Corona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, દેશમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાના અધધધ...કેસ, આંકડો જાણી ચોંકશો

દેશ સતત કોરોના વાયરસ (Corona Virus) ના ભરડામાં ભીંસાતો જોવા મળી રહ્યો છે. રોજેરોજ કોરોના વાયરસના ઢગલો કેસ સામે આવી રહ્યાં છે. જેને જોતા કોરોના મોટો પડકાર બની રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કેસ નોંધાયા છે. જ્યારે 613 લોકોએ કોરોનાના કારણે એક જ દિવસમાં જીવ ગુમાવ્યાં છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 6,73,165 પર પહોંચ્યો છે. જેમાંથી 2,44,814 એક્ટિવ કેસ છે અને 4,09,083 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોવિડ-19ના કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 19,268 લોકોના મૃત્યુ થયા છે. 

Corona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, દેશમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાના અધધધ...કેસ, આંકડો જાણી ચોંકશો

નવી દિલ્હી: દેશ સતત કોરોના વાયરસ (Corona Virus) ના ભરડામાં ભીંસાતો જોવા મળી રહ્યો છે. રોજેરોજ કોરોના વાયરસના ઢગલો કેસ સામે આવી રહ્યાં છે. જેને જોતા કોરોના મોટો પડકાર બની રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કેસ નોંધાયા છે. જ્યારે 613 લોકોએ કોરોનાના કારણે એક જ દિવસમાં જીવ ગુમાવ્યાં છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 6,73,165 પર પહોંચ્યો છે. જેમાંથી 2,44,814 એક્ટિવ કેસ છે અને 4,09,083 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોવિડ-19ના કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 19,268 લોકોના મૃત્યુ થયા છે. 

— ANI (@ANI) July 5, 2020

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 2 લાખ પાર
સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસ 2 લાખ પાર થઈ ગયા છે. હાલ મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 200064 કેસ છે. જ્યારે 8671 લોકોએ જીવ ગુમાવ્યાં છે. તામિલનાડુમાં કોરોનાના 107001 કેસ નોંધાયા છે. જ્યારે લોકોના મૃત્યુ થયા છે. દેશની રાજધાની દિલ્હી કોરોનાના પ્રકોપમાં ત્રીજા નંબરે આવે છે જ્યાં અત્યાર સુધીમાં કુલ 97200 કેસ નોંધાયા છે અને 3004 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

ગુજરાતમાં પણ કોરોનાના અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધુ કેસ 712 નોંધાયા અને આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 35312 થઈ છે. જ્યારે 1925 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news