ઝારખંડઃ જામતાડા સ્ટેશન પાસે દુર્ઘટના, 12 યાત્રીકો ટ્રેનની ઝપેટમાં, બેના મોત
ઝારખંડમાં રેલવે અકસ્માત થયો છે. ત્યાં જામતાડા અને વિદ્યાસાગર સ્ટેશન વચ્ચે એક ટ્રેન ઘણા યાત્રીકો પરથી પસાર થઈ ગઈ. આ યાત્રીકો ટ્રેનમાં આગ લાગવાની આશંકાને કારણે ઉતર્યા તો બીજી ટ્રેનની ઝપેટમાં આવી ગયા હતા.
Trending Photos
રાંચીઃ ઝારખંડના જામતાડામાં મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. જામતાડા-કરમાટાંડના કલઝારિયાની પાસે ટ્રેનની ઝપેટમાં આવવાને કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકોને ઈજા પહોંચી છે. રેલવે પોલીસ અને સ્થાનીક તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ટ્રેનમાં આગ લાગવાની માહિતી મળતા યાત્રીકો કૂડી ગયા હતા. સામે ઝાઝા-આસનસોલ ટ્રેન આવી રહી હતી.
અંગ એક્સપ્રેસમાં આગ લાગવાની માહિતી મળતા ટ્રેન ઊભી રહી હતી. યાત્રી ટ્રેનમાંથી કુદ્યા તો યાત્રીકો ઉપરથી ઝાઝા-આસનસોલ ટ્રેન પસાર થઈ ગઈ હતી. રેલવે અનુસાર ચેન પુલિંગને કારણે ટ્રેન રોકાઈ હતી. ટ્રેક પર આવેલા લોકો યાત્રીની આપસાસ ઉભા થઈ ગયા હતા, તેની જાણકારી મેળવવામાં આવી રહી છે.
જાણકારી અનુસાર ડાઉન લાઉનમાં બેંગલુરૂ-યશવંતપુર એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. આ વચ્ચે લાઇનના કિનારા પર નાખવામાં આવેલી માટીની ધૂળ ઉડી રહી હતી, પરંતુ ધૂળને જોઈને ચાલકને શંકા ગઈ કે ટ્રેનમાં આગ લાગી છે અને ધૂમાળો નિકળી રહ્યો છે, જેના કારણે ટ્રેન રોકતા યાત્રીકો ઉતરી ગયા હતા. આ વચ્ચે અપમાં જઈ રહેલી ઈએમયૂ ટ્રેનની ઝપેટમાં આવવાથી બે યાત્રીકોના મોત થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે