Video Viral: આ છે નવું ભારત! કાશ્મીરમાં હિજબુલ મુજાહીદ્દીનના આતંકીના ભાઈએ ફરકાવ્યો તિરંગો

Independence Day: દેશભરમાં 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 15 ઓગસ્ટ પહેલા કાશ્મીરથી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હિજબુલ આતંકી જાવેદ મટ્ટુના ભાઈ રઈસ મટ્ટુએ પોતાના ઘર આંગણે તિરંગો ફરકાવ્યો છે. 

Video Viral: આ છે નવું ભારત! કાશ્મીરમાં હિજબુલ મુજાહીદ્દીનના આતંકીના ભાઈએ ફરકાવ્યો તિરંગો

Independence Day 2023: સ્વતંત્રતા દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરથી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. વીડિયોમાં હિજબુલ આતંકવાદીનો ભાઈ તેના ઘરની બારી પર તિરંગો લહેરાવતો જોવા મળી હ્યો છે. અત્રે જણાવવાનું કે હિજબુલ મુજાહીદ્દીનના આતંકી જાવેદ મટ્ટુનો ભાઈ રઈસ મટ્ટુ તેના ઘરની બારીમાંથી તિરંગો લહેરાવતો જોવા મળ્યો. નોંધનીય છે કે કાશ્મીર ખીણના ટોચના 10 ટાર્ગેટમાં હિજબુલ મુજાહીદ્દીન આતંકી સંગઠન સાથે જોડાયેલા આતંકી જાવેદ મટ્ટુનું નામ પણ સામેલ છે. જે લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓના રડાર પર છે. 

આ અગાઉ રવિવારે શ્રીનગરમાં એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. આ રેલીમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી પર ખુબ નિશાન સાંધ્યુ હતું. તેમણે કહ્યું કે જે લોકો દાવો કરતા હતા કે જમ્મુ કાશ્મીરમાં તિરંગો ઉઠાવનારું કોઈ નહીં બચે તે તમામ લોકોએ આ રેલીમાં આવેલી ભીડને જોવી જોઈએ. 

Rayees Mattoo, the brother of terrorist Javid Mattoo, hoisted the Tricolour on Sunday at his residence in Jammu and Kashmir's Sopore. pic.twitter.com/8MllwSnc4G

— The Contrarian 🇮🇳 (@Contrarian_View) August 13, 2023

જમ્મુ અને કાશ્મીરના ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાશ્મીરમાં તિરંગા રેલીનું આયોજન સફળ થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. જ્યારે પોલીસ મહાનિદેશક દિલબાગ સિંહે કહ્યું કે આ રેલીમાં લોકોએ મોટી સંખ્યામાં આવવું જોઈએ. તિરંગા રેલીમાં દિલબાગ સિંહે કહ્યું કે લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો આ કાર્યક્રમમાં આગળ વધીને ભાગ લેવા માંગે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ રેલીમાં સુરક્ષા ચુસ્ત કરવામાં આવી હતી. 

નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસના અવસેર ઘાટીમાં આતંકી ગતિવિધિઓ વધતી હોય છે. જ્યારે અનેક આતંકીઓ સંક્રિય થઈ જાય છે. આવામાં સુરક્ષા દળોનું કામ વધી જાય છે અને તેમણે વધુ ચોક્કસ રહેવું પડે છે. છેલ્લા કેટલાક દિવસથી સેનાએ અનેક આતંકવાદી ઘૂસણખોરોને નિષ્ફળ બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક અથડામણ પણ થઈ જેમાં આતંકીઓનો ખાતમો કરાયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news