પુત્રની મજબૂરીઃ બીમાર પિતાને હાથલારીમાં હોસ્પિટલ લઈ ગયો, જેણે વીડિયો જોયો તેની આંખો રડી પડી
Father On Handcart: મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં છ વર્ષનો છોકરો તેના બીમાર પિતાને લાકડાની હાથલારીમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જતો જોવા મળે છે.
Trending Photos
ભોપાલઃ Father Son Viral Video: મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા હ્રદયદ્રાવક વીડિયોમાં છ વર્ષનો બાળક તેના બીમાર પિતાને હાથલારીમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જતો જોવા મળે છે. આ ઘટના મધ્યપ્રદેશના દૂરના વિસ્તારોમાં ગરીબ પરિવારોને એમ્બ્યુલન્સ પ્રદાન કરવામાં કથિત બેદરકારીની બીજી ઘટના તરફ નિર્દેશ કરે છે.
આ મામલો શનિવારે પ્રકાશમાં આવ્યો જ્યારે કેટલાક સ્થાનિક લોકોએ છોકરાને તેની માતા સાથે લાકડાની ગાડીને ધક્કો મારતો જોયો અને તેને મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ તે ઝડપથી વાયરલ થઈ ગયો હતો. આ ઘટના સિંગરૌલી જિલ્લાના બલિયારી શહેરમાં બની હતી, જ્યાં પરિવાર એક કલાકથી વધુ સમય સુધી એમ્બ્યુલન્સની રાહ જોતો હતો. વાહન આવવામાં વિલંબ થવાને કારણે છોકરાએ તેના પિતાને લાકડાની ગાડીમાં હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા.
આ વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો થયો
6 साल का बच्चा अपने बीमार पिता को ठेले पर लेकर पहुंचा अस्पताल
◆ 'Video' मध्य प्रदेश के #सिंगरौली ज़िले का है
Madhya Pradesh | #MadhyaPradesh pic.twitter.com/EAjgMLHb6E
— Rudra Ravi Sharma (@RudraRaviSharma) February 13, 2023
આ વાયરલ વીડિયોમાં ટી-શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સ પહેરેલો એક છોકરો વાહનને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. તેણે હોસ્પિટલ જવા માટે ત્રણ કિલોમીટર સુધી દબાણ કર્યું, જ્યારે તેની માતા પણ તેની મદદ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સિંગરૌલી જિલ્લા પ્રશાસને આ મામલાની નોંધ લીધી અને શનિવારે સાંજે આ મામલાની તપાસના આદેશ આપ્યા. સિંગરૌલીના એડિશનલ કલેક્ટર ડીપી બર્મને જણાવ્યું હતું કે, “એવું જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા ન હોવાને કારણે દર્દીને તેની પત્ની અને માસૂમ પુત્રને હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. મુખ્ય તબીબી અધિકારી અને સિવિલ સર્જનને એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા ન હોવાના કારણો શોધવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે