Bageshwar Dham Net Worth: કેટલી સંપત્તિના માલિક છે બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જાણીને ચોંકી જશો
Bageshwar Dham Income: બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) ની આવક અને સંપત્તિને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચા ચાલતી રહે છે. બાબા કેટલી સંપત્તિના સ્વામી છે, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અહીં કોઈ ફી લેવામાં આવતી નથી. પરંતુ તેમના શિષ્ય તેમને ગુરૂ પરંપરાના નામ પર દાન આપે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Bageshwar Dham Dhirendra Krishna Shastri: મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)ની ચર્ચા આ સમયે દેશભરમાં થઈ રહી છે. તેમની પ્રસિદ્ધિ ચારે દિશામાં ફેલાઈ રહી છે. માત્ર 26 વર્ષની ઉંમરમાં કરોડો લોકોને ભક્ત અને પ્રભુના પ્રેમ અને ભક્તિમાં પાગલ બનાવી ચુકેલા બાગેશ્વર બાબાની સામે મોટા-મોટા વીઆઈપી અને નેતા-મંત્રી માથુ ઝુકાવી ઉભા રહે છે. આ કારણ છે કે તેમના જીવન વિશે જાણવામાં લોકોને ખુબ રસ છે. થોડા સમય પહેલાં તેમણે પોતાના જીવનની ઘણી મોટી અને રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો છે.
કેટલી સંપત્તિના સ્વામી છે બાગેશ્વર બાબા?
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમની સંપત્તિને લઈને ઘણીવાર સવાલ કરવામાં આવી ચુક્યા છે કે તેમની કમાણી કેટલી છે? તેનો જવાબ આપતા બાગેશ્વર ધામના પ્રમુખે કહ્યુ- અમારી કોઈ ફિક્સ આવક નથી, કારણ કે અમારી કોઈ કંપની કે બિઝનેસ નથી. અમારી પાસે કરોડો સનાતનિઓનો પ્રેમ, લાખો કરોડો લોકોની દુવાઓ અને અનેક સંતોના આશીર્વાદ છે, બસ આટલી અમારી કમાણી છે.
જેટલા સનાતની એટલી કમાણીઃ બાગેશ્વર બાબા
જ્યારે બાગેશ્વર બાબાને પૂછવામાં આવ્યા કે કોઈ હિસાબ રાખતું હશે ને કેટલા પૈસા આવ્યા. ત્યારે ધીરેન્દ્ર શાસ્તીએ કહ્યું- જેટલા સનાતની એટલી કમાણી, હિસાબ કરી લો.
દક્ષિણા લેવી ખોટી નથી
બાગેશ્વર બાબાએ કહ્યુ- અમે ભક્તો પાસેથી દક્ષિણા લઈએ છીએ અને તે ખબાર નથી. ઉપયોગિતા સારી કે ખરાબ બોય છે કે અમે તેનો સદઉપયોગ કરીએ કે દુરૂપયોગ. જો કોઈ કંઈ આપે તો અમે ગુરૂ આપવાના નાતે તેનો સ્વીકાર કરીએ છીએ. અમે તે પરંપરામાંથી છીએ જ્યાં ગુરૂને અંગૂઠો પણ દાન કરી દેવામાં આવતો હતો. તેવામાં જો કોઈ મને ગુરૂ માને છે તો તે મારા શિષ્ય છે. ગુરૂ-શિષ્ટ પરંપરાના નાતે તે કંઈ આપે તો અમે તે લઈએ છીએ.
બાબાની સંપતિ
રિપોર્ટ પ્રમાણે બાબાની દર મહિને કમાણી આશરે 3.5 લાખ રૂપિયા છે. પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. બાબાની પાસે એક જૂનુ ઘર છે. બાબાની પાસે એક ગદા અને એક પ્યાલો છે જે તે હંમેશા પોતાની સાથે રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે