Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 27.4 ટકાનો વધારો, ઓમિક્રોન 23 રાજ્યમાં પહોંચ્યો
દેશમાં કોરોનાના કેસ બુલેટ ગતિથી વધી રહ્યા છે. વધતા કેસોના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો ચિંતાતૂર બની છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) ના કેસ બુલેટ ગતિથી વધી રહ્યા છે. વધતા કેસોના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો ચિંતાતૂર બની છે. કેન્દ્રએ એવા આઠ રાજ્યો કે જ્યાં કેસ સૌથી વધુ આવી રહ્યા છે તેમને તાબડતોબ આ અંગે જરૂરી પગલાં લેવા પણ કહ્યું છે. આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 હજારથી વધુ કેસ નોંધાયા છે.
કોરોનાના નવા 16 હજારથી વધુ કેસ
આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16,764 કેસ નોંધાયા છે. જ્યારે 7,585 લોકો રિકવર પણ થયા છે. કોરોનાથી એક જ દિવસમાં 220 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં 91,361 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ 98.36% થયો છે.
COVID19 | India reports 16,764 new cases, 7,585 recoveries and 220 deaths in the last 24 hours.
Active caseload currently stands at 91,361. Recovery Rate currently at 98.36%
Omicron case tally stands at 1,270. pic.twitter.com/zbKKRiP4kW
— ANI (@ANI) December 31, 2021
ઓમિક્રોનના કેસ 1200ને પાર
દેશમાં કોરોનાા નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ 1270 પર પહોંચ્યા છે. ઓમિક્રોન હવે દેશના 23 રાજ્યો સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 450 નોંધાયા છે. ત્યારબાદ દિલ્હીમાં 320, કેરળમાં 109, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69, તેલંગણામાં 62, તમિલનાડુમાં 46, કર્ણાટકમાં 34, આંધ્ર પ્રદેશમાં 16, હરિયાણાાં 14, ઓડિશામાં 14, પશ્ચિમ બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 4, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીરમાં 3-3, આંદમાન નિકોબાર ટાપુઓ, ઉત્તર પ્રદેશમાં 2-2, જ્યારે ગોવા હિમાચલ પ્રદેશ લદાખ મણિપુર અને પંજાબમાં એક-એક કેસ નોંધાયા છે. 1270 દર્દીઓમાંથી 374 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.
રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 66,65,290 ડોઝ આપવામાં આવ્યા. કુલ રસીકરણનો આંકડો 1,44,54,16,714 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે