અમેરિકામાં રહેતા ભારતના IT પ્રોફેશનલ્સને હવે વિઝા રિન્યુઅલ માટે નહીં આવવું પડે ભારત

અમેરિકાના વિદેશ વિભાગે નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેનાથી  ભારતના H-1B અને L-1 વિઝા ધારકોને મોટી રાહત મળશે.
 

અમેરિકામાં રહેતા ભારતના IT પ્રોફેશનલ્સને હવે વિઝા રિન્યુઅલ માટે નહીં આવવું પડે ભારત

નવી દિલ્લી: અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ભારતના આઈટી પ્રોફેશનલ્સને હવે વિઝા રિન્યુઅલ માટે ભારત નહીં આવવું પડે. અમેરિકામાં જ તેમના વિઝા રિન્યૂ કરી આપવામાં આવશે અને સ્ટેમ્પિંગ મારી આપવામાં આવશે. અમેરિકન સરકારના નિર્ણયથી ભારતના H-1B અને L-1 વિઝા ધારકોને મોટી રાહત મળશે. અમેરિકાની બાઈડેન સરકાર દ્વારા ડોમેસ્ટિક વિઝાનું રેવેલિડેશન પણ ત્યાં જ કરી આપવામાં આવશે. હકીકતમાં 2004 સુધી H-1B વિઝા અમેરિકામાં જ રિન્યૂ કરી આપવામાં આવતા હતા. પરંતુ ત્યારબાદ નીતિમાં ફેરફાર કરતાં યૂએસમાં કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને વિઝા રિન્યૂ કરાવવા તેમના દેશમાં પાછા આવવું પડતું હતું.

આ વર્ષના અંતમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે:
યૂએસ વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેનો લાભ શરૂઆતમાં થોડા જ લોકોને મળશે. એક-બે વર્ષમાં પ્રોજેક્ટને સંપૂર્ણપણે અમલમાં મૂકાશે. આગામી થોડા વર્ષોમાં અમેરિકા વિદેશી આઈટી પ્રોફેશનલ્સની સંખ્યામાં વધારો કરવા ઈચ્છે છે. જેના કારણે તેમના વિઝા રિન્યૂઅલમાં રાહત આપવામાં આવશે.

અપોઈન્ટમેન્ટ મેળવવામાં હાલાકી:
ભારતમાં સ્ટેમ્પિંગ માટે એટલે કે વિઝા રિન્યુઅલ માટે બેકલોગ ઘણો વધી ગયો છે. ભારતીય પ્રોફેશનલ્સને વિઝા રિન્યુઅલ માટે અપોઈન્ટમેન્ટ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલમાં આ બેકલોગ 500 દિવસનો છે. જેને ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news