આ છે દેશના 4 અત્યંત ડરામણા રેલવે સ્ટેશન, રાત્રે આવે છે વિચિત્ર અવાજ, ભૂલેચૂકે ટ્રેનમાંથી નીચે ન ઉતરતા!

Haunted Railway Station in India: ભારતીય રેલવે દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. આ નેટવર્કમાં દેશભરમાં 3 હજારથી વધુ સ્ટેશન છે. જ્યાંથી રોજના લગભઘ 4 કરોડ મુસાફરો પોતાની મંજિલ પર જવા માટે મુસાફરી કરે છે. લાંબા અંતરની મુસાફરી કરવા માટે લોકો મોટાભાગે રેલવેથી જ મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે દેશમાં એવા પણ કેટલાક રેલવે સ્ટેશન છે જેમને ભૂતિયા કહેવાય છે.

આ છે દેશના 4 અત્યંત ડરામણા રેલવે સ્ટેશન, રાત્રે આવે છે વિચિત્ર અવાજ, ભૂલેચૂકે ટ્રેનમાંથી નીચે ન ઉતરતા!

Haunted Railway Station in India: ભારતીય રેલવે દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. આ નેટવર્કમાં દેશભરમાં 3 હજારથી વધુ સ્ટેશન છે. જ્યાંથી રોજના લગભઘ 4 કરોડ મુસાફરો પોતાની મંજિલ પર જવા માટે મુસાફરી કરે છે. લાંબા અંતરની મુસાફરી કરવા માટે લોકો મોટાભાગે રેલવેથી જ મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે દેશમાં એવા પણ કેટલાક રેલવે સ્ટેશન છે જેમને ભૂતિયા કહેવાય છે. અહીંથી ટ્રેન પકડવા કે ઉતરવામાં લોકોને પરસેવો છૂટી જાય છે. આજે અમે તમને એવા 4 રેલવે સ્ટેશનો વિશે જાણકારી આપીશું જ્યાં જતા લોકો ડરે છે. 

મુંબઈનું ડોમ્બિવલી રેલવે સ્ટેશન(Mumbai Dombivli Railway Station​)
મુંબઈનું ડોમ્બિવલી રેલવે સ્ટેશન હોન્ટેડ ગણાય છે. એવું કહેવાય છે કે અહીં રાતે એક મહિલા ટ્રેનનો ઈન્તેજાર કરતી જોવા મળે છે. એક કહાની પણ પ્રચલિત છે. કહે છે કે ેકવાર એક વ્યક્તિ પોતાની ટ્રેન પકડવા માટે રાતે સ્ટેશન પર ઊભો હતો. ત્યાં એક મહિલાને રડતી જોઈ. જ્યારે તેણે મહિલાને રડવાનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે ટ્રેન પકડવા માંગે છે પરંતુ પકડી શકતી નથી. બીજા દિવસે તે વ્યક્તિ રાતે તેના મિત્ર સાથે ફરીથી તે પ્લેટફોર્મ પર પહોંચ્યો. ત્યાં તે મહિલા ફરીથી ટ્રેનની રાહ જોતી રડતી જોવા મળી પરંતુ તે મહિલા તેના મિત્રને દેખાતી નહતી. ત્યારબાદ ત્યાં મહિલાના ભૂત હોવા અંગેની કહાની ફેલાઈ ગઈ. 

કોલકાતાનું રવિન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશન(Kolkata Rabindra Sarobar Metro Station) ​
કોલકાતાનું આ મેટ્રો સ્ટેશન ‘paradise of suicide’ નામથી પણ ઓળખાય છે. તેનું કારણ એ છે કે અહીં અનેક લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. જ્યારે કોઈ સ્થળે આટલા લોકોનું મોત થયું હોય તો તે જગ્યા આપોઆપ જ હોન્ટેડ બનતી હોય છે. અનેક લોકોનો દાવો છે કે તેમણે રાતે આ મેટ્રો સ્ટેશન પર અનેક લોકોના બૂમો પાડવાના અને રડવાના અવાજ સાંભળ્યા છે. આ જ કારણ છે કે રાત પડતા જ આ સ્ટેશન સૂમસામ થઈ જાય છે અને અહીં કોઈ જોવા મળતું નથી. 

પશ્ચિમ બંગાળનું બેગુનકોડોર રેલવે સ્ટેશન(Begunkodar Railway Station​)
આ રેલવે સ્ટેશન પણ પશ્ચિમ બંગાળના બેગુનકોડોરમાં છે. હોન્ટેડ હોવાના કારણે આ રેલવે સ્ટેશન 42 વર્ષથી બંધ પડ્યું હતું. અનેક લોકોનું કહવું હતું કે તેમણે અવારનવાર રાતે સફેદ સાડી પહેરેલી એક મહિલાને ટ્રેક પર ચાલતી જોઈ છે. લોકોનું માનવું છે કે કદાચ આ મહિલાનું મોત અનેક વર્ષો પહેલા ટ્રેન નીચે કપાઈ જવાથી થયું હતું પરંતુ તેને મુક્તિ મળી શકી નહીં. આથી તે સતત સ્ટેશન પર ભટક્યા કરે છે. ભૂતિયા સ્ટેશનની ચર્ચા ફેલાતા તેને 42 વર્ષ સુધી બંધ રખાયું. હવે આ સ્ટેશનને ફરીથી ખુલ્લું મૂકાયું છે. 

હિમાચલ પ્રદેશનું બડોગ રેલવે સ્ટેશન (Barog Railway Station of Himachal Pradesh)
હિમાચલ પ્રદેશનું સોલન જિલ્લામાં બડોગ રેલવે સ્ટેશન બન્યું છે. આ સ્ટેશન સુધી પહોંચવા માટે પહાડ કાપીને સુરંગ બનાવવામાં આવી હતી. જેનું કામ બ્રિટિશ એન્જિનિયર કર્નલ બડોગે કર્યું હતું. કહે છે કે નિર્માણ દરમિયાન જ તે એન્જિનિયરે સુરંગમાં આત્મહત્યા કરી લીધી હતી. દાવો છે કે હવે તે એન્જિનિયરનો આત્મા બડોગ રેલવે સ્ટેશન પર ભટકે છે. અનેક લોકોનું કહેવું છે કે સાંજ પડતા જ આ સ્ટેશન પર વિચિત્ર ઘટનાઓ થવા લાગે છે. જેના કારણે સાંજ પડતા જ કોઈ પણ વ્યક્તિ અહીં રોકાવાનું પસંદ કરતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news