હવે માત્ર કોગળા કરી ખબર પડી જશે કોરોના છે કે નહીં, ICMRએ આપી મંજૂરી
આ ટેસ્ટમાં સ્વેબનું કલેક્શન જરૂરી નથી. તેમાં એક ટ્યૂબ હશે, જેમાં સલાઇન હશે. લોકોને કોરોનાની તપાસ માટે આ સલાઇનને મોઢામાં નાખી અને પછી 15 સેકેન્ડ સુધી કોગળા કરવાની જરૂર પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં કોરોનાના ટેસ્ટ થઈ રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ઘણીવાર કોરોના ટેસ્ટિંગના રેકોર્ડ બન્યા છે. પરંતુ લોકોને વધુ વિશ્વાસ આરટી-પીસીઆર ટેસ્ટ પર હોય છે, પરંતુ કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચે એક એવી ટેકનીત બનાવી છે, જેની મદદથી માત્ર ત્રણ કલાકમાં ખ્યાલ આવી જશે કોરોના છે કે નહીં. તેમાં કોગળા કરી કોરોના વિશે જાણકારી મેળવી શકાશે. આઈસીએમઆરે આ ટેકનીતને મંજૂરી આપી દીધી છે.
આ ટેસ્ટમાં સ્વેબનું કલેક્શન જરૂરી નથી. તેમાં એક ટ્યૂબ હશે, જેમાં સલાઇન હશે. લોકોને કોરોનાની તપાસ માટે આ સલાઇનને મોઢામાં નાખી અને પછી 15 સેકેન્ડ સુધી કોગળા કરવાની જરૂર પડશે. જ્યારે તે વ્યક્તિ કોગળા કરી લેસે પછી તેણે ટ્યૂબમાં થુકવુ પડશે અને ટેસ્ટિંગ માટે આપવું પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ ટેકનીકને નોંધપાત્ર ઇનોવેશન ગણાવી છે. તેમણે કહ્યું- આ સ્વેબ ફ્રી ટેકનીક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
#United2fightCorona@CSIR_NEERI has developed 'Saline Gargle #RTPCR Method' for testing #COVID19 samples; you can get the result within 3 hours
Watch Dr. Krishna Khairnar, Senior Scientist, Environmental Virology Cell, NEERI explaining how to use👇@IndiaDST@CSIR_IND pic.twitter.com/mxpYTlt7lC
— PIB in Maharashtra 🇮🇳 (@PIBMumbai) May 28, 2021
નીરીના પર્યાવરણ વાયરોલોજી સેલના સીનિયર વૈજ્ઞાનિક ડો. કૃષ્ણા રૈરનારે જણાવ્યુ- સેમ્પલ કલેક્શનને સરળ અને પેશન્ટ ફ્રેન્ડલી બનાવવા માટે નીરીએ વિચાર્યુ હતું. ઓછામાં ઓછી પેશન્ટને તકલીફ આપી કલેક્શન કરી શકાય. સલાઇનને પીવુ પડે છે અને પછી કોગળા કરવા પડે છે. ત્રણ કલાકમાં અમે આરટી-પીસીઆર વાળો રિપોર્ટ આપી શકીએ. અમને પણ આઈસીએમઆરની મંજૂરી મળી ગઈ છે અને બાકી લેબ્સને ટ્રેનિંગ આપવા માટે કહેવામાં આવ્યું છે. નીરીમાં આજે પ્રથમ બેચ આવી છે, જેનું ટેસ્ટિંગ બાકી છે. તેમણે આગળ કહ્યું કે, લોકો ખુદ અહીં ટેસ્ટિંગ કરી શકશે, જેનાથી ટેસ્ટિંગ સેન્ટર જવાની જરૂર પડશે નહીં અને સમય પણ ઓછો લાગશે. સાથે સેન્ટર પર બીજાથી સંક્રમિત થવાનો ખતરો પણ રહેશે નહીં.
મહત્વનું છે કે આ પહેલા કોવિસેલ્ફ કિટ લોન્ચ થઈ હતી, જેમાં 15 મિનિટમાં કોરોનાની માહિતી મેળવી શકાય છે. આ કિટની કિંમત ટેક્સ સાથે 250 રૂપિયા રાખવામાં આવી છે. કિટની સાથે એક મેન્યુઅલ હોય છે, જેમાં જણાવવામાં આવે છે કે કોઈ સ્વાસ્થ્યકર્મીની મદદ વગર તમે જાતે કઈ રીતે કોરોના ટેસ્ટ કરી શકો છો. કારણ કે આ રેપિડ એન્ટીજન ટેસ્ટ છે, તેમાં માત્ર નાકના સ્વેબની જરૂર પડશે. ટેસ્ટમાં માત્ર 2 મિનિટનો સમય લાગશે અને 15 મિનિટની અંદર પરિણામ મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે