Medicine Expiry Date: શું 31 માર્ચે એક્પાયર થનારી દવા કોઈ 1 એપ્રિલે ખાઈ લે તો કઈ થાય ખરું? ખાસ જાણો
લોકો દવાઓની એક્સપાયરી ડેટને લઈને ખુબ ગંભીર રહે છે. જો કે તે સાચું પણ છે. પરંતુ શું એ સાચુ છે કે એક્સપાયરી ડેટ બાદ દવાઓ ઝેર બની જાય છે? શું 31 માર્ચના રોજ એક્સપાયર થનારી દવાઓ 1 એપ્રિલે ખાઈ શકાય? ખાસ જાણો.
Trending Photos
જ્યારે પણ તમે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદો છો તો તેની એક્સપાયરી ડેટ ચોક્કસ ચેક કરો છો. આપણે બધા જાણીએ છીએ કે એક્સપાયર થઈ ગયેલી દવા લેવી જોઈએ નહીં. પરંતુ ઘરમાં રાખેલી દવાઓ અનેકવાર એક્સપાયર થઈ ગઈ હોવા છતાં પણ ખબર પડી શકતી નથી. તમને એ ખબર હશે એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બની જાય છે અને તેની અસર થતી નથી. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે દવાઓ પર લખેલી એક્સપાયરી ડેટનો અર્થ એવો બિલકુલ નથી હોતો કે એક સમય બાદ તે ઝેર બની જાય છે કે તેની અસર ખતમ થઈ જાય છે. તમારે એ જાણવું જરૂરી છે કે એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય અને તે દવા ખાઈએ તો શું થાય.
એક્સપાયરી ડેટનો શું અર્થ
જ્યારે પણ તમે દવા ખરીદો છો તો તેના પેકેટ પર બે તારીખ તમને જોવા મળશે. એક મેન્યુફેક્ચરિંગ અને બીજી એક્સપાયરી ડેટ. મેન્યુફેક્ચરીંગ ડેટ દવા જ્યારે બની ત્યારની તારીખ હોય છે. જ્યારે એક્સપાયરી ડેટનો અર્થ ત્યારબાદ દવાની સુરક્ષા અને અસરની ગેરંટી દવા નિર્માતા કંપનીની હોતી નથી. દવાઓ પર લેખવામાં આવતી એક્સપાયરી ડેટનો સાચો અર્થ એ હોય છે કે આ તારીખ બાદ દવા બનાવનારી કંપની તેની સુરક્ષા અને અસરની ગેરંટી લેશે નહીં.
ડોક્ટર એક્સપાયર થઈ ગયેલી દવાઓ ન ખાવાની સલાહ આપે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (US Food and Drug Administration) ના જણાવ્યાં મુજબ એક્સપાયર્ડ દવાઓ ક્યારેય પણ ખાવી જોઈએ નહીં. કારણ કે દવા ખુલ્યા બાદ તેમાં અનેક ફેરફાર થઈ જાય છે જેના કારણે તે રિસ્કી બની શકે છે. તેની પાછળ એક નહીં અનેક કારણ છે. જેમ કે દવા કંપનીથી નીકળ્યા બાદ તમે ઘર પર કઈ રીતે સ્ટોર કરો છો, તેમાં કયા પ્રકારના કેમિકલ ફેરફાર થશે. અત્રે જણાવવાનું કે એક્સપાયર દવાઓ ખાવી કે નહીં તેના અંગે વધુ રિસર્ચ થયા નથી. drugs.com ના એક રિપોર્ટ મુજબ ટેબલેટ કે કેપ્સ્યુલ જેવી નક્કર દવાઓ એક્સપાયર ડેટ બાદ પણ પ્રભાવશાળી હોય છે પરંતુ સીરપ, આઈડ્રોપ, ઈન્જેક્શન અને ફ્રિજમાં રાખેલી લિક્વિડ દવાઓની ક્ષમતા એક્સપાયરી ડેટ બાદ ખતમ થઈ જાય એવું બની શકે. આમ છતાં ડોક્ટર તો એક્સપાયરી ડેટવાળી દવાઓ ખાવાની ના જ પાડે છે. કારણ કે તે જોખમભર્યું બની શકે છે.
ભૂલથી ખવાઈ જાય તો શું
રિપોર્ટ મુજબ કેટલાક કેસોમાં એક્સપાયરી ડેટ ખાધા બાદ માથાનો દુખાવો, પેટનો દુખાવો, અને ઉલટી જેવી સમસ્યાઓ જોવા મળી છે. આવામાં જો તમે જાણતા કે અજાણતા એક્સપાયરી ડેટવાળી દવા ખાઈ લીધી હોય તો તત્કાળ ડોક્ટર પાસે જવું જોઈએ. લીવર અને કિડની ટેસ્ટ કરાવવો જોઈએ. જેથી કરીને ગંભીર સ્થિતિથી બચી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે