની રિક્ષાથી એવા એવા સ્ટંટ કરે છે જેને જોઈને તમે વિચારતાં થઈ જશો.
સ્ટંટ કરવાનો છે ગજબનો શોખઃ
જગથિશને ઓટો રીક્ષા પર સ્ટંટ કરવાનો ગજબનો શોખ છે. શરુઆતમાં તો જગથિશ ઓટો રિક્ષાને ત્રણ પૈડાં પર ચલાવે છે પણ જેમ રન વે પરથી પ્લેન ટેક ઓફ થાય છે તેમ જગથિશ પણ તેના ઓટોને ટેક ઓફ મોડ પર કરી દે છે. આ ડ્રાઈવરની ડ્રાઈવિંગ સ્કિલ જોઈને તો એવું લાગે છે કે આ શખ્સને ઓટો રિક્ષા ચલાવવા માટે ત્રણ પૈડાંની પણ જરૂર નથી. આ શખ્સ માટે જાણે કે ઓટોરિક્ષા રમકડું હોય તેમ તે રિક્ષા ચલાવી રહ્યો છે..
ગિનીઝ બુકમાં નોંધાવી લીધું નામઃ
જગથિશે તેના ગજબના સ્ટંટથી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી દીધો છે. જગથિશે 2.2 કિલોમીટર સુધી બે પૈડાં પર ઓટોરિક્ષા ચલાવીને ગિનીઝ બુકમાં નામ નોંધાવી દીધું છે. સ્ટંટના શોખીન મુસાફરો જ આ શખ્સની ઓટોરિક્ષામાં બેસવાનું વિચારતા હશે. શખ્સની ગજબની ડ્રાઈવિંગ સ્કિલ જોઈને કેટલાક લોકો આ શખ્સને ઓટોચાલક નહીં પણ પાયલટ કહી રહ્યા છે. લોકો આ શખ્સને લાઈફટાઈમ લાયસન્સ આપવાની માગ કરી રહ્યા છે..
સોશિયલ મીડિયા પર આ ઓટોરિક્ષા ચાલકની અદભુત ડ્રાઈવિંગ સ્કિલનો વીડિયો વાયરલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે