Corona Update: દેશભરમાં કોરોના વાયરસના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર વધારો
દેશભરમાં કોરોના (Corona) ના કેસ અને મોતના આંકડામાં અચાનક ઉછાળો આવી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં કોરોના (Corona) ના કેસ અને મોતના આંકડામાં અચાનક ઉછાળો આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે નવા 3998 મૃત્યુ નોંધાયા છે. અચાનક આવી ગયેલો આ ઉછાળો ચિંતાનું કારણ છે. કારણ કે ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના 30,093 નવા કેસ નોંધાયા હતા અને 374 દર્દીઓના મોત નોંધાયા હતા.
એક દિવસમાં નવા કેસમાં જબરદસ્ત ઉછાળો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42,015 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,12,16,337 થઈ ગયો છે. ગઈ કાલે કોરોનાના નવા 30,093 કેસ નોંધાયા છે જે જોતા આટલી મોટી સંખ્યામાં નવા કેસમાં વધારો ચિંતાજનક કહેવાય. એક દિવસમાં 36,977 લોકો કોરોનાથી રિકવર પણ થયા છે. દેશમાં કોરોનાથી કુલ રિકવર થયેલાઓની સંખ્યા 3,03,90,687 છે.
Total cases: 3,12,16,337
Active cases: 4,07,170
Total recoveries: 3,03,90,687
Death toll: 4,18,480
Total vaccination: 41,54,72,455
— ANI (@ANI) July 21, 2021
મોતના આંકડામાં ધરખમ વધારો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3,998 લોકોના મોત થયા છે. આ આંકડો અત્યંત ચોંકાવનારો છે. કારણ કે ગઈ કાલે સરકારી આંકડા મુજબ દેશભરમાં કોરોનાથી કુલ 374 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંક હવે 4,18,480 પર પહોંચી ગયો છે.
કેમ અચાનક વધ્યો આંકડો
ભારતમાં કોરોનાથી થતા મોતનો આંકડો 39 દિવસ બાદ એકવાર ફરીથી 4 હજાર નજીક પહોંચી ગયો છે. 24 કલાકમાં 3998 દર્દીઓના મોત નોધાયા છે. આ અગાઉ 11 જૂનના રોજ 3996 દર્દીઓના મોત ચોપડે નોંધાયા હતા. જો કે આ મોતનો આંકડો અચાનક વધવા પાછળનું કારણ મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં જૂના મોતનો આંકડો જોડવાના કારણે મોતની સંખ્યા આટલી વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 147 દર્દીઓના મોત થયા છે જ્યારે 3509 જૂના મોતના આંકડાને અપડેટ કરાયો છે. આ અગાઉ બિહારમાં 9 જૂનના રોજ જૂના મોતના આંકડાનો ઉમેરો થયો હતો ત્યારબાદ દેશમાં દૈનિક મોતનો આંકડો અચાનક 6139 થઈ ગયો હતો.
રસીના કુલ 41,54,72,455 ડોઝ અપાયામંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં કોરોના રસીના અત્યાર સુધીમાં કુલ 41,54,72,455 ડોઝ અપાયા છે. છેલ્લા 30 દિવસથી ડેઈલી પોઝિટિવિટી રેટ સતત 3 ટકાથી નીચે રહે છે. હાલ ડેઈલી પોઝિટિવિટી રેટ 2.27% નોંધાયો છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 97.63 થયો છે. વીકલી પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો છે અને હાલ 2.09 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે